________________
શારદા શિખર
૪૪૧ દિવસ થાય છે. અને પારણાના દિવસોની સંખ્યા ૬૧ હોય છે. આ રીતે એક પરિપાટીને કાળ એક વર્ષ, છ માસ અને અઢાર દિવસમાં પૂરો થાય છે. અને આ મહાસિંહનિષ્ક્રીડિત તપને સંપૂર્ણપણે પૂરું થવામાં છ વર્ષ, બે માસ અને બાર દિવસ-રાત જેટલે વખત લાગે છે.
- આ મહાન સંતોએ આ લઘુસિંહનિષ્ક્રીડિત અને મહાસિંહનિષ્ક્રીડિત બંને તપ કર્યા. એમણે આટલે તપ કર્યો. તેમના પારણુ લૂખો-સૂકા આહારથી થતા હતા. છતાં તપમાં એવા લીન રહેતા હતા કે પારણું ભૂલી જતા હતા. જ્યારે તમે શું ભૂલે છે? ઉપવાસ કે પારાણું? એ સંતેએ આ તપ કરીને શરીર સૂકકે ભૂકકે કરી નાંખ્યું. હવે શું કરશે તે વાત અવસરે,
વ્યાખ્યાન ન. ૪૫ શ્રાવણ વદ ૯ ને બુધવાર
તા. ૧૮-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
વિશ્વવત્સલ, કરૂણાના સાગર એવા મહાવીર પ્રભુએ જગતના છ ઉપર મહાન અનુકંપા કરીને આગમરૂપી વાણી પ્રકાશી. ભગવાનની વાણી ભવ્ય જીવ ઉપર મહાન ઉપકાર કરનારી છે. જેમ ડોકટરની દવા શારીરિક રોગનું શમન કરનારી છે તેમ વીતરાગ પ્રભુની વાણીરૂપી દવા ભવરોગને નાશ કરનારી છે. આ વાણી ઉપર જે જીવ શ્રધ્ધા કરે તે મોક્ષના શાશ્વત સુખને મેળવી શકે છે. જિનેશ્વર દેવેએ જે વાણી પ્રરૂપી છે તે સત્ય અને નિઃશંક શાસ્ત્રકાર કહે છે. जे य अइया, जे य पडुपना, जे थ आगमिस्सा अरिहंता भगवंता ते सव्वे एव भाइवखन्ति, एवं भासन्ति, एवं पनवेति एवं परुति ।
આચારંગ સૂત્ર અ. ૪ ઉ. ૧. જે તીર્થકર ભગવંતે ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે ને ભવિષ્યમાં બીજા તીર્થકર થશે તેમાં જે વાત ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થકરોએ કહી તે વાત વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર ભગવંતે પ્રરૂપે છે અને ભવિષ્યમાં જે ભગવતે થશે તેઓ પણ એ જ વાત કહેશે. જે જે દ્રો અને જે જે ત જે રીતે ભગવંતે કહ્યા છે તે તે રીતે રહેલા છે. નવતત્વ દ્રવ્ય નય-નિપા જે જ્ઞાનીએ કહ્યા છે, તે અનંતકાળે પણ જ્ઞાની એ જ સ્વરૂપે કહેશે,