________________
૫૧૮
શારદા ખિ આપ જાણે છે ? તપ, સંયમ, બ્રહ્મચર્યનું પાલન, કષાયને ત્યાગ, આવા કીમિયા શોધી તેનું યથાર્થ રીતે પાલન કરીને કર્મની કેદમાંથી છટક્યા. તીર્થકર જેવા મહાન પુરૂષોને પણ કર્મની બેડી ખટકી હતી. પણ આ મારા મહાવીરના સુપુત્રોને હજુ બેડી ખટકતી નથી. તેમને એક ધૂન છે કે પૈસા મેળવવા છે ને સમાજમાં નામ અમર બનાવવું છે. “નાણું મેળવ્યાં છેટાને ધર્મસ્થાનકમાં પડાવ્યા ફેટા.” પણ યાદ રાખજો કે કર્મનો કેયડો ભયંકર છે. હીરની ગાંઠ ઉકેલવી સહેલ છે પણ કર્મને કેયડો ઉકેલવો મુશ્કેલ છે. આજને માનવી ધંધામાં દગા પ્રપંચ કરે છે પણ વિચાર કરવા જેવું છે કે દગો કેઈન સગો નહિ થાય. કર્મો વિપાકોદયમાં આવશે ત્યારે ખબર પડી જશે. માટીના માટલામાં ઘણું લોકે મીઠું ભરે છે. થોડા સમય જાય એટલે માટલામાંથી મીઠું ફૂટી નીકળે છે. માટલાનું મીઠું બધા ખાય છે પણ ખાનારને ફૂટી નીકળતું નથી. પણ જે માટલામાં ભરાય છે તેને ફૂટી નીકળે છે. તેમ તમે ઘરના બધાને માટે કર્મ કરે છે. લાલું બધા ખાશે, મોજમઝા ઉડાવશે પણ કર્મની સજા તે કરનારને ભોગવવી પડશે. હસી હસીને કષ્ટપૂર્વક ચીકણું બાંધેલા કર્મો ઉદયમાં આવશે ત્યારે રડી રડીને ભોગવતાં પણ પાર નહિ આવે. માટે કંઈક સમજે ને કર્મની કેદમાંથી છૂટવા માટે પુરુષાર્થ કરે, | વનરાજ કેશરીસિંહે કુંભારને જોઈને માન્યું કે આ શામ નામનું પ્રાણી છે. તે મારાથી પણ બળવાન છે. તે હમણું અહીં આવી પહોંચશે ને હું તેના પંજામાં સપડાઈ જઈશ. વનરાજ જેવા વનરાજ શામથી ડરી ગયો ને ખૂણામાં છૂપાઈ ગયો. સંધ્યાને સમય હતો. આછું આછું અંધારું છવાઈ ગયું હતું. કુંભારને આંખે ઝાંખુ દેખાતું હતું. ગધેડાને શોધતાં શોધતાં તેણે ખૂણામાં છુપાયેલા સિંહને જોઈને માન્યું કે આ મારું ગધેડું છે. તેને ક્રોધ ભભૂકી ઉઠયા અને સિંહની પીઠ ઉપર ત્રણ ચાર ઠંડા લગાવી દીધા, બંધુઓ ! સિંહની શક્તિ કેટલી છે? તે માણસનો શિકાર કરી જાય. તેને બદલે સિંહ માનવથી ભયભીત બની ગયા છે કારણ કે તેણે માન્યું કે આ શામ નામનું મારાથી અધિક બળવાન પ્રાણી છે, પણ તે બરાબર દષ્ટિ કરીને જુવે તે ખ્યાલ આવે કે આ કોણ છે? છતી શક્તિએ પિતાનું ભાન ભૂલવાથી માનવની લાકડીના પ્રહાર ખાવા પડયા.
આપણે આત્મા સિંહથી પણ અનંત શક્તિવાળે છે. પણ વિષય કષાય, નેહ, રાગ-દ્વેષમાં પડીને પિતાની શક્તિનું ભાન ભૂલી ગયા છે. આત્માની શક્તિ કેટલી બધી છે તે જાણે છે ને ? જ્યાં પ્લેન અને રેકેટ ન પહોંચે ત્યાં લોકના મસ્તકે આત્મા એક સમયમાં પહોંચી જાય છે. આવી અનંત શક્તિને સ્વામી આત્મા જ્યાં ઉપવાસ કરવાની કે બ્રહ્મચર્ય પાળવાની વાત આવે ત્યારે માથું ખણે છે. માથું ખણે મેક્ષ નહિ