SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ વારા શિખર क्षमा शस्त्र करे यस्य, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वहनिः, स्वयमेवाय शाम्यति ॥ જેના હાથમાં ક્ષમા રૂપી શઆ છે તેનું દુર્જન શું બગાડી શકશે ? જ્યાં ઘાસ ન હોય તેવી જમીન ઉપર પડેલી આગ આપોઆપ ઓલવાઈ જાય છે. તેમ એક વ્યક્તિ ક્રોધ કરે પણ સામી વ્યકિત ક્ષમાવાન હોય તે કોધીને ક્રોધ આપોઆપ શાંત થઈ જાય છે. વરને જીતવા માટે ક્ષમા જેવું કંઈ પણ શ્રેષ્ઠ સાધન નથી. સંન્યાસીની ક્ષમા જોઈ રાજાનો ક્રોધ શાંત થયેને પિતાના પાપને પશ્ચાતાપ થવા લાગ્યોતરત સંન્યાસી પાસે જઈને તેના ચરણમાં પડીને પોતાની ભૂલની માફી માંગી. તેની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. મને માફ કરે. વિના વાંકે મેં આપના હાથ પગ કાપી નાંખ્યા. મારું શું થશે? ખૂબ પશ્ચાતાપ કરવા લાગ્યા. અંતે રાજાનું જીવન સુધરી ગયું. હવે કદી આવું અઘટિત કાર્ય નહિ કરું તે રાજાએ નિયમ લીધો. આનું નામ ક્ષમા. ક્રોધ ઉપર ક્ષમાએ વિજય મેળવ્યું. ક્ષમાથી શત્રુના કઠોર હૃદયને પણ કેમળ બનાવી શકાય છે. છેવટમાં સંન્યાસી ક્ષમામય જીવન જીવતાં ચાર દિવસમાં નશ્વર દેહ ત્યાગી ચાલી ગયા. આપણે સંસારના તણતણાટ વિષે વાત ચાલતી હતી. ભગવાન કહે છે મારા સાધુને કેઈ તિરસ્કાર કરે કે સત્કાર કરે, ગૌચરી મળે કે ન મળે, પણ તણતણાટ ન કરે. મનમાં હેજ પણ ખેદ કરે નહિ, પણ મને અલાભને પરિષહ આવ્યા એમ સમજીને શાંત રહે. સાધુ કઈ પણ કાર્યમાં ચપળતા ન રાખે. પણ સ્થિર ચિત્ત રાખે. ચિત્તની સ્થિરતા હોય તે કાર્યની સફળતા મળે. “માસી એટલે કામ વિના સાધુ જેમ તેમ વધારે પડતું બોલે નહિ. જરૂર પડે તે અલ્પ બોલે. બfમને એટલે સાધુ પ્રમાણસર આહાર કરે. સ્વાધ્યાય ધ્યાન સારી રીતે કરવા માટે વધારે આહાર ન કરે. તેથી ઈન્દ્રિઓ પણ શાંત રહે. ગૌચરી જનાર સંત આહાર મળે કે ન મળે તે પણ ગૃહસ્થની નિંદા ન કરે. આ સુંદર પ્રભુએ માર્ગ બતાવ્યો છે. મહાબલ અણગાર પ્રભુની આજ્ઞાનું પાલન કરતાં વીસ સ્થાનકની આરાધના કરે છે. વધુ ભાવ અવસરે. રક્ષાબંધન ઉપર ચાલેલી નવઘણની કહાની”: જાહલના લગ્ન પ્રસંગે આહીરની આખી જ્ઞાતિ ભેગી થઈ છે. તે વખતે દેવાયત સૂબા પાસે ગયા ને કહ્યું સાહેબ! મારી દીકરી જાહલના મેં લગ્ન લીધા છે. અમારી ન્યાત બહુ મોટી છે. અમારી આહીરની જાતિ ખૂબ ખુમારીવાળી હોય છે. જમવામાં કે કઈ વાતમાં વાંધો પડે તે ન્યાતના બે ભાગ પડી જાય ને એકબીજા કપાઈ મરે. માટે વ્યવસ્થા જાળવવા માટે મને થોડું લશ્કર આપે. સૂબાને આ વાત ગમી નહિ. કારણ કે જેણે પિતાના
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy