________________
શાકિબર તું મારા અપરાધને શું ક્ષમા કરવાનું હતું ? મારે તારી ક્ષમાની જરૂર નથી. એમ કહી રાજાએ તલવાર વડે સંન્યાસીનો બીજો હાથ પણ કાપી નાંખે. છતાં સંન્યાસી જરા પણ ગુસ્સે ન થયાં ને શાંતિપૂર્વક બેલ્યા હે રાજન ! મને જીતવા કરતાં તારા આત્માને જીત તે તારું કલ્યાણ થશે. ત્યારે રાજાએ વધુ ગુસ્સો કરીને તેનો પગ કાપી નાંખે તે પણ ફરીને કહ્યું હે રાજન્ ! હજુ પણ કહું છું કે કંઈક સમજે. મને તે તમારી દયા આવે છે. કોધમાં તમને તમારા કર્તવ્યનું ભાન નથી. જ્યારે ભાન થશે ત્યારે પસ્તાવાને પાર નહિ રહે. વિચાર કરે. કેઈન અપરાધને વિચાર કર્યા વિના તેને શિક્ષા કરવી તે પાપ છે. આ પાપ તમને પરભવમાં પીડશે. યાદ રાખજે. ત્યાં તે રાજાએ બીજો પગ કાપી નાંખે. સંન્યાસીની એક પણ વાત સાંભળી નહિ. તે ક્રોધમાં ને કોધમાં પિતાની રાણીને લઈને રાજમહેલમાં ચાલ્યો ગયો.
સંન્યાસીની ચિંતામાં રાણીની ઊંઘ ઉડી ગઈ' : રાત પડી. રાજા–રાણી બંને સુઈ ગયા પણ ઊંઘ આવતી નથી. રાણીના મનમાં એવા વિચારો આવવા લાગ્યા કે અહે! સંન્યાસી કેટલા પવિત્ર સંત હતા ! એ તે એમના ધ્યાનમાં હતા. મેં ખોળા પાથર્યા ત્યારે મને ઉપદેશ આપે. એની દષ્ટિ કેવી પવિત્ર હતી ! મારા કારણે એ પવિત્ર આત્માને હાથ-પગ કપાઈ ગયા. એના કરતાં રાજાએ મને મારી નાંખી હેત તે સારું થાત ! આજે મારા નિમિત્તે કેવું ઘોર પાપ થયું? એ ચિંતામાં ઉંઘ આવતી નથી. ત્યારે રાજાના મનમાં એવા વિચાર આવતા હતાં કે પાપી કે નીડર છે! એણે મારું અપમાન કર્યું? મેં આટલી શિક્ષા કરી તે પણ મારી પાસે માફી માંગતા નથી ને ઉપરથી કહે છે કે હું તને ક્ષમા કરું છું. આ વિચારમાં રાજાને ઉંઘ આવતી નથી. એટલે મધરાત થતાં રાજા અને રાણી મનનો ભાર હળવે કરવા બગીચામાં આવ્યા.
ગીના હાથ પગ કપાઈ ગયા છે તેથી અસહ્ય વેદના થાય છે. છતાં સમભાવે સહન કરીને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા હાથ-પગ કપાયા તેની પ્રચંડ વેદના હું શાંતિથી સહન કરી શકે, પણ પેલે અજ્ઞાની અને સુકોમળ શરીરવાળો રાજા આવા પાપ કરી નરકમાં જશે ત્યાં વેદના કેવી રીતે સહન કરશે ? મેં તે એને હદયથી માફી આપી દીધી છે. પણ પ્રભુ! તું એને માફ કરજે. આ સંન્યાસી પ્રભને આવી પ્રાર્થના કરતો હતો. રાત્રીના શાંત વાતાવરણમાં રાજાએ સંન્યાસીના મુખમાંથી નીકળતા ઉદ્ગારે સાંભળ્યા ત્યારે તેના મનમાં થયું કે મેં તે એના હાથ-પગ કાપી નાંખ્યા છતાં મારા ઉપર નામ ક્રોધ નથી ને મારા માટે પ્રભુને પ્રાર્થના કરે છે. સંન્યાસીના ઉદ્દગારો સાંભળીને રાજાને ક્રોધ શાંત થઈ ગયો ને તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. ખરેખર ! ક્ષમા એ કેવું અમેઘ શા છે! તેની અસર બીજા ઉપર કેવી સુંદર થાય છે ! નીતિકારેએ કહ્યું છે કે