________________
શારદા બિર પક્ષમાંથી છેલવવા સતત પ્રયત્ન કરે છે પણ મોહ ઘેલા જીવને હજુ ભાન થતું નથી. ભગવાન કહે છે–અત્યારે તું મેહરૂપી મદિરાની પ્યાલી પીને વિષયમાં ચાર બને છે પણ યાદ રાખજે કે તારા કરેલા કર્મો તારે ભેગવવા પડશે. “N vi બિર ય, સુકાન ” કર્મનો કરવાવાળે. આત્મા છે ને કમને ભોગવવાવાળા પણ આત્મા છે. આ૫ ન માનશો કે બાપ કર્મ કરે ને દીકરે ભગવે. જે કરશે તે ભગવશે. કહ્યું છે કે
પિતા આદિ દ્વારા સંચિત ધન, હેને સે અધિકાર કભી, બિના કમાએ હી પુત્રોકે, મીલ જાતા હૈ અહે સાણી, ઈસી તરહ પછલે પાપકા, ઈસ ભવમેં ફેલ મિલતા હૈ જ્ઞાનીજન ઈસ લિયે પાપસે, સદા વિરત હી રહતા હૈ
પિતાની પૂંજીને વારસે કમાવાની મહેનત કર્યા વિના તેના પુત્રને મળી જાય છે. તેવી રીતે આ ભવમાં ભલે જીવે પાપ કર્યું નથી કેઈ જાતના ગાઢ કર્મ બંધન કર્યા નથી એવા પવિત્ર જીવોને પણ પૂર્વભવમાં બાંધેલાં કર્મના ફળ આ ભવમાં વારસારૂપે આવે છે. ને ભેગવવા પડે છે. કેઈ પવિત્ર, ન્યાયી, અને ધમષ્ઠ માણસને જે દુઃખ આવે અથવા રોગથી રીબાતે હોય તે તેને જોઈને ઘણાં કહે છે કે અરેરે....આ શું પાપ કર્યા? આ તે એક કીડીને પણ દુભવે તે જીવ નથી. છતાં તેને આવું દુઃખ કેમ આવ્યું ? અરેરે....સંસાર છોડીને સાધુ થયા તે પણ તેમને આવે છે. આ ? ભલા વિચાર તો કરે. સાધુ હોય કે સંસારી હોય, ધર્માત્મા હોય કે પાપાત્મા હાય, તીર્થકર કે ચકવતિ ગમે તે હોય પણ કર્મો કઈને છોડતા નથી. એટલા માટે જ્ઞાની પુરૂષ સદા પાપથી ડરતાં રહે છે.
ચક્રવતિઓ કેટલા બળવાન હતા ! છ છ ખંડમાં જેની આણ વર્તાતી હતી. ચાલતાં ધરતી પ્રજાવતા હતાં. ચક્રવર્તિનું બળ કેટલું હોય તેના માટે કહેવાય છે કે નદીના એક કિનારે ચક્રવતિ દેરડાનો એક છેડે પકડીને ઉભે રહે, અને તે દેરડાનો બીજે છેડે સામે કિનારે હજારો શૂરવીર સૈનિકે પકડીને ઉભા રહે. એ સૈનિકે બધા ભેગા થઈને દેરડું ખૂબ જોરથી ખેંચે તે પણ ચક્રવર્તિની ટચલી આંગળી પણ નમાવી શકે નહિ, પણ ચક્રવતિ જે સહેજ આંચકે મારે તે હજારે સિનિકે નદીમાં પડી જાય, વિચાર કરો કે ચક્રવર્તાિનું બળ કેટલું હોય છે ! આવા બળવાન ચક્રવર્તિએને પણ પાપને ડર લાગ્યો તે સંસાર છોડીને સાધુ બની ગયા. હવે તમને સમજાય છે કે પાપ છેડવા જેવું છે. અત્યાર સુધી ગમે તેમ કર્યું. હવે જે તમને સમજાતું હોય કે પાપ ખરાબ છે તે પાપને ત્યાગ કરે. પૂર્વની ભૂલોને સુધારી છે.