SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ વાડા ખાર તેમ લીમી પણ તિજોરીમાં અકળાઈ જાય છે. તે કહે છે કે તમને ઘરની કોટડીમાં પૂરાઈ રહેવું ગમતું નથી, તમને જેમ ફરવું ગમે છે તેમ મને પણ ફરવું ગમે છે. માટે તમે શું કરે? તેને માટે રૂદમાં પણ કહ્યું છે કે, - દશ રૂત સમાહ, ધ્રુતર વિજ | * સો હાથથી લક્ષમી કમાઓને હજારે હાથથી વહેંચે. અર્થાત્ દાન કરે. કારણ કે જે તમે લક્ષમીને સદ્વ્યય નહિ કરે, માત્ર તેનો સંગ્રહ કરવામાં રહી જશે તે મરણ વખતે લક્ષ્મી સાથે આવશે ખરી? સાથે રાતી પાઈ પણ આવવાની નથી. પણ જે હાથે તે સાથે. તમારા હાથે તમે દાનમાં વાપરશે તે તમારી સાથે આવશે. બાકી તે બધું અહીં રહી જવાનું છે. કહ્યું છે કે. આ ખા ગયા સે છે ગયા, દે ગયા સે લે ગયા. જેણે પોતાની જાત માટે, પિતાના સુખ માટે, ખાવાપીવામાં ને મજશેખમાં લમને વ્યય કર્યો છે, તેમાં તેની કેઈ વિશેષતા નથી. એ તે બધું અહીં વાઈ જવાનું છે પણ જે બીજાને આપ્યું છે તે તમારું સાચું ધન છે ને તે તમારી સાથે આવનાર છે. જે મન મોકળું કરીને, પિતાનું સુખ જતું કરીને પણ બીજાનું દુઃખ દૂર કરવામાં લક્ષમીને સદ્વ્યય કરે છે તે સાથે આવવાનું છે. ચાણક્ય નીતિના એક સંસ્કૃત લેકમાં મધમાખી પણ માનવને શું કહે છે ? "देयं भो हयधने धनं सुकृतिभिर्ना संचयस्तस्य वै, श्री कर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता । अस्माकं मधुदान भोगरहितं नष्टं चिरात् संचितं, નિર્વેદાદિતિ નિગપતિયુારું ઘર હો મક્ષિા ” હે પુણ્યાત્માઓ! તમને તમારા પુણ્યથી જે ધન મળ્યું છે તેનો સંગ્રહ ન કરે. પણ ગરીબને દેતા રહે. કારણ કે દાન દેનારા કર્ણરાજ, બલિરાજા અને વિક્રમરાજા આદિ રાજાઓનો યશ આજ સુધી આ પૃથ્વી ઉપર વિદ્યમાન છે. જુઓ, અમે ખૂબ દુઃખ વેઠીને મધનો સંચય કર્યો પણ ન તે અમારી જાતે મધ ખાધું કે ન તે બીજાને અમે ખાવા દીધું. પણ એક દિવસ લૂંટારો આવે ને અમારું લાંબાકાળથી ખૂબ પરિશ્રમ કરીને એકઠું કરેલું મધ લૂંટી ગયા. એના દુઃખથી અમે (મધમાખીઓ) અમારા બંને પગ ઘસીએ છીએ. માટે તમારે અમારી માફક પાછળથી પસ્તાવું ન હાય, પગ ઘસતાં રહી જવું ન હોય તે લક્ષ્મીને સદ્વ્યય કરો. તિ જા ધનં નાગિનાન ચત્ત ચાતા” જે ધન યાચકોને ન મળે તે ધન શું કામનું ? એમ સમજીને જે તમારે ધન જોઈતું હોય તે પહેલાં આપતાં શીખો,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy