________________
૪૧૪
શારદા શિખર ભૂલ્યા ત્યાંથી ધર્મ કહે છે ફરી ગણવાનું, ભૂલ થઈ ત્યાં ફરી નહિ ભૂલવાનું, એ શિક્ષા દિલમાં ઉતારી લે.આવતા દિન સુધારી લે.
' મનને મનાવી લે, આવતા દિન સુધારી લે. બગડયા તે ભલે બગડયા. - અત્યાર સુધી જે જે ભૂલ કરી હોય તેને સુધારીને જીવનને તેજસ્વી બનાવે, જે જે ભૂલે અજ્ઞાન દશામાં કરી, તે ભૂલના પરિણામે હે જીવ! તું દુઃખી થયે. હવે ફરીને આવી ભૂલ ન થાય તે હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તારો ભવિષ્યકાળ સુધારી લે જેથી આત્મા ઉર્ધ્વગામી બને, ભૂલને સુધારવા માટે આ મનુષ્યભવ એ કિંમતી સોનેરી તક છે. પરંતુ જે ભૂલોને સુધારતો નથી ને પિતાના જીવનમાં કઈ પણ ગુણ અપનાવતું નથી તેવા માણસની આકૃતિ માનવની છે પણ પ્રકૃતિ પશની છે. આપણે ગઈ કાલે વાત કરી હતી કે કવિએ માનવીને હરણની અને ગાયની સાથે સરખાવ્યું ત્યારે હરણે અને ગાયે કહ્યું કે માનવી કરતાં અમારામાં ઘણું ગુણ સમાયેલાં છે માટે આપ એવા માનવની અમારી સાથે સરખામણી ન કરશે. કવિ આગળ વિચાર કરે છે તે માનવને શેની ઉપમા આપું ? ચિંતન કરતાં બોલ્યા. “મનુષ્ય પેજ amનિ રતા” નિર્ગુણ માનવ મનુષ્યના રૂપમાં તૃણ સમાન છે, આ સાંભળી તૃણ કહે છે હું તે પશુઓનો આહાર છું. ઘોડા, બળદ આદિ બધા મને ખાઈને દિવસરાત મનુષ્યનું કામ કરે છે. ગાય મને ખાઈને તમને મીઠુંમધુરું દૂધ આપે છે. તથા જેમાંથી આ૫ મીઠાઈઓ બનાવે છે.
બીજું જ્યારે વર્ષાઋતુ આવે છે ત્યારે મારાથી વનની શેભામાં વધારો થાય છે. ચારે બાજુ સુંદર હરિયાળું હરિયાળું દેખાય છે. આ જોઈને લોકોના મન પ્રસન થાય છે. જ્યારે હું સૂકાઈ જાઉં છું ત્યારે પશુઓ પેટપૂતી માટે આહાર કરે છે. તેમજ ગરીબની ઝૂંપડી એનું ઉપર છાપરું પણ બનું છું. કંઈ કંઈ તદ્દન ગરીબ
વ્યક્તિ તે સૂકા ઘાસમાંથી ઝૂંપડી બનાવે છે. ઠંડી ઋતુમાં કંઈક માનવ મને જલાવીને ઠંડીમાં ગરમી મેળવે છે. અને કેટલાક સંન્યાસી-સાધુઓ મારો બિછાના તરીકે ઉપયોગ કરે છે. આ રીતે મારામાં પણ અનેક ગુણ છે જે ગુણહીન માનવામાં નથી માટે તેની સાથે મારી તુલના ન કરશે. - આ સાંભળીને કવિએ વિચાર્યું કે કઈ પણ પશુ અથવા તૃણ સાથે પણ નિર્ગુણી માણસને ઉપમા આપી શકાતી નથી તે હવે મનુ રે ઘૂ ઘુનઃ શું મનુષ્ય ધૂળથી પણ ઉતરત છે? તેને ધૂળ (માટી) સાથે સરખાવું. પરંતુ આ સાંભળીને માટી પણ પિતાના ગુણ બતાવવા લાગી. તે કહેવા લાગી. શું હું નિર્ગુણ છું? મારામાં તે અનેક ગુણ છે. સૌથી પ્રથમ તે બાળકને ખેલકૂદ માટેનું શ્રેષ્ઠ સાધન છું. મારામાંથી વિવિધ પ્રકારના રમકડાં બને છે. તે રમકડાં ઘણું સસ્તામાં