________________
'૪૨
શારદા શિખર હે ક્ષત્રિય! કિલા, દરવાજા, મરચું, ખાઈ શતદની, તે પ વિગેરે કરાવીને પછી તું દીક્ષા લે. જેથી તારા રાજ્ય ઉપર દુમન રાજા ચઢી આવવાનો ભય ન રહે. આ સમયે જેને આત્માની લગની લાગી છે, જેના મુખ ઉપર વૈરાગ્યની જાત ઝળહળે છે તેવા નમિરાજર્ષિએ કહ્યું કે
सधं नगरं किच्चा तवसंवर मग्गलं । હવત્ત નિકvr gi, fીંગુ ફુણવંય | ઉત્ત. સૂ. અ. ૯ ગાથા ૨૦
મેં તે શ્રધ્ધા રૂપી સુંદર નગરી વસાવી છે ને તેને ક્ષમા રૂપી મજબૂત કિલ્લે બાંધી દીધું છે. એક જમાનો એવો હતો કે અગાઉના રાજાઓ પોતાના નગર ઉપર દુશમન રાજા ચઢી આવે તો જે કિલ્લે ચણેલે હોય તે અંદર પેસી શકે નહિ એટલે પિતાના નગરનું રક્ષણ કરવા માટે રાજાઓ ક્રોડ રૂપિયા ખર્ચીને મજબૂત કિલે ચણાવતાં હતાં. આજે એ વાયરો વાગે છે કે એ મજબૂત કિલ્લાને તેડી નાખે છે. કિલ્લા વિનાની નગરીમાં વસતા માનવીઓ આજે ધર્મના કિલ્લાને પણ તોડી રહ્યા છે. જૈનકુળમાં જન્મેલાને જે ચીજે ક૫તી નથી તેને ઉપયોગ કરે છે. જે પાપના વહેપાર કરવાં કલ્પતા નથી તે વહેપાર કરે, કંદમૂળ ખાય, રાત્રીજન કરે, ઈંડા ખાય આ જૈન ધર્મના નિયમ રૂપી કિલ્લાની બહાર છે. જે આવું આચરણ કરે તેણે કિલે તો કહેવાય ને? જે આત્મસાધના કરવી હોય ને કર્મશત્રુને પાછા હઠાવવા હોય તો ધર્મને કિલ્લાને તોડશે નહિ.
નમિરાજર્ષિએ કહ્યું કે મેં શ્રધ્ધારૂપી નગરને ક્ષમા રૂપી મજબૂત કેટ બનાવી દીધો છે, તપ અને સંવર રૂપી અર્ગલા વડે દરવાજા બંધ કર્યા છે અને તેમાં ત્રણ ગુપ્તિ રૂપી મજબૂત શસ્ત્ર-તપ વડે દુર્જય એવા કર્મશત્રુઓથી મારા આત્માનું રક્ષણ કરું છું. બંધુઓ ! તમને કર્મો દુશમનની જેમ ખટકે છે ખરા ? ખટકે તે તેને કાઢવાનું મન થાય ને ? જેને મોક્ષમાં જવાની લગની લાગે તેને કર્મશત્રુ ખટકે. અને બંધનથી મુક્ત થવાની લગની લાગે કે હે પ્રભુ ! કયારે આ બંધનથી મુક્ત થાઉં ! તો કર્મશત્રુને હઠાવી બંધનમાંથી મુક્તિ મેળવી શકે પણ તમને તો જેટલે સંસારને ખટકારે છે એટલે આત્માને નથી. વહેપારમાં કરે રૂપિયા કમાવાનો ખટકારો થાય તો ભૂખ અને ઉંઘ ભાગી જાય છે. એક બાળકને સ્કુલમાં સારા માટે પાસ થવાને ખટકારો થાય તો તે રમતગમત ભૂલી જાય છે. તેમ વૈરાગી આત્માને એમ થાય કે હું ક્યારે મારા આત્માને કર્મબંધનથી છોડાવીને મુક્તિપુરીમાં મહાલીશ. આ ખટકારો થાય તો તેને સંસાર અને સંસારની વાતો ઝેરના કટોરા જેવી લાગે. સંસારમાં રહે પણ એને આત્માની રૂચી હોય. એને એક જ લગની હોય કે જ્યારે છૂટું? તે શું કરે?