SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શારદા શિખર હાથમાં એક માટલું આવ્યું. તેમાં દળેલુ મીઠું હતું. પણ સાકર માનીને માંમાં નાંખ્યુ એટલે મીઠું છે તે ખબર પડી. ત્યાં ઘરના માલિક જાગી ગયા ને ચારને પકડી લીધા. ને મારવા લાગ્યા. ત્યારે ચોરે કહ્યું ભાઈ! હું ચોર છું. ને ચારી કરવા આભ્યા છું પણ એક પાઈની ચોરી કરી નથી. અને આ ઘરમાં ચોરી કરવાના પણ નથી. માલિક કહે કે કેમ મનાય ? ચોર કહે મેં તારા ઘરનું મીઠું ખાધુ' છે. મારેશ નિયમ છે કે જેના ઘરનું કણી લૂણ ખાઉં તેને ઘેર ચોરી કરુ` નહિ. વિચાર કરો. ચોરમાં પણ કેટલી ઈમાનદારી હતી! આજે તો ચોર અને શાહુકાર બધા સરખાં થઈ રહ્યા છે. આ દૃષ્ટાંતનો સાર એટલે છે કે તમે માનવજીવનને પવિત્ર બનાવે. જીવનમાં ધર્મનું સ્થાપન કરો. જો જીવનમાં ધમ નહિ હોય તો તમારુ જીવન અપવિત્ર ખની જશે. ધમથી જીવન સુખી અને સમૃધ્ધ બને છે. એટલુ જરૂર યાદ રાખજો કે આત્મિક સમૃધ્ધિ આગળ ભૌતિક સમૃધ્ધિ તુચ્છ છે. ધમ થી આત્મિક સમૃધ્ધિ મળે છે. એ સમૃધ્ધિ જીવને આ ભવ, પરભવ અને ભવાભવમાં સહાય આપે છે. ભૌતિક સમૃધ્ધિ તો મરણ પછી અહીં રહી જવાની છે. એ સમ્રાધ્ધ મેળવવા માટે જીવ કેટલા પાપ કરે છે! પરિણામે તે દુઃખ ભોગવે છે. માટે આત્મિક સમૃધ્ધિધર્મોથી મેળવી લેા કે તેના ફળ સ્વરૂપે જીવને શાશ્વત સુખ મળે, “સિધ્ધિમા મુસ્લિમા છે સકલ ક`થી રહિત એવા સિધ્ધ-બુધ્ધ અને મુક્ત બનવા માટે ધમ કરવાનો છે. દેવગતિમાંથી સીધા માક્ષે જઈ શકાતું નથી. માનવભવમાંથી મેાક્ષમાં જઈ શકાય છે. નરમાંથી નારાયણુ ખની શકાય છે. માનવભવ આવેા શ્રેષ્ઠ હાવા છતાં પેલા પશુઆએ કહ્યું કે અમારી સાથે માનવની સરખામણી ન કરશો. અમે માનવથી શ્રેષ્ઠ છીએ. વિચાર તો કરે. જેનામાં ધર્મ નથી તેના માટે પશુએ કેવું કહ્યું. આ તો આપને સમજાવવા માટે એક રૂપક આપ્યુ છે. ગુણહીન મનુષ્યાની જગતમાં કિંમત નથી. આજનો દિવસ મંગલમય છે. આજે પદરમી ઓગષ્ટ એટલે તમારા સ્વતંત્ર દિન છે. ખીજું ધર્મની દૃષ્ટિએ પંદરનુ ધર છે. પંદરમી ઓગષ્ટના સ્વાતંત્ર્યદિન તમને શુ સૂચન કરે છે ? આજે નાના ખાળકા કાઈ કાગળના તો કાઈ કાપડના ત્રિરંગી રાષ્ટ્રધ્વજ લઈને આમથી તેમ ફરતાં દેખાય છે. તે મનમાં હરખાય છે કે આજે આઝાદીનો દિન છે. નાના બાળકને ખબર પણ નહિ હોય કે કેની ગુલામીમાંથી આઝાદી મેળવી? પણ તમે તો જાણેા છે ને? બ્રિટીશ સરકારની ગુલામીમાંથી ભારતે આજના દિને સ્વતંત્રતા મેળવી છે. તેની ખુશાલીમાં ભારતવાસીએ દર વર્ષે પંદરમી ઓગષ્ટના દિને ઉજવણી કરે છે. રાષ્ટ્રધ્વજ ચઢાવીને ધ્વજ વંદન કરે છે. બ્રિટીશ સરકારે વધુમાં વધુ ૨૦૦થી ૨૫૦ વર્ષે ભારત ઉપર રાજ્ય કરીને સામ્રાજ્ય જમાવ્યુ હતું. તેને ભારત ઉપરથી ઉઠાડી મૂક્વા માટે ભારતને શું પુરૂષા કરવા પડ્યા ? મહાત્મા ગાંધીજીએ અંગ્રેજની ગુલામીમાંથી મુકત થવા માટે કેટલી જહેમત
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy