________________
મારા શિખર
૩૮૧ સંન્યાસી રાણીને કંઈક કહી રહ્યો છે. અને રાણી એક ચિત્તે સાંભળી રહી છે. આ રીતે રાણીને પરપુરૂષ સાથે બેઠેલી જોઈને રાજાને ખૂબ ક્રોધ આવ્યો.
બંધુઓ ! માણસની જેવી દષ્ટિ હોય છે તેવી સૃષ્ટિ તેને દેખાય છે. આ રાજા ખૂબ કામી હતો. વિલાસમાં રક્ત રહેનાર હતો એટલે તેની દૃષ્ટિમાં સંન્યાસી પણ કામી દેખાય. એટલે સંન્યાસી પાસે જઈને બે, હે પાખંડી! તને આ જગતમાં બીજી કોઈ સ્ત્રી ન મળી કે મારી રાણી સાથે ખોટા ચેનચાળા કરે છે ? મારી રાણીને બગાડવા ઉઠે છે? સંન્યાસીનો વેશ પહેરીને ખોટા ધતીંગ કરે છે ? પણ તને ખબર નહિ હોય કે હું કોણ છું? હું આ ગામનો રાજા છું. આ મારી રાણી છે. તેની સાથે એકાંતમાં વાત કરતાં તને શરમ નથી આવતી? જે સાચે સંન્યાસી હોય તે મારી સાથે મેદાનમાં લડવા આવી જા. હું જોઉં કે તારામાં કેવી શક્તિ છે !
મરણાંત ઉપસર્ગમાં પણ રાખેલી અદભૂત ક્ષમા” રાજાના આવા શબ્દ સાંભળી સંન્યાસી બલકુલ ડર્યો નહિ. પણ રાણી તે થરથર ધ્રુજવા લાગી, ને બેલી સ્વામીનાથ! આ કઈ ખરાબ પુરૂષ નથી. પવિત્ર સંત છે. મને ધર્મનો ઉપદેશ આપે છે. પણ રાજા રાણીની વાત સાંભળતા નથી. સંન્યાસીએ કહ્યું-રાજનું ! ધર્મનો ઉપદેશ આપે એ સંન્યાસીનું કર્તવ્ય છે. લડવું તે મારું કર્તવ્ય નથી. હું મારા કર્તવ્યનું બરાબર પાલન કરું છું. તેમાંથી મને આત્મસંતોષ મળે છે. તે મારું ધન છે. અને વૈરી ઉપર વિજય મેળવવા માટે મારી પાસે એક અમેઘશસ્ત્ર છે તેનું નામ ક્ષમા છે. એ શસ્ત્રના બળથી હું નિર્ભય બનીને ફરું છું. જે પાપી હોય તે ડરે. હું પાપ કરતું નથી પછી શા માટે ડરું? રાજાએ કહ્યું-તું નિર્ભય છે તે જોઈ લે. એમ કહીને તલવારના ઝાટકે સંન્યાસીનો હાથ કાપી નાંખ્યા. '
આ દશ્ય જોઈને રાણી તે પ્રજી ઉઠી. ને મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. અરેરે.....મને આવી ખબર નહિ. મારા કારણે આવા પવિત્ર સંતનો હાથ કપાયે? રાણી આ દશ્ય જોઈ શકી નહિ. દૂર જતી રહી. સંન્યાસી ઉપર આવે જુલમ થયે છતાં સહેજ પણ ક્રોધ ન કર્યો. અહાહા...આ સંન્યાસીમાં કેવી ક્ષમા ! અતુલ વેદના થવા છતાં ઉંકાર કરતા નથી. અદ્ભૂત ક્ષમાવાન સંન્યાસી કહે છે ભગવાન તમને સદ્દબુદ્ધિ આપે. હું તમારા અપરાધને ક્ષમા કરું છું. “દેહ કપાય છે આત્મા તે અમર છે.” આ સાંભળીને જેમ અગ્નિમાં ઘી હોમે તે ભડકે થાય તેમ રાજાને ક્રોધ ભભૂકી ઉઠશે. કહ્યું છે કે ૩vહેશે gri viા ન રાત્તા મૂર્ખાઓને ઉપદેશ આપવાથી તે શાંત થતા નથી. પણ વધારે ગુસ્સે થાય છે. . - સંન્યાસીના શબ્દો સાંભળીને રાજાનો ગુસ્સો ઓર વધી ગયે ને મોટેથી છે અરે જોગટા ! તારી પાસે છે જ શું કે તું તારો બચાવ કરી શકે? વળી.