SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ વારતા શિખર પણ આજે અગિયારમે ઉપવાસ છે. તેમજ બીજા ઘણાં બહેનોએ તપશ્ચર્યા શરૂ કરી છે. તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. માટે બને તેટલે તપ કરે. - પંદરમો બોલ છે બરિયા” ત્યાગ, અભયદાન અને સુપાત્રદાન દેવું. કેઈપણ જીવને ભયની સ્થિતિમાં મૂકવે નહિ. તેનું નામ અભયદાન છે. તેમજ બીજા કેઈએ કઈ જીવને ભયભીત બનાવ્યા હોય અથવા તે મરવાની અણી ઉપર હોય તે યથાશક્તિ તેનું રક્ષણ કરી તેને બચાવ, તેના ઉપર કરૂણાભાવ રાખવે, તે અભયદાન છે. અને પંચમહાવ્રતધારી સંત તથા પડિમાધારી શ્રાવકને સુપાત્રે દાન આપવું. આ બધો ત્યાગ છે. ત્યાગ વિના દાન દેવાતું નથી અને ત્યાગ વિના સંયમ પણ લેવાતા નથી. આવા ત્યાગમાં સદા તત્પર રહેવું. સોળમે બેલ. “યાવર” ગુરૂની, સ્થવિરની, નવદીક્ષિતની, બિમાર સંતેની શુધ્ધ ભાવથી સેવા કરવી તે. સત્તરમે બોલે. “સમાપિ” સમાધિ. બધા જીવોને સુખ મળે તેમ કરવું. આપણાં તરફથી આપણું બોલવા-ચાલવા કે કોઈપણ કાર્યથી જીવને દુઃખ થાય તેવું વર્તન કરવું નહિ. કોઈની મજાક-મશ્કરી પણ ન કરવી. બે ચાર માણસ આનંદથી બેઠા હોય ત્યાં જઈને કઠોર શબ્દ બોલવાથી તેને દુઃખ થાય છે. તેની સમાધિ લૂંટાઈ જાય છે. માટે ભગવાન કહે છે કેઈની સમાધિ લૂંટાય તે તું એક શબ્દ પણ બેલીશ નહિ. બને તે કઈને સુખ ઉપજે તેવું કરજે પણ તેની સમાધિ લૂંટાય તેવું તું કરીશ નહિ. ___ अपुव्व णोणग्गहणे, सुयभत्ती पबयणे पभोवणया। एएहि कारणेहिं, तित्थयरत्तं लहइ जीवा ॥ ૧૮ મે બોલ. અપૂર્વ જ્ઞાન જે સુત્ર સિધ્ધાંતમાં રહેલું છે તેનું તું વાંચન કરજે. જ્ઞાની કહે છે જ્યારે તને સમય મળે ત્યારે વાત કરવા ન બેસીશ પણ સિધ્ધાંતનું વાંચન કરજે. (૧૯) ગુરમી-શ્રતભક્તિ-જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા આગામોમાં અનુરાગ રાખવો. બંધુઓ ! આગમ એ તો એક અરિસે છે. દ્રવ્ય અરિસો મુખ ઉપર રહેલાં ડાઘ બતાવે છે પણ ડાઘને દૂર કરતા નથી. તેમ વીતરાગ પ્રભુની વાણી અને વીતરાગી સંતે જીવાત્માની ભૂલે રૂપી ડાઘને બતાવે છે પણ તે દેષરૂપી ડાઘને દૂર કરવા માટે પુરૂષાર્થ પિતાને કરવો પડશે. તેમાં બીજાનો પુરૂષાર્થ કામ નહિ આવે. કોઈ માણસે અરિસામાં મુખ જોયું. તેમાં તેણે પોતાના મુખ ઉપર ડાઘ જોયે. તે ડાઘ તેને ગમતે નથી. એટલે તેને દૂર કરવા માટે ભીનું કપડું કરીને અરિસા ઉપર ઘસવા લાગ્યું. કેઈ ડાહ્યા માણસે આ જોયું એટલે તેને કહ્યું કે ભાઈ! તું આ શું કરે છે? તે કહે છે કે મારા મઢે ડાઘ પડે છે તેને સાફ કરું છું. (હસાહસ). બુધ્ધિશાળીએ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy