________________
પર
શારદા શિખર ભૂલી ગયે હતું પણ તેને સ્વભાવ નષ્ટ નહેતે થયો. આખરે તે તે સિંહ સિંહ જ હતું. તેની ગર્જના સાંભળીને કુંભાર પગથી માથા સુધી ધ્રુજવા લાગે. ને તે ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયે.
આ આત્માને પણ સંસારનાં સગાવહાલાં અને ભોગ વિષનાં સોનેરી પિંજરમાં પૂરાયેલે જોઈને સદ્ગુરૂઓ વીતરાગવાણી દ્વારા સિંહનાદ કરીને જગાડે છે કે હે આત્માઓ ! હવે જ્યાં સુધી તમે આ સંસારની ગુલામી કરશે? આ મનુષ્યભવનું અમૂલ્ય ટાણું મળ્યું છે તેમાં આંતર દષ્ટિથી અવલોકન કરી તારા સ્વરૂપની તું પીછાણ કરી લે. આ ભવમાં નહિ જાગે તે આ અવસર ફરીને મળવું મુશ્કેલ છે. આ પર્યુષણના દિવસેમાં તું તારા આત્માને જગાડી દે. શૂરવીર અને ધીર આત્માએ તે સાધના કરવા તત્પર બની માસખમણ ઝૂકાવીને બેસી ગયા છે. આગળના મહાનપુરૂષ કેવી સાધના સાધી ગયા છે.
ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના પુત્ર ઢઢણ કુમારે નમનાથ પ્રભુની પાસે દીક્ષા લીધી ને અભિગ્રહ કર્યો કે મને મારી લબ્ધિને આહાર મળે તે લેવો. ન મળે તે ઉપવાસ કરે. ઉપવાસ કરતાં અભિગ્રહ કઠણ છે કારણ કે ઉપવાસ સહિત ઘર ઘરમાં ફરવું બહુ મુશ્કેલ છે. અભિગ્રહધારી ઢંઢણમુનિ ઘર ઘરમાં ફરે છે પણ અભિગ્રહ પૂરે થતું નથી. છતાં મુખ ઉપર સહેજ પણ ગ્લાનિ આવતી નથી. મહાન પુરૂષ સાધના કરવા નીકળે પછી તેમને ગમે તેટલું કષ્ટ પડે તે પણ હિંમત હારતા નથી. આજે માણસ સાધના કરવા તૈયાર થાય છે પણ હેજ કષ્ટ પડતાં હિંમત હારી જાય છે. તપ કરે હોય તે કસોટી આવે ત્યારે મનને દઢ બનાવે. કંઈક આત્માઓ હું તપ કરીશ એવા અગાઉથી ગાણુ ગાય પણ જ્યારે કરવાને વખત આવે ત્યારે કંઈક બહાના કાઢી છટકી જાય છે.
એક શેઠ પર્યુષણ આવતાં પહેલાં બે મહિનાથી ફડાકા મારતા કે આ વખતે તે મારે માસખમણ કરવું છે. એમની પત્ની સમજી ગઈ કે આ તે ફડાકા મારે છે. એ મા ખમણું તો શું એક ઉપવાસ પણ કરે તેવા નથી. પણ જેઉં, શું કરે છે. સમય જતાં મહિનાનાધરને દિવસ આવ્યા. આગલે દિવસે શેઠ કહે છે કાલે ઉપવાસ કરે છે. શેઠાણીએ સારી રીતે શેઠને અત્તરવારણું કરાયું. બીજે દિવસે શેઠાણી શેઠને કહે છે. ચાલે, ઉપાશ્રયે જઇએ. આજે તે તમારે ઉપવાસ કરવાનું છે ને ? ત્યારે શેઠ કહે છે મા ખમણ કરવાના પૂરા ભાવ છે પણ આજે ઉપવાસ કરું ને મારાથી પૂરું ન થાય તે ? હવે મારે માસખમણ નથી કરવું. હું સળભથ્થુ કરીશ. (હસાહસ). શેઠ માસખમણમાંથી સોળભથ્થામાં આવી ગયા. આ શેઠાણી પણ ભૂલે તેવી ન હતી. પંદરના ધરના બે દિવસ અગાઉથી કહે છે-શેઠ! પરમ દિવસે