________________
૪૮૮
સારા શિખર ધારીધારીને જોવા લાગ્યા. આના હાથ-પગ બધું મનુષ્ય જેવું છે. પણ મનુષ્ય છે, જતુ છે કે પશુ છે? તે સમજાતું નથી. બધા લકે હાથમાં લઈ લઈને જેવા લાગ્યા. પછી ચક્રવર્તિએ સીમંધર ભગવાનને પૂછયું કે હે ભગવંત! ચાર ગતિમાંથી આ કઈ ગતિનો જીવ છે ? | સીમધરસ્વામીએ કરેલો ખુલાસે” - ભગવંતે કહ્યું. આ કેઈ જીવજંતુ કે પશુ નથી. પણ આ તે ભરતક્ષેત્રમાં મનુષ્ય યોનિમાં જન્મેલા નારદઋષિ છે. તેઓ શુધ્ધ બ્રહ્મચારી છે. જેમાં તેમનું નામ પ્રખ્યાત છે. તે તપસ્વી છે અને સંસારથી વિરક્ત છે. હવે તે શા માટે અહીં આવ્યા છે તે વાત તમે સાંભળે. ભરતમેં સ્વર્ગ સરીખી દ્વારકા રે, જિનમેં હૈ નારાયણકો વાસ રે, રાણ રૂમણું કે નંદન જનમીયે રે, છઠે દિન હરણુ હુઆ અધરાત રે... હરિને શોધન કિહા પાયા નહિ રે, વ્યાકુલ ચિંતામું જલ રહી માત રે
ભરત ક્ષેત્રમાં દેવલેક જેવી શોભાયમાન પવિત્ર દ્વારકા નામે નગરી છે. ત્યાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ વસે છે. તેને રૂમણું નામની એક પટરાણી છે. તેણે એક પુત્રને જન્મ દીધો છે. તે પુત્રને છઠ્ઠો દિવસ હતો. તે દિવસ પૂરો થતાં મધ્યરાત્રીના સમયે તે પુત્રનું પૂર્વભવના વૈરના કારણે દેવે અપહરણ કર્યું છે. દ્વારકા નગરીમાં તેનો જન્મોત્સવ ઉજવાતે હતો. ખૂબ આનંદ હતું. તેમાં તે પુત્રનું અપહરણ થતાં આખી દ્વારકા નગરી શેક સાગરમાં ડૂબી ગઈ છે. જેમ તમે છ ખંડના ધણી છે તેમ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના ધણું છે. તેમણે ત્રણે ખંડમાં તપાસ કરાવી પણ તેમના પુત્રનો પત્તો કયાંયથી મળે નહિ. પુત્રનો પત્તો તે નથી પણ એ ક્યાં છે? તે જીવતે છે કે મૃત્યુ પામે છે? તેના સમાચાર પણ મળ્યા નથી. એટલે તે પુત્રનું શું થયું છે? એને કેણ લઈ ગયું છે ? તે હયાત છે કે નહિ ? તે વિષયમાં મને પૂછવા માટે ભરતક્ષેત્રમાંથી અહીં આવ્યા છે.
| નારદજી કઈ શક્તિથી મહાવિદેહ ક્ષેત્રમાં આવ્યા - ચક્રવર્તિએ પૂછયું. પ્રભુ ! ભરત ક્ષેત્રમાંથી પગે ચાલનારા મનુષ્ય માટે અહીં આવવાનું તે ખૂબ વિષમ છે. તે આ નારદજી અહીં કેવી રીતે આવ્યા ત્યારે ભગવંતે કહ્યું–તેમનું બ્રહ્મચર્ય વિશધ્ધ છે. તેના પ્રભાવથી આકાશગામિની વિદ્યા તેમને સિધ્ધ થઈ છે. તેથી તેઓ તે વિદ્યાના પ્રભાવથી દુનિયાભરમાં ભ્રમણ કરે છે. મોટા મોટા મહારાજાએ પણ તેમના ચરણમાં નમે છે. તેમને આદર સત્કાર કરે છે. તે રાજાઓના અંતઃપુરમાં ક્યારે પણ જાય તે તેમના માટે કોઈ મનાઈ નથી, કે તેમને માટે કેઈને અવિશ્વાસ નથી. રાજાને અંતેઉરમાં અપ્સરા જેવી રાણીઓને દેખે તે પણ તેના લેહીના પરમાણુમાં પણ વિકાર જાગતો નથી, આવા તે બ્રહ્મચારી અને પવિત્ર છે,