SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ વારતા શિખર “આકાશગમન કરતાં દ્વારકામાં નારદષિનું આગમન :- ઉસ અવસર નારદઋષિ ચલે આવીયા સુન લીન જે, બેટા ચિંતા મત કર બાલક તણું રે, નહીં મરતા તુજ પુણ્યવંત રે-શ્રોતા - નારદઋષિ આકાશમાર્ગે વિચરણ કરતાં આ સમય દ્વારકા નગરીમાં આવી પહોંચ્યા. પ્રદ્યુમ્નકુમારનું અપહરણ થવાથી સારી દ્વારકા નગરીમાં દિલગીરી છવાઈ ગઈ હતી. તેથી દ્વારકા નગરીને શૂન્ય જોઈને નારદજીએ નગરીના એક માણસને પૂછયું કે નગરી કેમ શૂન્ય લાગે છે? ત્યારે તે માણસે અત્યંત દુખિત દિલે કહ્યું કે રૂક્ષમણું રાણુની કક્ષીએ જન્મેલા પુત્રનું કેઈ દેવ અગર અસુરે અપહરણ કરેલું છે. તે કારણથી દ્વારકા નગરી શેકમગ્ન બની છે. આ વાત સાંભળીને નારદજીને ખૂબ દુઃખ થયું. તેઓ વિચાર કરવા લાગ્યા કે જેમના સુખમાં સુખી અને દુઃખમાં દુખી રહેવાને મેં નિશ્ચય કર્યો છે તેવા મારા મિત્ર કૃષ્ણ જે પુત્ર વિયેગથી દુઃખી બની ગયા છે તે જલદી તેમનું દુઃખ દૂર કરું. એમ વિચાર કરી નારદજી જલદી કૃષ્ણના મહેલે આવ્યા. આ સમયે કૃષ્ણ વાસુદેવ ચિંતાતુર બનીને લમણે હાથ દઈને બેઠા હતા. આમ તે નારદજી જ્યારે પધારે ત્યારે કૃષ્ણ ઉભા થઈને તેમને વિનય કરી તેમનું સ્વાગત કરતા, અને પિતાની બાજુના આસન ઉપર બેસાડતા. પણ આજે કોણ આવ્યું તે ખ્યાલ નથી. એટલે નારદજીએ કહ્યું–હે ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ! આ શબ્દ સાંભળીને કૃણજીએ આંખ ખોલી. ત્યાં નારદજીને જોઈને કૃષ્ણજી એકદમ ઊભા થઈ ગયા ને તેમને બેસવા આસન આપ્યું. આવી ચિંતામગ્ન અવસ્થા હોવા છતાં કૃષ્ણના વિનયથી નારદજી પ્રસન્ન થયા ને કૃષ્ણના વિનયની પ્રશંસા કરવા લાગ્યા. અને કૃષ્ણની બાજુના આસન પર બેસીને પોતે કાંઈ જાણતા નથી તે રીતે કૃષ્ણજીને પૂછયું-આજે આ૫ આટલા બધા ઉદાસ કેમ દેખાય છે? આપ મને કહે. નારદજીની વાત સાંભળીને કૃષ્ણ વિચાર કર્યો કે જે દુઃખનો ઉપાય શોધી શકે છે અથવા જે દુઃખે દુઃખી થાય છે તેને મારા દુઃખની વાત તે કરવી જોઈએ. એમ વિચારીને કૃણે કહ્યું. હે મુનિરાજ ! રૂક્ષ્મણીની કુક્ષીથી ઉત્પન્ન થએલા મારા પુત્રનું કઈ દેવે અથવા દાનવે અપહરણ કર્યું છે. આ કારણથી મારું મન અત્યંત વ્યાકુળ છે, દુઃખી છે. હું કયાં જાઉં? શું કરું? મને કાંઈ સૂઝ પડતી નથી. નારદજીએ કૃષ્ણ વાસુદેવને આપેલું આશ્વાસન -કૃષ્ણના દુઃખમય વચને સાંભળીને નારદજીને ખૂબ દુઃખ થયું. તે ગંભીરતાપૂર્વક બેલ્યા-આ સંસારમાં જ્યાં સંગ છે ત્યાં વિગ નિશ્ચિત છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ નિશ્ચિત છે. નેહથી પીડા ઉત્પન્ન થાય છે. સનેહના પાશમાં જકડાયેલા ગીઓ પણ નિર્વાણ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy