________________
વારા બિર વાત્સલ્ય પ્રગટે છે કે લેહીના આ ફીટીને દૂધ બની જાય છે. ને માતા પિતાના સંતાનને દૂધ પાન કરાવે છે. માતાના દેહમાં દૂધના ડબ્દ નથી ભર્યા પણ બાળક જન્મતાની સાથે દૂધ બની જાય છે તે માતાના વાત્સલ્યને પ્રભાવ છે.
અહીં રૂમણું કહે છે તે મારા લાડકવાયા ! મારા નાનુડા ! તું કઈ દિશામાં ગયો છું ! તારા વિના તારી માતા ઝૂરે છે. તારા વિના મારી આંતરડી તૂટી ગઈ છે. હે મારા આંખના તારા ! તું જે દિશામાં ગયો હોય ત્યાંથી જલદી આવી જા, બેટા! જેમ આંધળા માણસને લાકડીનો સહારે હોય છે તેમ તું મારા જીવનને આધાર છે. હે મારા યાદવકુળના શણગાર ! જેમ પાણી વિના માછલી તરફડીને મરી જાય છે તેમ તું નહિ આવે તે સારી માતા તારા વિયેગમાં તરફડીને મરી જશે. માટે તું વહેલે આવીને તારી માતાને તારા મુખના દર્શન કરાવ. બેટા! તુમ વિન ધન કંચન દુલ હૈ, વસ્ત્રાભૂષણ સબ આગ સમાન, ભેજન ભી ઉગ્ર હલાહલ સરિખ, મુઝસે તે પક્ષણ હૈ પુણ્યવાન હ-શ્રોતા
- દીકરા ! તારા વિના આ સોનું, હીરા, માણેક બધું મને ધૂળને કાંકરા જેવું લાગે છે. આ સુંદર વસ્ત્ર અને કિંમતી દાગીના અને આગ જેવા લાગે છે. ખાવું પીવું બધું ઝેર જેવું લાગે છે. આ ભવ્ય મહેલ શ્મશાન જેવો શૂન્ય દેખાય છે. મારા કરતાં તો ચકલી પણ મને સુખી દેખાય છે કે તે તેના બચ્ચાને ચારો લાવીને ખવડાવે છે. એના બચ્ચાને રમાડે છે. એ કેવી ભાગ્યવાન છે કે એના બચ્ચાંને પ્યાર કરે છે. એ કેવી પુણ્યવાન છે. હું તો એ ચકલી કરતાં પણ દુઃખીયારી છું. મેં પૂર્વભવમાં પાપ કરતાં પાછું વાળીને જોયું નથી.
હે આત્મા ! તે પૂર્વભવમાં પશુ-પક્ષીને તેના બચ્ચાંથી વિખૂટ પડાવ્યા હશે, આજે ઘણું લેકે પોપટચકલી આદિ પક્ષીઓને પકડી લાવીને પિંજરામાં પૂરી રાખે છે. તેને રમાડવામાં આનંદ માને છે. એને આનંદ થાય પણ એ બચ્ચું એના મા-બાપથી વિખૂટું પડે છે ત્યારે ઝરે છે ને એના મા-બાપ પણ બચ્ચાના વિયોગમાં જૂરે છે. રૂકમણું કહે છે કે મેં પશુ-પક્ષીના બચ્ચાં રમાડવોને શેખથી એને મા-બાપથી વિખૂટા પાડ્યા હશે, મેં ઇંડા ફેડ્યા હશે, કઈ ભવમાં નિર્દય શિકારી બનીને પાણીના ભરેલા સરોવર શેષાવીને માછલાં માર્યા હશે, કોઈનું ધન ચેરી લીધું હશે, કુલ્હા બનીને ગર્ભ ગળાવ્યા હશે, લીલાછમ વને મેં આગ લગાડીને બાળી મૂક્યા હશે, રાત્રીજન કર્યા હશે, અજ્ઞાનપણે માંસ મદિરા વાપર્યા હશે, કેઈન ઉપર બેટી આળ ચઢાવી હશે, મેં પૂર્વભવમાં આવા મહાન પાપનું સેવન કર્યું હશે, સાસુ-વહુ પ્રેમથી રહેતા હશે તેમનો પ્રેમ જોઈને મારા દિલમાં ઈર્ષાની આગ લાગી હશે, તે મારાથી સહન નહિ થયું હોય જેથી મેં સાચા-જૂઠા કરી
f