SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૮ શારદા શિખર સાધન છે. સાધન બંધન ન બને તેનો ખ્યાલ રાખજે. એક જ સાધન દ્વારા મેક્ષમાં જઈ શકાય છે ને નરકમાં પણ જવાય છે. મને આ દેહ ઉધારે નરકમાં એ જ ગબડાવે, દયું તે પાર ઉતરાવે ને નમું તે પાપ બંધાવે સાધન તરી જવાનું કાંઠા ઉપર ડૂબાવું છું, આ દેહની પૂજામાં દિનરાત વિતાવું છું, કિમતી સમય જીવનની હું રાખમાં મિલાવું છું. આ દેહની. આ દેહનું તપ અને સંયમ દ્વારા દમન કરવામાં આવે મોક્ષમાં જવાય. પણ જે તેને રાગ કરીને તેને સજાવવામાં, ખવડાવવામાં પીવડાવવામાં રચ્યા-પચ્યા રહેશે તે તરવાનું સાધન ભવસમુદ્રમાં ડૂબાડી દેશે. આ ભવસાગરને તરવાનું ઉત્તમ સાધન બંધન ન બને તેનો ખ્યાલ રાખજે. સાધન મળ્યું છે તે આત્મસાધના કરવામાં તેને બરાબર ઉપયોગ કરી છે. પણ તેના દાસ બની વિષયોની ગુલામીમાં ન પડશે, આટલા માટે જ્ઞાની કહે છે કે “જેને થયે આત્માને રાગ, તેના સંસારભાવમાં લાગે આગ, જેના સંસારમાં લાગે આગ, તેને ખીલી ઉઠે આત્મબાગ. જેમને આત્મબાગ ખીલી ઉઠે છે ને પુગલની પ્રીત છૂટી ગઈ છે તેવા મહાબલ આદિ સાત અણગારો દેહરૂપી સાધન દ્વારા આત્મસાધના કરી મેક્ષરૂપી સાધ્યની સિદ્ધિ કરવા તપ કરે છે. તેમાં મહાબલ અણગાર વીસ બોલની આરાધના કરે છે. તેમાં બાર બોલની વાત આગળ કરવામાં આવી છે. હવે તેરમે બોલે ભગવંત કહે છે કે “ ઢ” માનવજીવનની એકેક ક્ષણ કેટલી કિંમતી છે ! ક્ષણ-લવ એ કાળનું માપ છે. તેમાં તમે પ્રમાદને છોડીને બને તેટલી આત્મસાધના કરી લે. ભગવાને ગૌતમ જેવા ગણધરને પણ કહી દીધું કે “સમર્થ ચમ માં પ્રમાણgI” ગૌતમસ્વામીને એક સમયનો પણ પ્રમાદ કરવાની ના પાડી છે. તે આપણાથી તે પ્રમાદ કેમ કરાય? જિંદગીની જે ક્ષણે જાય છે તે હીરાથી પણ કિંમતી છે. લાખો પ્રયત્ન કરવા છતાં ગયેલે સમય પાછો આવતો નથી. એક કવિએ કહ્યું છે કે ગયેલી સંપત સાંપડે, ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણુ.” તમારી લાખોની મૂડી ચાલી ગઈ હશે તે તે પુણ્યનાં બળથી પાછી મેળવી શકાશે. દરિયામાં ગુમ થયેલા વહાણ પણ કદાચ પુણ્ય હશે તે પાછા મળી જશે. પણ જે સમય જીવનમાંથી જાય છે તે ફરીને મળતો નથી. માટે પ્રમાદ છોડીને આત્માની આરાધના કરી લે. હવે ચદમે બેલ “તા” તપ બાર પ્રકારનો છે. તેમાંથી બને તેટલે તપ કરે. તપ કરવાથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. હવે પર્યુષણ પર્વ નજીક આવે છે. રોજ તપની દાંડી પીટાવાય છે. બાલકુમારી સોનલ બહેનને આજે ૩૦મે ઉપવાસ છે. અમારા બે મહાસતીજી ચંદનબાઈ અને હર્ષિદાબાઈને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy