________________
૪૧૫
શારદા શિખર વેચાય છે તેથી ગરીબ માણસ પણ તે લઈને આનંદ મેળવે છે. વર્ષાઋતુમાં તે માટી ભીની થવાથી બાળકે મકાન, લાડવા, ચકી આદિ બનાવીને ખુશ થાય છે. વહેપારી પડામાં ખાતું પાડતી વખતે અક્ષર લખે છે ત્યારે તે ભીના અક્ષરે પર મને નાંખીને અક્ષરોને તરત સૂકવી લે છે. જ્યાં ઉંચી નીચી જમીન હોય ત્યાં મને નાંખીને બધું સમાન બનાવી દે છે. મારો ઉપગ ધર્મકાર્યમાં પણ થાય છે. પહેલાં અભણ બહેને કાચની બે તરફી ઘડીએ બનાવીને મને તેમાં ભરી લે છે અને હું ઉપરથી નીચે પડીને સામાયિકને સમય બતાવું છું. આ રીતે મારામાં અનેક ગુણે છે તેથી મારી તુલન ગુણહીન માનવ સાથે ક્યારે પણ થઈ શકતી નથી.
છેલ્લે કવિએ મનુષ્ય પેજ ને મવતિ મનુષ્યને કૂતરા સાથે સરખાવ્યા. ત્યારે કૂતરાએ પણ કહ્યું, નિર્ગુણ માણસને ક્યારે પણ મારી ઉપમા નહિ આપી શકાય. મને માનવ સાથે સરખાવીને બેઠું કલંક ચઢાવે છે. મારામાં તે નિણી માનવ કરતાં અનેક ગુણ રહેલા છે. હું મારા માલીકને અનન્ય ભક્ત બનીને રહું છું. એક વાર જે મને ખવડાવે છે ને મારો માનીને રાખે છે તેની પ્રાણ આપીને પણ હું, રાત-દિવસ રક્ષા કરું છું. મારા માલિક પ્રત્યે મારો ભક્તિ ભગવાનના ભક્તથી જરા પણ ઓછી નથી. મારા માલિકને કદી દગો દેતો નથી. જ્યારે માનવ દગો કરે છે, વિશ્વાસઘાત કરે છે ને સમય આવ્યે ઉપકારીને ઉપકાર ભૂલી જઈને ઉપકાર ઉપર અપકાર કરતાં અચકાતા નથી. માનવી સ્વાર્થી છે ને નિમકહરામ છે. માનવી પિટપૂર્તિ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. હજારો રૂપિયા ઘી, દૂધ મીઠાઈ આદિમાં ખર્ચે છે જ્યારે મને લૂખી સૂકી રેટી, અગર વાસી જે ખાવાનું મળે છે તેમાં સંતોષ માનું છું. મારામાં આળસ તે જરા પણ નથી જ્યારે નિર્ગુણ માનવ આળસુ છે. હું સમયસૂચક પણ છું. જે મારી સામે કેઈ બળવાન પ્રાણી આવે તે હું ઝૂકી પણ જાઉં છું. આ રીતે મારામાં નમ્રતા પણ છે. હું ચોરને શોધી આપવામાં મદદ કરું છું.
બંધુઓ ! આ તે એક રૂપક છે. જો કે પશુ, ઝાડ,તૃણ, માટી એ બધા બોલતા નથી. પરંતુ તેનામાં જે ગુણ રહેલા છે તેને તો કઈ ઈન્કાર કરી શકે નહિ. જે ગુણહીન વ્યક્તિ મનુષ્ય જન્મ મેળવીને દાન, શીલ, તપ, સંતોષ, ક્ષમા આદિ સદ્ગુણોને અપનાવતા નથી તથા વિષય ભેગોમાં રક્ત રહે છે તે આ ભવ અને પરભવ બંને બગાડે છે. અત્યારે દગા-પ્રપંચ-સ્વાર્થ વધી ગયા છે. ધર્મને તો ધેકા મારીને ઉડાડી મૂકે છે ને અધર્મ તે અડદીયા ઉડાવે છે. એક જમાને એ હતો કે ચોરના પેટમાં જેનું લૂણ જાય તો તેના ઘરમાં ચોરી નહતો કરતો. એક વખત એક ચોર કેઈનાં ઘરમાં ચોરી કરવા ગયો, ચોરીને માલ શોધતાં તેના