SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૪૧ રેડિયે, કીજ અને ટી. વી. કંઈ લેવા રહેશે ખરો? માતા-પિતા સૂતા રહી જાય, કુમળા ફૂલ જેવું બાળક પારણીયામાં ઝૂલતું રહે, પૈસા તિજોરીમાં પડ્યા રહે, ટી. વી, કીજ, રેડિયે બધું દિવાનખાનામાં રહી જાય તેને લેવા જતાં નથી. માત્ર પિતાનું શરીર સાથે લઈને દોડે છે. કારણ કે શરીર ખૂબ વહાલું છે. તેના પ્રત્યે ઘણે મેહ અને મમતા છે. જ્યારે તપશ્ચર્યા કરવાની વાત આવે ત્યારે દેહ સામે દષ્ટિ કરો છે ને વિચારો છે કે મારે તપશ્ચર્યા કરવી નથી. તપશ્ચર્યા કરું તે શરીર દુબળું થઈ જાય. સામાયિક કરવાનું કહેવામાં આવે તે કહે છે કે મારી કમર દુખવા આવે છે. બેલે, શરીર તમને કેટલું વહાલું છે ! આ કાયા જ્યારે કે ત્યારે ફટકો લગાડનાર છે. અરે ! છેતરપિંડી કરનાર છે. એ સમય આવ્યે તમારું કહ્યું નહિ કરે. છતાં એને કેટલા લાડ લડાવે છે ! શિયાળે ઉન ઓઢાડું, ઉનાળે બાગ સુંઘાડું, મીઠાઈ ખૂબ ખવડાવું પલંગે રેજ પિતા, અંકશની જરૂર છે ત્યાં લાડ હું લડાવું છું- આ દેહની પૂજામાં દિનરાત વીતાવું છું, કિંમતી સમય જીવનને હું રાખમાં મિલાવું છું. આ દેહની... શિયાળામાં ગરમ કપડાં પહેરાવે છે, ઉનાળામાં મલમલનાં મૂલાયમ કપડાં પહેરાવી બગીચામાં ફરવા જવાનું અને માલમલીદા ખવડાવીને ડોપલે ગાદલામાં છત્ર પલંગે પિઢાડે છે. એને કેટલા લાડ કરાવે છે ! લાડકવાયે દીકરો એના બાપને કહે કે બાપામારે આ જોઈએ છે. તે પિતા તરત લાવી આપે. તેમ આ દેહ કહે કે મારે આ જોઈએ છે તે એને તરત લાવી દેવાનું. આને તમે ગમે તેટલા લાડ લડાવશે પણ અંતે તો તે અનિત્ય છે. અહીંનુ અહી રહેવાનું છે. આત્માની સાથે એક કદમ પણ ચાલવાનું નથી. આટલા માટે જ્ઞાની પુરુષે દેહની અનિત્યતા સમજાવીને દેહને મેહ છોડવાનું કહે છે. દેહની પાછળ અમૂલ્ય સમયને વ્યય ન કરતાં આત્મા માટે પુરૂષાર્થ કરો. આ જગતમાં જેટલા મહાનપુરૂ થઈ ગયા. તેમણે આત્મસાધના કરતી વખતે દેહની દરકાર કરી નથી. - ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં નમિરાજર્ષિને અધિકાર છે. એ મીરાજર્ષિ સંયમ લેવા માટે નીકળ્યા તે વખતે ઈદ્ર મહારાજાએ બ્રાહ્મણના રૂપમાં આવીને ઘણું કહ્યું કે હે રાજન ! તું તારા સંસારના અધૂરા કાર્યો પૂરા કરીને દીક્ષા લે. આ તારી મિથિલા નગરી બળે છે, તારું અંતેઉર રહે છે તેના સામું તે જે. આ બધું કહેતાં એક વાત કરી કે. पागारं कारइत्ताणं, गोपुरट्टालगाणि य। - ૩૦ થીગો, તો અતિ વરિયા | ઉત્તસૂ. અ. ૮ ગાથા ૧૮
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy