SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શપૈદા શિખર ૩૭૭ ભગવતેએ વાણીને લખી તે આપણને સાંભળવા મળી છે. ભગવાનની વાણી ભવસાગરને તરવા માટેનું સાધન છે. ગમે તે હોશિયાર ને બળવાન તરવૈયે હોય તે પણ તેને તરવા. માટે સાધન તે લેવું પડે છે ને? હેડીથી તરે અથવા પોતાની ભુજા બળથી તરે પણ સહારે તે લેવું પડે છે. સહારા વિના તર તરી શકતું નથી. તેમ આ સર્વસ પ્રભુની વાણી ભવસાગર તરવા માટે આધારભૂત છે. જે મનુષ્ય એનો સહારો લે છે તે વહેલે કે મોડે અવશ્ય ભવસાગરથી તરે છે. જીવને તેના ઉપર દઢ શ્રદ્ધા હોવી જોઈએ. આજે તો શ્રદ્ધાનું દેવાળું છે. કંઈક તે એમ બેલે છે કે સિધ્ધાંત શું ભગવાનની વાણી છે. એ કોણ જાણે છે? બંધુઓ ! આ બાબતમાં હું તમને એક વાત પૂછું છું કે તમારા પિતા ગુજરી ગયા. એના ચેપડામાં જેની પાસે લેણું છે તે લખ્યું છે તેના આધારે તમે લેણુયાત પાસે પૈસા લેવા ગયા. તે એ તમને કહે કે હું તમને ઓળખતા નથી. ત્યારે તમે કહે ને કે તું મને નથી ઓળખતે પણ મારા બાપાને તો ઓળખતે હતું ને? જે, આ ચેપડામાં શું લખ્યું છે? તમે એને હતાં ઓળખતાં ને એ તમને ઓળખતો નથી છતાં પિતાના લખેલા ચેપડાને આધારે શ્રધ્ધા કરે છે ને ? પણ અહીં વીતરાગ પ્રભુની વાણી ઉપર જીવને શ્રધ્ધા નથી. એટલે એમ બેલે છે કે તેણે જાણ્યું ને જોયું કે સિધ્ધાંતની વાત સાચી છે. ભગવાનના વચનને ઉથલાવી નાંખનારાને ખબર નથી કે આવું બેસું છું તે મારી શી દશા થશે? જ્ઞાનીના વચનની અશાતના કરવાથી કમેં મારા હાડકા ભાંગી નાંખશે. જેને વીતરાગવાણીની દઢ શ્રદ્ધા છે તે આત્મા દુકાને બેઠો હશે ત્યાં પણ શાસ્ત્રની વાત કરશે. તમે ધર્મ પામ્યા હશે તે બીજાને પમાડી શકશે. તમારી પાસે આવનારે અન્ય ધમ હશે તે તે પણ જૈન ધર્મ પામી જશે, તેને જૈન ધર્મનું મહત્વ સમજાશે. ભગવાનની આજ્ઞામાં વર્તનારા સાધુઓની તે શાસ્ત્રમાં રમણતા હોય છે ને તેની પાસે જે આવે તેને ધર્મ પમાડે છે. ભગવાન દશવૈકાલીક સૂત્રમાં કહે છે કે મારા સાધુ કેવા હોય ? अतितिणे अचवले, अप्पभासी मियासणे ! હવે ન કરે ને, થાવ છું ન વિણા છે દશ સૂ. અ. ૮ ગાથા ૨૯ વીતરાગના સાધુ એટલે વેશ પહેરીને પાટે બેસી જાય તે નહિ. ભગવાન કહે છે મારે સંત સો ટચના સોના જે હોય. સોનાને અગ્નિમાં નાંખે તે પણ તે સોનું એટલે સોનું રહે છે. સોનાને અગ્નિમાં નાંખે તે તે નરમ બને છે. તેમ સાધુની કટી થાય તો તે સોનાની જેમ નમ્ર અને નિર્મળ બને છે. પણ ચારિત્રથી ભ્રષ્ટ થતો નથી. તેમ ભગવાનને સંત રે સૈ વા ન વા ને ઘો વા પિતાનો વા ૪૮.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy