________________
|
|
"
સારા વિખર
૫૭. લાખ વર્ષનું ચારિત્ર પાળીને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને અંતે દેહ છોડીને તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ત્રીજા જયંત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. - બંધુઓ! તેમના આયુષ્ય કેટલા લાંબા ? ચોરાશી લાખ પૂર્વ એટલે કેટલે લાં કાળ છે? ૮૪ લાખને ૮૪ લાખે ગુણતાં તેને જે આંક આવે તેને એક પૂર્વ કહેવાય. તેવા ૮૪ લાખ પૂર્વનુ આયુષ્ય હતું. તે પૂર્ણ કરીને તેઓ યંત વિમાનમાં ગયા. - तत्थणं अत्यंगइयाणं देवाणं बत्तीसं सागरोवमाइं. ठिई तत्थणं महब्बल वज्जाणं छव्हं देवाणं देसूणाई बत्तीसं सागरोवमाइ ठिह।" . આ જયંત વિમાનમાં કેટલાક તેની સ્થિતિ બત્રીસ સાગરોપમની હોય છે. તેમાં મહાબલ અણગાર સિવાયના છ અણગારે જે દેવ થયા તેમની સ્થિતિ ૩૨ સાગરમાં થોડી ઓછી હતી. અને મહાબલ અણુગારની સ્થિતિ પૂરી ૩૨ સાગરની હતી.
મનુષ્યભવ પામીને સાતે સાત અણગારે આત્માની અપૂર્વ સાધના સાધી ગયા. સંસારમાં સાથે રહા, દીક્ષા પણ સાથે લીધી અને દીક્ષા પર્યાયમાં પણ સાથે રહીને તપશ્ચર્યા આદિ ક્રિયાઓ સાથે કરી અને સંથારો પણ સાથે કર્યો. અને એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. સમક્તિી કે દેવલોકની ઋધિમાં આસક્ત બનતા નથી પણ નય-નિક્ષેપા, નવતત્વ અને છ દ્રવ્યનું ચિંતન મનન કરે છે. હવે સાતેય દેવ જયંત વિમાનનું આયુષ્ય પૂર્ણ કરીને કયાં કયાં ઉત્પન થશે તેના ભાવ અવસરે.
ચરિત્ર : કૃષ્ણ વાસુદેવે રૂકમણીને હિંમત આપી હતી કે ગમે તેમ કરીને હું પ્રદ્યુમ્નકુમારને પત્તો મેળવીશ. પણ શોધ ચલાવતા બધા સુભટે નિરાશ થઈને પાછા આવ્યા ક્યાંય કુમારને પત્તો મળે નહિ તેથી કૃષ્ણ વાસુદેવના હાજા ગગડી ગયા. હવે મારે શું કરવું? મને એક બાજુ પુત્ર વિરહનું દુઃખ છે ને બીજી બાજુ લોક એમ કહેશે કે કૃષ્ણના પુત્રનું અપહરણ થયું. આવા મોટા કૃષ્ણ વાસુદેવ છે. ચાલતાં ધરતી ધ્રુજાવે છે. ત્રણ ખંડના સ્વામી હોવા છતાં એના પુત્રને સાચવી ના શક્યા? આમ ચિંતા કરે છે. બીજી તરફ રૂક્ષ્મણીની વ્યથા પણ વધતી જાય છે.
પુત્રના વિયેગમાં રૂકમણીએ ખાવું-પીવું, સ્નાન, શણગાર, માથું ઓળવું બધું છેડી દીધું છે. એટલે પુત્ર વિગિની રૂકમણી એક એગિની જેવી દેખાવા લાગીને બોલવા લાગી કે હે પ્રભુ! મારા પુત્રને શોધવા માટે હું શું કરું? જેગણ બનીને વનેવન રખડું? અથવા તે સાધ્વી બનીને દેશદેશ વિચરું કે જેથી મારો કિશોર મને મળી જાય. આ પ્રમાણે રૂકમણી ઝૂરે છે. કૃષ્ણજી પણ ચિંતાતુર બનીને બેઠા છે. કેઈને કાંઈ સૂઝ પડતી નથી. ત્યાં શું બને છે ?