SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ શારા વિખર ૪૧૭, ઉડાવી હતી. ભારતના યુવાનોએ પાછળનો વિચાર કર્યા વિના પિતાના લેહી રહી દીધા. હું લડાઈમાં મરી જઈશ તે પછી મારા છોકરા અને પત્નીનું શું થશે ? એ કેઈ વિચાર કર્યો નહિ. ત્રણ મહિના-છ મહિનાના પરણેતરવાળા અને માતાના એકના એક લાડીલા મરણીયા થઈને અંગ્રેજની સામે ઝઝૂમ્યા. મહાત્મા ગાંધીજીએ પણ કેટલી વખત જેલ વેઠી ? તેમનો એક દયેય હતું કે અંગ્રેજોને હટાવી બંધનથી મુક્ત થઈ આઝાદી મેળવીએ. અંતે પિતાનું ધ્યેય સિદ્ધ કર્યું ને અંગ્રેજને હઠાવી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આ સ્વતંત્રતા એક જીવન પૂરતી છે. બંધુઓ ! ભારતે અંગ્રેજોની ૨૦૦ થી ૨૫૦ વર્ષો ગુલામી વેઠી. આ અંગ્રેજોની ગુલામી ખટકી તે ગુલામીમાંથી મુક્ત બનવા અને અંગ્રેજનું સામ્રાજ્ય ઉઠાવી ભારતનું સામ્રાજ્ય જમાવવા ભારતવાસીઓને કેટલે પુરૂષાર્થ કરવો પડે? કેટલા યુવાનોના બલીદાન આપવા પડ્યા. કેટલા કષ્ટ સહન કરવા પડ્યા ! તે આપણા આત્મારૂપી ભારત સરકાર ઉપર આઠ કર્મ રૂપી અંગ્રેજ સરકારે અનંતકાળથી કેટલું વર્ચસ્વ જમાવ્યું છે ! આઠ કર્મરૂપી અંગ્રેજો આત્માને ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે. તેને હઠાવીને આત્મારૂપી ભારતનું સામ્રાજ્ય જમાવવાનું મન થાય છે ? જેને આ ગુલામી ખટકે છે તેવા આત્માઓએ કર્મની ગુલામીમાંથી મુક્ત થવા માટે સંસાર છોડીને સંયમ લીધે છે. " જ્ઞાતાજી સૂત્રમાં થાવકુમાર રાજસાહ્યબી જેવા સુખમાં વસતા હતા. બત્રીશબત્રીશ તે દેવીઓ જેવી પનીઓ હતી. તેમને એકવાર નેમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. ઘેર આવીને માતાને કહ્યું- હે માતા! હવે મારે આ કર્મરૂપી શત્રની ગુલામી નીચે દબાઈને રહેવું નથી. મારે આત્માને સ્વતંત્ર બનાવવા માટે એમનાથ પ્રભુના શરણે જવું છે અને તેમને સાચે સૈનિક બની કર્મ સંગ્રામમાં ઝઝૂમી કર્મશત્રુને હઠાવી મોક્ષનું અવ્યાબાધ સુખ મેળવવા માટે દીક્ષા લેવી છે. માટે મને આજ્ઞા આપે. માતાને એક લાડકવા પુત્ર હતો પણ તેના વૈરાગ્ય આગળ કેઈનું ચાલ્યું નહિ. તે રીતે મહાબલ આદિ સાતે અણગારને કર્મની પરતંત્રતા ખટકી. એટલે સંયમ લઈને ઉત્કૃષ્ટ આરાધના કરવા માંડી. | દેવાનુપ્રિ ! સંસાર છોડીને સાધુપણું લેવું તે કંઈ સહેલી વાત નથી. જ્યારે અંતરપૂર્વકની રૂચી ઉપડે ત્યારે લેવાય છે. દીક્ષા લેવા માટે સંસાર પ્રત્યેનો રાગભાવ છેડે પડે છે. જેઓ તપ કરે છે તેમને દેહનો રાગ છેડે પડે છે. અને દાન આપવામાં પરિગ્રહની મમતા છોડવી પડે છે. ત્યાં લેભ કામ ના લાગે...એક શેઠ ખૂબ ભી. કેઈ દિવસ ઘરના છોકરાને મીઠાઈ ખવડાવે નહિ. એક દિવસ તેના દીકરાને દીકરે કહે છે કે દાદાજી! આજે તે પંદરમી ઓગષ્ટનો સ્વતંત્રદિન છે. ૫૩
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy