________________
તે મેટામાં મેટી ખોટ છે. જે ખેટ બીજા કેઈ ભવમાં પૂરી કરી શકાય તેમ નથી. આ પવિત્ર દિવસોમાં જેનાથી આત્માની શુદ્ધિ થાય, શ્રેય થાય, આત્માને વિકાસ થાય તેવી ઉચ્ચ કમાણી કરી લે, દિવાળીના દિવસો આવે ત્યારે તમે ચેપડા તપાસીને કેટલે નફે થયે ને કેટલી નુકશાની ગઈ તેનું સરવૈયું કાઢે છે. તેમ આ આધ્યાત્મિક પર્વમાં મારું આધ્યાત્મિક વર્ષ કેવું ગયું? મેં વહેપારમાં ન્યાય-નીતિ અને પ્રમાણિકતા કેટલી આચરી ? અન્યાય, અનીતિ અધર્મ, પ્રપંચે કરીને મેં કર્મો કેટલાં બાંધ્યા ? તેનું સરવૈયું કાઢવા માટે આ પવિત્ર દિવસો છે. આ પર્વ પતીતને પાવન બનાવનારું છે. પણ તમારે પાવન બનવું છે કે નહિ? એ તે તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે, જે મનુષ્ય પોતે પવિત્ર બનવા અને પોતાના આત્માનું શ્રેય કરવા ચાહતા નથી, જેને આત્માને કર્મના ભારથી હળ બનાવવાની ભાવના નથી તેને માટે તે પર્યુષણ પર્વ અને સામાન્ય દિવસે બધું સરખું છે. અને જેને આત્મશ્રેય કરવાની લગની લાગી છે તેને માટે દરેક દિવસે પર્યુષણ પર્વ જેવા પવિત્ર છે.
બંધુઓ ! આત્મશુધ્ધિ, આત્મશ્રેય અને જન્મ-મરણથી મુક્ત થવાના મનોરથ થતા હોય તે આધ્યાત્મિક વિચારણા કરો કે હું પર્વને કઈ રીતે ઉજવું? શું ભેગવિલાસ અને મોજશેખથી આ પર્વ ઉજવી શકાય? નહિ. નહિ. આ પર્વ તે દાન-શીયળ-તપ અને શુભ ભાવનાથી ઉજવી શકાય. ભગવંતે દાન-શીયળ–તપ અને ભાવનાથી પર્યુષણ પર્વ ઉજવવાનું કહ્યું છે. કારણ કે દાન-શીયળ, તપ અને ભાવ એ ચાર મોક્ષમાં જવા માટેના ભવ્ય દરવાજા છે.
ચાર દરવાજામાં સૌથી પ્રથમ દરવાજે દાન છે. તેમાં મનુષ્ય દાન ઘણાં પ્રકારે આપે છે. કેઈ કીર્તિની ઈચ્છાથી, કેઈ નામના મેહથી, કઈ પિતાને સમાજમાં દાનેશ્વરી કહેવડાવવાની ઈચ્છાથી તે કઈ મને પરલોકમાં સુખ મળે તેવી ભાવનાથી દાન દે છે તે કઈ પવિત્ર આત્મા નિઃસ્વાર્થ ભાવે પરિગ્રહની મમતા ઘટાડવા માટે દાન આપે છે. તે દાન આપતી વખતે લેનારને ઉપકાર માને છે કે અહો પ્રભુ આ મારી પાસે લેવા આવ્યા તે એને આપીને હું હળ બન્યો, મને મહાન લાભ થયે. આજે મારું જીવન કૃતાર્થ થયું. પણ તે એવો વિચાર નથી કરતો કે હું છું તે બધાને આપું છું. મેં આપ્યું ને આમ કર્યું. આવી શુધ્ધ ભાવનાથી દાન આપનારનું દાન લેનાર પણ એવી ભાવના ભાવે છે કે અહે પ્રભુ ! અત્યારે મારા કર્મનો ઉદય છે કે મને દાન લેવાનો વખત આવ્યું છે. પણ હું આ દાનેશ્વરી ક્યારે બનીશ ! હું આવી રીતે દાન કયારે આપીશ? * બંધુઓ! દાન દેવાથી લક્ષ્મી વધે છે. લક્ષમીને તમારી તિજોરીમાં પૂરાઈ રહેવું ગમતું નથી. તમને કઈ કેટડીમાં ચાર દિવસ પૂરી રાખે તે કેવા અકળાઈ જાઓ છે?