________________
ચારદા શિખર
કરત
ખૂબ થાય છે. પણ હૈયામાં હામ છે કે ત્રણ ખંડની બહાર તા કાણુ લઇ જાય ? ત્રણ ખંડમાં ગમે ત્યાંથી પુત્રના પત્તો મળી જશે. સારી દ્વારકા નગરીમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે. ત્યારે સત્યભામાને આ વાતની ખબર પડતાં તેને ખૂખ આનંદ થયેા. ભામા રાની સુન નાચવા લાગી રે, વાંછિત લપાઈ મે' કિરતાર રે, અબ તા સૌકણુ સિર મુંડાવસ્તુ' રે, પરણેગા મેરા ભાનુકુમાર રે....શ્રોતા
રૂક્ષ્મણીના જાયા પ્રદ્યુમ્નકુમારનું કોઈ અપહરણ કરી ગયું છે, સારી દ્વારકા નગરીમાં તપાસ કરાવી પણ કુમારને પત્તો નથી. આગળ સુભટ તપાસ કરવા માટે ગયા છે. આ વાતની સત્યભામાને જાણ થતાં પોતે પ્રસૂતિના સમયમાં હોવા છતાં ઉઠીને કૂદવા ને નાચવા લાગી. તેને ખૂબ આનંદ થયેા ને ખેાલવા લાગી કે તેણે કૃષ્ણની સાથે મને વિચાગ પડાવ્યે તેથી તેને છ દિવસમાં તેના પુત્રને વિયેાગ પડયા જે જેવું કરે છે તેવું તેને ફળ મળે છે. આખી દ્વારકા નગરી પ્રદ્યુમ્નકુમારના ગુમ થવાથી શે!કમય ખની છે ત્યારે સત્યભામા એકલી આનંદના સાગરમાં સ્નાન કરી રહી છે. જુઓ, શેકચેાનાં વૈર કેવા ડાય છે! રૂક્ષ્મણી કેટલી સરળ અને પવિત્ર છે ! તેને સત્યભામા પ્રત્યે સ્હેજ પણ ઈર્ષ્યા કે દ્વેષ નથી. જ્યારે સત્યભામાને તેના ઉપર કેટલા દ્વેષ છે!
રૂક્ષ્મણીએ પ્રદ્યુમ્નકુમારને જન્મ આપ્યા પછી સત્યભામાએ પણ પુત્રને જન્મ આપ્યા હતા ને તેના પુત્રનું નામ ભાનુકુમાર પાડયું હતું. એટલે તે હરખાવા લાગી કે હૈ પ્રભુ ! તેં મારી આશા પૂર્ણ કરી. એના પુત્ર ગુમ થયેા છે. હવે કયાંથી જડવાને છે ! કાઈ એ મારી નાંખ્યા હશે ! હવે મારો ભાનુકુમાર પહેલે પરણશે. એટલે હું એનું માથું મુંડાવીને એના વાળ મારા પગ નીચે ખૂંદીશ. આ રીતે સત્યભામા હરખાઈ રહી છે. રૂક્ષ્મણીના પુત્ર ગુમ થવાથી સારી દ્વારકા નગરીમાં શાક છવાયા હતા એટલે સત્યભામાના પુત્રના જન્મોત્સવ ઉજવાયા નહિ તેથી તેને ખૂબ દુઃખ થયું. પણ શું થાય ? જ્યાં કૃષ્ણ પાતે જ ગમગીન હાય ત્યાં તેના પુત્રના જન્માત્સવ
ક્યાંથી ઉજવાય ?
કૃષ્ણે માલેલા સુભટો ભરત ક્ષેત્રના ત્રણે ખંડમાં નગરે નગર ચૌટા અને ચારા, બજારો, પવતા, ખીણા, જંગલ, નદી, નાળાં વગેરે બધા સ્થળામાં પ્રદ્યુમ્નકુમારની તપાસ કરીને ભાંગ્યા પગે પાછા ફર્યા ને કૃષ્ણ વાસુદેવને કહ્યું. અમે ખૂબ તપાસ કરી પણ ત્રણે ખંડમાં કયાંય કુંવર જડતાં નથી. અત્યાર સુધી કૃષ્ણને હિંમત હતી. હવે તે પણ ઢીલા થઈ ગયા. હું ત્રણ ખંડને સ્વામી અને મારા પુત્રને આટલેા ચાકી પહેરા હેાવા છતાં કાણું લઈ જાય ! એ વિચારે કૃષ્ણ ઉદાસ મનીને ચિંતામાં બેઠા છે. રાજપરિવાર તેમજ સારી દ્વારકા નગરીમાં શાકમય વાતાવરણ છવાયુ છે. ફકત એક સત્યભામાને આનંદ છે. હવે કૃષ્ણની ચિંતા દૂર કરવા માટે કેણુ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.