SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર કરી છતાં રૂંવાડું પણ ન ફરકયું. બેચી પકડી દેવે ઉંચે ઉછાળે તે પણ એકજ શ્રદ્ધા કે મારું આયુષ્ય હશે તે એ ગમે તેમ કરશે તે પણ હું મરવાનો નથી. ને આયુષ્ય પૂરું થવાનું હશે તે થશે પણ મારો ધર્મ છેટે છે તેમ તે નહિ કહું આ શુદ્ધ શ્રદ્ધાને પ્રભાવ હતો. એક વખત જે જીવ સમ્યકત્વ પામી જાય તો જીવ નરકમાં ન જાય. હા, એક વાત છે. સમ્યકત્વ પામતાં પહેલાં જે નરકના આયુષ્યને બંધ પડી ગયેલ હોય તે નરકમાં જવું પડે. બાકી સમકિતી જીવ નરક, તિર્યંચ, ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષી, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ સાત બેલમાં આયુષ્યને બંધ પાડે નહિ. તે મરીને વૈમાનિક દેવમાં જાય અને અર્ધપુગલ પરાવર્તન કાળમાં મોક્ષમાં જાય. સમ્યકત્વની સલામતી તો જુઓ. સમકિત પામે એટલે મોક્ષમાં જવાની મહેર વાગી જાય છે. તમારી સંપત્તિમાં આટલી તાકાત કે અબજ રૂપિયા કમાય તે અધોગતિમાં જાય, અગર કોડપતિ બનશે તેને કેન્સર-ટી. બી. કે ડાયાબીટીશ નહિ થાય ! (શ્રેતામાંથી અવાજ :-“ના”.) સંપત્તિમાં આટલી પણ શક્તિ નથી. જ્યાં તમારી વાહ વાહ થાય, નામ આવે ત્યાં હશે હોંશે વાપરે છે, ને ધર્મ કાર્યમાં નામના વગર વાપરતાં પેટમાં દુખે છે. પોતાની વાહ વાહ માટે લાખ રૂપિયા વાપરે તે તેનાથી જે લાભ નહિ થાય તે ધર્મ બુદ્ધિએ પરિગ્રહની મમતા ઉતારી થોડું દાન કરશે તે મહાન લાભ મેળવશે. સમકિતવંત છવડે પુણ્યથી મળતી લક્ષ્મી અને લક્ષમાંથી મળતા સુખમાં ખેંચી ન જાય પણ તેનાથી અલિપ્ત રહે. કદાચ પાપના ઉદયે લક્ષ્મી ન હોય તે દુઃખ ન ધરે. પણ દુઃખમાંથી સુખ શોધે. સુખમાંથી સુખ સૌ શૈધે પણ જે દુઃખમાંથી સુખ શોધે છે તે સાચે માનવ છે. એ સવળા પડેલા આત્માને કઈ ગાળ દે તે પણ તે ગાળમાંથી ગુણ ગ્રહણ કરશે. કેઈ ઠપકો આપશે તે પણ તેને મીઠો લાગશે. તે ખરાબમાંથી સારું ગ્રહણ કરે, જેની દષ્ટિ પલ્ટાઈ જાય છે તેના અધ્યવસાય પણ નિર્મળ રહે છે. પ્યારા જખુ સાંભળ - જંબુસ્વામી કહે છે હે ભગવંત ! મને આઠમા અધ્યયનના ભાવ સમજાવો. ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું-“હવે હું ગંદુ તેનું જ તે રમur ” હે આયુષ્યમાન જંબુ. હું તને તે કાળ ને તે સમયની વાત કહું છું. સુધર્માસ્વામીની વાણું જંબુસ્વામી ખૂબ જિજ્ઞાસાપૂર્વક હૃદયમાં ઝીલી રહ્યા છે. જેમ તરસ્ય ચાતક વરસાદ પડે ત્યારે પાણી અદ્ધરથી મઢામાં ઝીલી લે છે તે રીતે વીતરાગ વાણી સાંભળવા તલસતે શ્રાવક પણ જ્યાં વીતરાગ વાણીને વરસાદ વરસે કે હૃદયમાં ઉતારતે જાય. એ શ્રદ્ધાનંત આત્મા ડું સાંભળીને ઘણે લાભ મેળવે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy