________________
શારદા બિર જ્ઞાતાજી સૂત્રને અધિકાર ચાલે છે. તેમાં સાતે અણગારોએ ભવરોગ નાબૂદ કરવા માટે લઘુસિંહનિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત એ બે મહાન તપની આરાધના કરી. એ તપની વિધિ આપ ગઈ કાલે સાંભળી ગયા. આવા મહાન તપ તમે ના કરી શકો તે છેવટે સામાયિક વિગેરેથી આવી પરિપાટી કરો તે પણ કર્મો ખપે, આ સાતે અણગારોને જન્મ-મરણનું દુઃખ ખટકયું માટે સાધના જોરદાર ઉપાડી. એમને કર્મશત્રુને પીછે છોડવાની લગની લાગી ને મોક્ષમાં જવાને ઉલ્લાસ જાગ્યે તેથી તેમને સાધના કઠણ ના લાગી. બાર વર્ષની બેબી તેના દોઢ વર્ષના ભાઈને લઈને સીડી ચઢે છે. ચઢતાં હાંફી ગઈ ને પસીનાથી રેબઝેબ થઈ ગઈ છે. કઈ તેને કહે કે બહેન ! તું ખૂબ થાકી ગઈ છે. આને ભેટ મૂકી દે, ત્યારે તે છોકરી શું કહેશે ? ના. હું થાકી નથી, થાકવા છતાં તેને થાક કેમ ના લાગે ? તેને ભાઈ વહાલે છે માટે. આ જ રીતે તમે પાંચ શેર ચાંદી લઈને ચાર માળ ચઢે તે તમને થાક લાગે ખરો ? અરે ! કઈ કહે કે લા પકડું તે પણ ના પાડે. આવા ભાર તે જીવે ઘણી વખત ઉંચક્યા. પણ ક્યારેય એમ થાય છે કે દશમું વ્રત કરી ઘરઘરમાં ફરીને ગૌચરી કરું. ગૌચરી કરે તે ખ્યાલ આવે કે સાધુ માર્ગ કેટલે કઠીન છે! સાધુ ગૌચરમાં પણ કેટલે ઉપગ રાખે. અાપ ન જિબ્દિકના, હિifજ ક્વિયં સાધુ અકલ્પનીય સદોષ આહાર ન લે. નિર્દોષ અને ક૯૫નીય આહાર હોય તે ગ્રહણ કરે. તેમાં પણ જેમ તેમ ન વહેરે પણ ખૂબ ઉપગ રાખે. ગૃહસ્થને દાન દેતા લાભ થાય તેમ ઉપગ રાખે, તે બંને કલ્યાણના ભાગી બને. સાધુ આહાર શા માટે કરે છે તે જાણે છે ને ? શરીરને હષ્ટપુષ્ટ બનાવવા માટે નહિ, જીભના સ્વાદ માટે નહિ પણ ઉત્તરાધ્યયન સૂત્રના ૩૫મા અધ્યયનમાં ભગવંતે
કહ્યું છે કે
अलोले न रसे गिध्धे, जिब्भादन्ते अमुच्छिए । સટ્ટા મુંતિજ્ઞા, કવઠ્ઠા મહામુળ | ઉત્ત, સૂ, અ. ૩૫ ગાથા ૧૭
લુપતા રહિત, સમૃદિધ રહિત, રસેન્દ્રિયનું દમન કરનારા અને ભજનની મૂછ રહિત બનીને મુનિ આહાર કરે. આવા મુનિએ સ્વાદ માટે આહાર ન કરે. પણ સંયમયાત્રાના નિર્વાહ માટે આહાર કરે.
સંયમ નિર્વાહ કરવા માટે આહાર કરતાં પણ સાધુના મનમાં પશ્ચાતાપ હોય. અહે પ્રભુ ! આત્માને સ્વભાવ અનાહારક છે. અનાહારક દશા પ્રાપ્ત કરવા માટે તપ કરવું જોઈએ. આવા મહાન તપસ્વીઓ અત્મ સમાધિમાં રહીને તપ કરે છે. હું એ તપ નથી કરી શકતો. હું એ તપ કયારે કરીશ? અનાહારક દશા ક્યારે પ્રગટ કરીશ? એ વિચાર કરે, વળી આ શરીરને ટકાવવા માટે આહાર કરે પડે છે તે