________________
શારદા શિખર એમ. એ, આદિ કેટલી ડીગ્રીઓ માણસ મેળવે છે. એથી અધિક ભણવા માટે મા-બાપ દીકરાઓને અમેરિકા-જર્મન-આદિ પરદેશમાં મોકલે છે. ત્યાં જઈને ડીગ્રી મેળવીને આવે એટલે હરખાય છે. જ્ઞાની કહે છે એ ડીગ્રી મેળવીને તું ગમે તેટલો હરખાય પણ તેનું ફળ કેટલું? માણસને ડીગ્રી પ્રમાણે નોકરી મળે છે. એટલે કમાણી વધારે ને તેના ફળરૂપે સોનું, રૂપું, પૈસા, ઘરબાર, બંગલા, બગીચા માન–પ્રતિષ્ઠા, ખાવા પીવાનું મળે. બીજું કંઈ મળવાનું ખરું? એ જ્ઞાન તમને મોક્ષ અપાવશે ? ના. ઠીક છે. આજીવિકા માટે એ જ્ઞાનની જરૂર છે પણ મોક્ષ મેળવવા માટે તે સિધ્ધાંતના જ્ઞાનની જરૂર છે.
બંધુઓ ! એ જ્ઞાન સાથે ચારિત્રની મહત્તા છે. આચાર વિનાનું જ્ઞાન શૂન્ય છે. જ્ઞાન થોડું હશે તે વાંધો નહિ પણ ચારિત્ર તે અવશ્ય જોઈ એ કહ્યું છે ને કે
जहा खरो चंदण भारवाही भारस्स भागी न हु चंदणस्स ।
एवं खु नाणी चरणेणहीणो, भारस्स भागी न हु सुग्गईए ॥ જેવી રીતે ગઘેડા ઉપર ચંદનના લાકડાનાં છાલકાં નાંખ્યા હોય પણ એ ગધેડે માત્ર ચંદનનો ભાર ઉપાડે છે. તે માત્ર ભારને ભાગી છે. પણ તેને ચંદનની સુવાસ કે શીતળતા મળતી નથી. તેવી રીતે ચારિત્રહીન જ્ઞાનીનું જ્ઞાન કેવળ ભારરૂપ છે. પણ તે સુગતિને અધિકારી બની શક્યું નથી. એટલે ટૂંકમાં ચારિત્ર સહિત શાસ્ત્ર જ્ઞાનની મહત્તા છે. શાસ્ત્રના જ્ઞાનનું એકેક વચન પણ કેટલું ઉપયોગી છે!
રૂચી વિના અનિચ્છાએ એક શબ્દ સાંભળનારા રેહણીયા ચોર જે આત્મા તરી ગયો. અનિચ્છાથી પણ એક વચન સાંભળવાથી જન્મ-જરા અને મરણની સાંકળ તૂટી તે જે આત્માઓ શુદ્ધ ભાવપૂર્વક વીતરાગની વાણી સાંભળે તેને કેટલે મહાન લાભ થાય ! આટલા માટે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું જરૂરી છે. શાસ્ત્રનું જ્ઞાન હશે તે અન્ય ધમએ સામે ટકી શકશે. જે જ્ઞાન નહિ હોય તે તમારી શ્રદ્ધાનું પાટીયું ડગમગ થઈ જશે. જેમ ચકલીનું બચ્ચું હજુ નાનું છે. તેની પાંખ મજબૂત થઈ નથી. એ એની માતાને ઉંચે ઉડતી જોઈને વિચાર કરે કે મારી માતા ઉંચે ઉડે. ને હું શા માટે માળામાં ગોંધાઈ રહું? એમ વિચારી પિતાની શક્તિનો ખ્યાલ કર્યા વિના બચ્ચું ઉડવા જાય તે પડી જાય ને તેના ફિદા ઉડી જાય છે. તેમ જે જીવે શાસના જ્ઞાનથી શ્રધ્ધાની પાંખ મજબૂત કરી નથી તે પહેલા બીજાની પાસે આત્મજ્ઞાનની વાત સાંભળવા દેશે તે તેની શ્રધ્ધા તૂટી જશે.
વીરવાણી મહાન ભાગ્યે મળી છે. સંતે પિતાની શક્તિ-ક્ષપશમ પ્રમાણે સિધ્ધાંતમાંથી મંથન કરીને સમજાવે છે પણ વાણીના પ્રરૂપક તે ભગવાન છે. ભગવાનના મુખમાંથી એ દિવ્ય વાણીનો ધોધ વહ્યો. ગણધરેએ તેને ઝીલ્યો ને આચાર્ય