SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ “જારો પાર આજે તે અમને પેંડા ખવડાવે. છેકરોએ હઠે ચઢયા. દાદાનું ધોતીયું પકડીને કહેવા લાગ્યા કે પેંડા લાવી આપે. દાદાએ જાણ્યું કે આજે છે:કરાઓ નહિ છોડે. તેથી દાદા હાથમાં રાણીગરો રૂપિયે લઈને કંદોઈની દુકાને પેંડા લેવા ગયા. દરેક દુકાને પડા ચાખે છે તે બધે પેંડા ચાખે પણ લે નહિ. તે ખાલી હાથે ઘેર આવ્યા. દીકરાઓ કહે છે દાદા ! પેંડા લાવ્યા? દાદા કહે બેટા! લેવા ગયે પણ રૂપિયે રડવા લાગે. (હસાહસ) છે. કર કહે છે દાદા ! રૂપિયે કેવી રીતે રડે? રૂપિયાને મૂઠીમાં રાખ્યો હતે. હથેળીમાં પરસેવે વળવાથી રૂપિયે ભીનો થયો હતો. તે બતાવીને દાદાએ કહ્યું-જુઓ, બેટા ! રૂપિ રડે છે. તમારે ત્યાં રૂપિયે રડે છે ખરો? કંજુસી માણસ એક રૂપિયો બચાવવા માટે કેટલું કરે છે? લેભી માણસને ધન મળે છતાં તેની તૃષ્ણ એ.છી થતી નથી. પરંતુ જ્ઞાની કહે છે કે તમારો પૈસો તમને છોડીને ચાલ્યા જશે અથવા આયુષ્ય પૂરું થયે તમારે એને છોડીને જવું પડશે. માટે જે સાચી આઝાદી જોઈતી હોય તે સંસારની મમતા છેડી બને તેટલા સંયમમાં આવે. આત્માની આઝાદી અપાવવા માટે પર્યુષણ પર્વ આવી રહ્યા છે. આજે પંદરનું ધરે છે. આવતા રવિવારથી પર્યુષણ પર્વની શરૂઆત થશે. તપના માંડવડા પાઈ ગયા છે. તપ કેને કહેવાય ? લાયત ગષ્ટ વારં વાર્ન તપ જે આઠ પ્રકારના કને તપાવે છે તેનું નામ તપ છે. તપ દ્વારા આત્મા ઉપર રહેલાં કર્મો ખરી જાય છે ને આત્મા તેજસ્વી બને છે. આજે આપણે ત્યાં બા. બ્ર. ચંદનબાઈ મ. તથા બા. બ્ર. હર્ષિદાબાઈ મ. ને ૧૩ મે ઉપવાસ છે. બહેન સોનલને ૩૧ પૂરા ડ્યા બાકીના દશ બહેનોને આજે સોળમે છે. તપ મહોત્સવ ગાજી રહ્યો છે. અકબર જેવા બાદશાહ ધર્મ પામ્યા હોય તે ચંપાબહેનના છમાસી તપનો પ્રભાવ છે. આપ બધા વ્રત-નિયમ, તપ-ત્યાગ રૂપી પુષ્પની સૌરભ લઈને આત્માને પવિત્ર બને. વધુ ભાવ અવસરે. હવે બ્રહ્મચર્ય વ્રત લેનારને પ્રત્યાખ્યાન કરાવું છું. ચરિત્રઃ કર્મની વિટંબણા કેવી ભંયકર છે! કર્મ કોઈને છેડતા નથી. એ વાત પૂરવાર કરતું પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર આપણે ત્યાં ચાલે છે. પણ સાત દિવસથી ચરિત્ર મૂકાઈ ગયું છે. તે વાત આજે યાદ કરીએ. પ્રદ્યુમ્નકુમાર કૃષ્ણ વાસુદેવનો પ્રાણપ્રિય પુત્ર છે. તેનો જન્મ થયા પછી છઠ્ઠી રાત્રે તેને કોઈ દેવ ઉપાડી ગયેલ છે. રમણ જાગૃત થતાં પિતાના પુત્રને ન જેવાથી કાળા પાણીએ રડે છે, મૂરે છે ને માથા પટકે છે. અરેરે.મારા લાડીલા! તેં મારા પેટે જન્મ લઈને મને રાજી કરીને પાછી રડાવીને તું કયાં ગયો છે? માતાના હૃદયમાં પુત્ર પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે! બાળક સહેજ માંદુ પડે તે માતા કેટલા વાના કરે છે ? પુત્રને જન્મ થાય છે ત્યારે માતાના દિલમાં એવું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy