SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર મળે. શૂરવીરને ધીર થઈને રણ સંગ્રામમાં નીકળી જવું પડશે. તીર્થકર જેવા તીર્થ કરે અને ચક્રવતિઓ મોક્ષ મેળવવા માટે છ છ ખંડના રાજ્ય છોડીને સિંહ જેવા બની છલાંગ મારીને નીકળી ગયા. ત્યારે મોક્ષના સુખ મળ્યા છે. વગર મહેનતે નથી મળ્યા. કંઈક માણસને એક ઉપવાસ કરવાનું કહીએ તે કહે છે કે મહાસતીજી! મને ચાનું બંધાણ છે. મારાથી નહિ બને. મારું માથું દુખે છે. આ અનંત શક્તિને અધિપતિ વ્યસને ગુલામ બની ડરપોક બની ગયા છે. જરા વિચાર કરે તે ખબર પડે કે હું કોણ છું? શું મારામાં આવી કાયરતા હોય ? આત્મા રૂપી સિંહની આ દશા જોઈ જ્ઞાની પુરૂષોનું હૃદય કકળી ઉઠે છે કે અનંત શક્તિના સ્વામીની કઈ દશા છે? સેનેટરી પિંજરામાં પૂરાયે, સિંહ બની કેશરીયે, (૨) ગાડરના ટોળામાં ભળીયે, વિવેક કાં વીસરી, (૨) દેડી દેડીને દેડો તોયે, આ ન ભવને આરે રે...એક... આત્માને પડકાર કરીને મહાન પુરૂષો શું કહે છે હે ચેતન! તું આ ગાડરના ટેળામાં ભળી ગયો છે. તારો સ્વભાવ શું ? જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપમાં રમણતા કરવાને. એનો વિવેક વીસરીને સંસારના સોનેરી પિંજરમાં કેમ પૂરાઈ ગયે છે. મેક્ષને સર કરવાની તારામાં તાકાત છે. તારી આ દશા હોય? આ માનવભવ પામીને ભવબંધન તેડવા હોય તો મેહનિદ્રામાંથી જાગૃત બની આંખ ખેલ ને તારા સ્વરૂપને નિહાળી લે. અહીંયા કુંભારે સિંહને ગધેડું માન્યું ને ગધેડાએ કુંભારને શામ મા. આ રીતે બંને વાસ્તવિક્તા ભૂલીને ભ્રમમાં પડી ગયા. સિંહ ભયનો માર્યો કુંભારની આગળ ચાલવા લાગ્યો. આગળ સિંહ ને પાછળ લાકડી મારતે કુંભાર. બંને એક નદી કિનારે પહોંચ્યા. તે સમયે એક બળવાન સિંહ પાણી પીવા માટે આવ્યું હતું. તેણે જોયું કે મારે સજાતીય ભાઈ આ રીતે કુંભાર દ્વારા સતાવાઈ રહ્યો છે. આથી તે સિંહને ખૂબ ખેદ થયો, તેના દિલમાં ચેટ લાગી. ત્યારે તેણે પેલા સિંહને કહ્યું કે ભાઈ! આ કેણુ છે ને તને શા માટે માર મારે છે ? ત્યારે આ ગભરાયેલા સિંહે કહ્યું. ભાઈ તું ચૂપ રહે. તું બેલીશ નહિ, કદાચ આ સાંભળશે તે તને પણ લાકડીએ પડશે. આ તો શામ છે. બળવાન સિંહે કહ્યું–શામ તે છે. તેમાં ડરવાનું શું? તું એક વાર ગર્જના કર અને જે તેનું પરિણામ કેવું આવે છે ? આટલું આશ્વાસન ને પ્રોત્સાહન મળવા છતાં આ સિંહમાં શૂરાતન ન જાગ્યું. કારણ કે તેને ભય હતો કે તેમ કરવાથી મને કદાચ વધુ માર પડશે. પરંતુ બળવાન સિંહના પૂબ કહેવાથી આખરે તે સિંહે હિંમત કરીને ગર્જના કરી. સિંહ ભલે પિતાના સ્વરૂપને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy