________________
ઓછામાં ઓછા દ્રવ્યથી ચલાવું. આ સાધુ ખાવા છતાં તપસ્વી છે. તમારું વજન વધી જાય છે ત્યારે તમે ડાકટર પાસે જાઓ છો. ડેકટર કહેશે વજન ઘટાડવા ડાયટીંગ કરી, લૂખા ખાખરા ને બાફેલું શાક ખાઓ, ગમે તેટલી ભૂખ લાગે તે પણ બે ઉપર ત્રીજે ખાખરે ખાવાને નહિ. બોલે, આ બધું કરો છો ને? આ સમયે સ્વાદ જીત, ભૂખ વેઠે, લૂખું ખાવ તે પણ આયંબીલ તપને લાભ મળશે ખરો? ના. હવે તમને સમજાય છે કે ભગવાને કે સુંદર માર્ગ બતાવ્યું છે! માટે નાના માટે જે બને તે તપ કરવામાં આવે તે શરીર ઉતરી જશે, ડાયટીંગ કરવાની જરૂર નહિ પડે ને કર્મની નિર્જરા થશે.
આ સાતે અણગારોએ આત્મલક્ષે ઉગ્ર તપ કર્યો, પછી તેમણે શું કર્યું?
"तए ण ते महब्बले पामोक्खा सत्त अणगारा महालयं सिंहनिक्कीलियं अहासुत्तं जाव आराहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छन्ति, उवागच्छित्ता थेरे भगवते वहति नमसंति, वंदित्ता नमंसित्ता बहूणि चउत्थ जाव विहरन्ति ।"
આ મહાબલ પ્રમુખ સાતે અણગાર સૂત્રમાં કહ્યા મુજબ વિધિપૂર્વક મહાસિંહનિષ્ક્રીડિત તપને આરાધીને જ્યાં સ્થવિર ભગવંત હતા ત્યાં આવ્યા. આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને એક ઉપવાસ, છઠ્ઠ, અમ વિગેરે તપશ્ચર્યા કરવા લાગ્યા.
દેવાનુપ્રિયે! જરા સાંભળો. આ સંતોએ કેવા ઉગ્ર તપ કર્યા! શરીરમાંથી લેહીને માંસ સૂકાઈ ગયા. શરીર સૂકકે ભૂકકે થઈ ગયું હતું. આ મહાન ઉગ્ર તપ પૂરું કર્યા પછી પણ છઠ્ઠ-અઠ્ઠમ વિગેરે તપશ્ચર્યા કરવા લાગ્યા. આપણે શું કહીએ છીએ ? ખબર છે ને ? મેં તે હમણાં મા ખમણ કર્યું, વષતપ કર્યો હવે તપશ્ચર્યા કરવી નથી. કારણ કે મેં પાંચ અઠ્ઠાઈ, ત્રણ સેળભથ્થા ને મા ખમણ બધું કરી લીધું છે. હું તમને પૂછું છું કે તમે આટલે તપ કર્યો તેના ગાણ ગાઓ છો, પણ અનંતકાળથી ભવમાં ભટકતાં જીવે કેટલા કર્મો બાંધ્યા તેની ખબર છે?
જેમ ઘાંચીની ઘાણી ઉપર બેસનાર માણસનું કપડું તેલથી ચીકણું થવાથી ખૂબ મેલું થયું હોય તેને ધૂળમાં રગદોળવામાં આવે તે પછી તે કપડું કેવું થઈ જાય! એની જાત કે ભાત દેખાય ? એને ગરમ પાણીમાં સાબુ કે સોડા નાંખીને બાફવામાં આવે ને પછી ધેકા પાડીને જોવામાં આવે ત્યારે માંડ ઉજળું થાય છે. એ ચીકણા ને મેલાં કપડાં કરતાં પણ આત્મા એ મલીન બની ગયું છે કે તેને પિતાના સ્વરૂપનું પણ ભાન નથી. હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? તે પણ ખબર નથી. આવા ગાઢ કર્મોના મેલ સાફ કરવા માટે આટલી તપશ્ચર્યા કરી તે ઘણું કહેવાય? જ્યાં