________________
૪૮૭
વાહ વિખર શરીર વા સમાન બની ગયું. પરંતુ ચડ્ડી પહેરેલી હોવાથી શરીરને તેટલે ભાગ કમર રહેવાથી યુધ્ધમાં તે ભાગ ઉપર શસ્ત્ર વાગવાથી તે મૃત્યુ પામ્યા.
બંધુઓ ! આ દષ્ટાંત દ્વારા આપને સતી ગાંધારીની શક્તિના વિષયમાં એ બતાવવા માંગું છું કે જે શરીરમાં એક કાંટે વાગે તો તેમાંથી લોહી નીકળવા લાગે તેવું શરીર ગાંધારીની દૃષ્ટિ પડવાથી વા સમાન બની ગયું. ગાંધારીની દષ્ટિમાં આ શક્તિ કેવી રીતે આવી? ગાંધારીએ સાધુપણું લીધું ન હતું. તે સંપૂર્ણ બ્રહ્મચારી પણ ન હતી. તે સંસારી હતી અને એકદેશથી બ્રહ્મચર્યનું પાલન કરતી હતી એટલે કે પિતાના પતિ સિવાય બીજા કેઈ પુરૂષને વિચાર પણ મનમાં ન્હોતી લાવતી કે કઈ ઉપર દૃષ્ટિ પણ કરતી ન હતી. આથી તેણે શરીરને વજ સમાન મજબૂત બનાવવાની શક્તિ પ્રાપ્ત કરી હતી. બ્રહ્મચર્યનું મહત્વ બતાવતાં કહ્યું છે કે,
समुद्रतरणे यद्वदुपायो नौ : प्रकीर्तिता ।
संसारतरणे तद्वत, ब्रह्मचर्य प्रकीर्तितम् ॥ જેવી રીતે સમુદ્રને પાર કરવા માટે ઉપાય જહાજ છે તે રીતે સંસારને પાર કરવાનો ઉપાય બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનો મહિમા જાણીને આવા વ્રત લેવાની ભાવના કરશે. હવે જે ભાઈ-બહેને આજે બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે તેમને પચ્ચખાણ કરાવું છું.
ચરિત્ર - નારદજી ભગવાનની સ્તુતિ કરીને ભગવાનના સિંહાસનની નીચે બેસી ગયા. નારદજી વિચાર કરતા હતા કે ભગવાનની દેશના પૂરી થાય પછી હું પ્રદ્યુમ્નકુમાર વિષે પ્રભુને પ્રશ્ન પૂછીશ. પ્રભુના સિંહાસન નીચે બેસીને પ્રભુની અમૃતમય વાણી એક ચિત્તે તેઓ સાંભળવા લાગ્યા. તે સમવસરણમાં બેઠેલા ત્યાંના પદુમ નામના ચક્રવર્તિને તેમજ ત્યાંના લોકોને નારદજીનું દશ ધનુષ્યનું દેહમાન જોઈને ખૂબ આશ્ચર્ય થયું. કારણ કે ત્યાંના મનુષ્યનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું હોય છે ને નારદજીનું દશ ધનુષ્યનું હતું. એટલે તેમની આગળ તે નારદજી એક કીડી મકેડા જેવા દેખાય ને? તેથી લોકોને આશ્ચર્ય થયું. અહીં જે કઈ ૫૦૦ ધનુષ્યના દેહમાનવાળે મનુષ્ય આવે તો આપણને પણ આશ્ચર્ય થાય. પહ્મ ચક્રવતિ સીમંધરસ્વામીને પૂછે છે કેયો હું કણ જતુ મનુષાકાર કે રે, હાથ પર લે લે નિરખે લેગ રે, પ્રભુ કહે છે ભારતને નારદરષિ રે, પૂરણ બ્રહ્મચારી નિર્મલ ગ રે.
હે પ્રભુ! આપના સિંહાસન નીચે આ મનુષ્યકારનું કઈ જીવડું આવીને ભરાઈ ગયું છે. એમ કહી તેમણે નારદજીને ઉંચકી લીધા. એમને મન તે એક કીડી ઉપાડવી ને નારદજીને ઉપાડવા સરખાં હતાં. ખૂબ કૂતુહલપૂર્વક ઉપાડીને