________________
४२७
શારદા શિખર તપ આરંભ કરીને તેના પહેલાં વચ્ચે અઢાર ભક્ત થઈ જાય છે. આ ચતુર્થ, પઠ અષ્ટમ વિગેરે એક એક ઉપવાસની વૃધ્ધિથી એક ઉપવાસ, બે ઉપવાસ, અને ત્રણ ઉપવાસ વિગેરેના હોય છે.
આમાં ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ, અને ડશ ભક્ત આ
બધા અનુક્રમે ચાર, ચાર, ત્રણ, ત્રણ, થઈ જાય છે. તેમજ વિંશતિતમ એટલે નવ ઉપવાસ બે વાર હોય છે. તપસ્યાના દિવસે ૧૫૪ અને પારણનાં દિવસ ૩૩ આમ બંનેના થઈને પ્રથમ પરિપાટીમાં ૧૮૭ દિવસે થાય છે. પારણાનાં દિવસે વિગય સહિત આહાર કરવામાં આવે છે. આ પ્રમાણે લઘુસિંહનિષ્ઠીડિત તપની પ્રથમ પરિપાટીની સૂત્રમાં કહેલ વિધિ મુજબ છ માસ અને સાત દિવસ રાત સુધી આરાધના કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રથમ પરિપાટી મુજબ ક્ષુદ્રસિંહનિષ્ક્રીડિત તપની આરાધના પૂરી થાય ત્યારે બીજી પરિપાટીમાં ચતુર્થ ભકતની તપશ્ચર્યા કરનારા વિગય રહિત આહારના પારણાં કરે છે. આ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ હોય છે. તેના પારણાં વિગય વગરનાં પણ લુખા અન્નથી કરવામાં આવે છે. આ પ્રમાણે જેથી પરિપાટી પણ હોય છે. પણ તેનાં પારણાં ભાત વિગેરેના ઓસામણમાં એટલે કે અચિત્ત પાણીમાં પલાળેલાં લૂખા અન્ન એટલે કે આયંબીલના હોય છે. ધન્ય છે આવા મહાન તપસ્વી સંતોને કે આવા ઉગ્ર તપ કર્યો !
આપણે ત્યાં તપની ભેરી વાગે છે. યુદ્ધની ભેરી વાગે ત્યારે શૂરા ક્ષત્રિયે છલાંગ મારીને રણે ચઢે છે તેમ જ્યાં કર્મશત્રુને જીતવા માટે તપના રણશીંગુ ફૂંકાતા હેય ત્યારે મહાવીર પ્રભુના શૂરવીર શ્રાવકે બેસી ન રહે. એ તો છલાંગ મારીને તપ કરવા ઉભા થઈ જાય. કેમ, ઉભા થવું છે ને ?
રાજપાટનો ત્યાગ કરી સાતે આત્માઓ બધું છોડીને નીકળી ગયા. હું તે તમને ફક્ત બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાનું કહું છું. જે જિંદગીના છેડા સુધી વિષયને નહિ છોડો તે તમારું શું થશે ? બ્રહ્મદત્ત ચક્રવતિને ચિત્તમુનિએ વિષયભેગ છેડવા માટે ઘણું સમજાવ્યું. દીક્ષા ન લઈ શકે તે તું સંસારમાં રહીને પણ તારા આત્માના ઉદ્ધાર માટે ધર્મના શુભ અનુષ્કાને કરી લે. પણ બ્રહ્મદત્ત માન્ય નહિ. અંતે મરીને સાતમી નરકે ગયે. ત્યાં કુરૂમતી. કુરૂમતી કહીને પિકાર કરે છે પણ કેઈ તેને દુઃખથી છોડાવવા જતું નથી. કેઈ તેનો પોકાર સાંભળતું નથી આના ઉપરથી સમજે કે કર્મો તે જીવને પિતાને ભેગવવા પડે છે. આ ધર્મ મહાન પુદયે મળે છે. તેની આરાધના કરીને શાશ્વત સુખ પામી લે, મહાબલ આદિ સાત અણગારેને તલસાટ ઉપડ્યો છે કે કર્મરાજાની કેદમાંથી જલદી છૂટકારો થાય ને મોક્ષ મેળવી લઈએ. આ માટે ઉગ્ર તપની સાધના કરે છે. વધુ ભાવ અવસરે,