________________
૪૨૮
શારા વિખર ચરિત્ર . રૂક્ષમણ પુત્ર વિરહના દુઃખથી ખૂબ ઝૂરે છે ને રડે છે. દાસીઓ દેડતી જઈને કૃષ્ણવાસુદેવને ખબર આપે છે.
રૂક્ષ્મણીને ઝૂરાપ અને કૃષ્ણવાસુદેવનું આગમન : આ વાતની જાણ થતાં કૃષ્ણ વાસુદેવ દેડતાં રૂકમણીના મહેલે આવ્યા. રૂક્ષમણી કહે છે સ્વામીનાથ? તમે ત્રણ ખંડના સ્વામી, તમારા રાજ્યમાં હું લૂંટાઈ ગઈ. અરેરે... હું હવે કેવી રીતે જીવી શકું? તમે બેઠાં તમારા બાલુડાનું અપહરણ થાય ! એ કેવું દુઃખજનક છે ! મારા લાડકવાયા વિના હવે હું એક ક્ષણ જીવી શકું તેમ નથી. આ પ્રમાણે કહીને રૂકમણી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. તેનું રૂદન જોયું જતું નથી. ભલભલા પથ્થર જેવા કઠોર હૃદયના માનવી પણ પીગળી જાય તેવું રૂકમણીનું રૂદન હતું. - રૂકમણી કહે છે સ્વામીનાથ શીશુપાલ જેવા પ્રતાપી રાજાને આપ જીતી શક્યા તે શું મારા પુત્રને નથી લાવી શકતા ? મારા પુત્રને ખાતર આપ આપનું પરાક્રમ શા માટે બતાવતા નથી? જલ્દી તપાસ કરાવો. વધુ શું કર્યું. જે પ્રસન્નચિત્ત આપની ભક્તિ કરે છે, આપના નામનો જાપ કરે છે તેને પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે મેં તો મન-વચન અને કાયાથી-રાત દિવસ મારું મન આપનામાં એક્તાર કરેલ છે તો મને મારા પુત્રને વિગ શા માટે થયો? આમ બોલતી રૂકમણી કહે છે કે મારી દાસીએ ! મારા પુત્રને સત્યભામાં અગર જાંબુવતીની દાસીઓ મારી બહેનોને રમાડવા માટે કદાચ લઈ ગઈ હોય તે તપાસ કરો. તેમને કહે કે મને એક વાર મારા પુત્રનું મુખ જોઈ લેવા દે. પછી તેમને જેટલી વાર રમાડ હોય તેટલી વાર રમાડે. દાસીએ તપાસ કરીને કહ્યું કે ત્યાં તે કુંવરને કેઈ લઈ ગયું નથી. એટલે પાછી રૂક્ષમણી કરૂણ સ્વરે રડવા લાગી. આ સમયે કૃષ્ણ વાસુદેવે રૂક્ષ્મણીને ધીરજ આપતા કહ્યું કેરૂક્ષ્મણીકે ધીરજ દી યદુરામને રે, દેવી તુ મત કર હાય કલાપ રે, શોધન કરશું સૌ સારા દેશમેં રે, મેગા પ્યારી તુઝ સંતાપ રેશ્રોતા
હે રૂકમણી! તું રડીશ નહિ. ગૂરીશ નહિ. હું ત્રણ ખંડને સ્વામી છું. હમણાં જ ત્રણ ખંડમાં મારા સૈનિકો મોકલીને તારા પુત્રની તપાસ કરાવું છું. તું શાંત થા. એમ કહીને કૃષ્ણ પિતાના સુભટને બોલાવીને આજ્ઞા કરી કે તમે બધા જાઓ ને પહાડ-વન બધું તપાસ કરો. કેઈ ચોર-ડા પ્રદ્યુમ્નકુમારને લઈને ભાગી છૂટ તે નથી ને? તેની પૂરી તપાસ કરજો. જેમ બને તેમ જલ્દી તપાસ કરીને પાછા આવજે. આ પ્રમાણે કહીને પોતાના ખાસ સુભટને પ્રદ્યુમ્નકુમારની શેધ માટે મેકલ્યા.
આ તરફ સારી દ્વારકા નગરીમાં હાહાકાર મચી ગયે. કૃષ્ણના દાસ-દાસીઓ નોકર ચાકર આદિ સારે પરિવાર બધા ઉદાસ બની ગયા છે. કૃષ્ણને પણ ચિંતા