SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ શારા શિખર ચાહે ગામમાં હેય નગરમાં હોય કે જંગલમાં હોય, એકલે હોય કે પ્રખદામાં બેઠે હોય પણ તેનું આચરણ તે ભગવાનની આજ્ઞા અનુસાર હોય. તે એવું ન કરે કે શ્રાવકે ઉપાશ્રયમાં બેઠા હોય ત્યારે રજોહરણથી પૂછ પૂજીને ચાલે ને શ્રાવકે જાય એટલે રજોહરણ ખીંટીએ મૂકી દે. આ સાધુને આચાર નથી, એ તે ગમે ત્યાં બેઠો હેય પણ ભગવાનની આજ્ઞાથી એક કદમ પણ વિરૂધ્ધ ચાલે નહિ. તમારે જે સાધુ સમાજને સુરક્ષિત રાખવે હોય તે હું તે તમને કહું છું કે સાધુના આચારને જાણે, તમે જાણશે તે ચારિત્રના લૂંટારું નહિ બને. તમે જાણીને સાધુ ઉપર રાગ-દ્વેષ ન કરશે. જે રાગ શ્રેષમાં પડી જશે તે તમે ડૂબી જશે. જાણ્યા પછી જે સાધુમાં તમે શિથિલતા દેખે તે તેના ઉપર અનુકંપા કરજે. બાપ દીકરાને હિત શિખામણ આપે તેમ સાધુને હેતથી શિખામણ આપજો. એના ગળે વાત ઉતરશે ને સુધરશે તે કલ્યાણ કરશે. ન સમજે તે એ એના ભાવે. પણ તમે રાગ-દ્વેષમાં પડશે નહિ. સાધુ કેવા હોય ? “અતિતિ સઉ સાચા સાધુને સંસારનો તણતણાટ ન હોય. સાધુ ગૌચરી માટે નીકળે, ગૃહસ્થને ઘેર જાય ત્યાં આહાર ન મળે તે તણુતણુટ ન કરે. ગૃહસ્થની નિંદા ન કરે, ગુસ્સો ન કરે કે રોજ ભાવના ભાવતા હતા પણ એને ઘેર કંઈ ઠેકાણું ન હતું. એને ઘેર શું જવા જેવું છે? એવું ન બોલે. પણ એમ વિચારે કે મારા લાભાંતરાય કર્મને ઉદય છે. અને ગૃહસ્થના દાનાંતરાય કર્મનો ઉદય છે તેથી આમ બન્યું. એક ઘેર ન મળે તે બીજા ઘરે એમ ઘરઘરમાં ફરીને નિર્દોષ આહારની ગવેષણ કરે, ગૌચરી કરવા જતાં માન-અપમાન થાય, પાણી લેવા જતાં પ્રહાર અને આહાર લેવા જતાં માર મળે તે પણ સમભાવ ન છોડે. મારનાર ઉપર ક્રોધ ન કરે. ખંધક અણગારના ૫૦૦ શિષ્યોને ચીચેડામાં પીલી નાખ્યા તે પણ પીલનાર ઉપર મનથી પણ કષાય કરી નથી. આ કાળમાં આવા ઉપસર્ગ કે પરીષહ આવતા નથી. ગૌચરીમાં પણ પહેલાં જેવું કષ્ટ નથી. કદાચ આવે તે સામાન્ય. પણ પહેલાંનાં સંતે વેઠતાં હતાં તેવું વેઠવાનું નથી. પહેલા ગામડામાં અન્ય ધમને ત્યાં ગૌચરી લેવા જાય ત્યારે કચ્છથી સાધુને ગૌચરી મળતી હતી. હવે બધા ગામમાં અન્ય ધમ પણ સમજતાં થઈ ગયા છે કે જૈનના સંતેને આવું ક૯પે છે. એટલે બીજું કંઈ નહિ તો ટલે, છાશ તે વહોરાવે છે. પાણું પણ વહેરાવે છે, એટલે આગળના મહાનપુરૂષો જેવાં પરિષહ આ કાળમાં સહન કરવા પડતા નથી. હું તે મારા સાઠવીજીઓને પણ કહું છું તમને કેઈને આવા પરિષહ નથી આવતા પણ કોઈ કટુવચન કહે તે વખતે જે સમભાવ રાખશો તે પણ મહાન કર્મની નિર્જરા થશે. માસખમણનાં તપસ્વી માસખમણ કરે ને કેઈ સાધકને કટુ વચન કહે તે વખતે આંખના ખૂણે પણ લાલ ન થવા દે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy