SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૮ શાર ખરે ને સમજણપૂર્વક ક્ષમ રાખે તે મા ખમણના તપ જેવી કર્મોની નિર્જરા થશે. અલ્પ કષ્ટ વેઠીને મહાન લાભ મેળવવાનું ટાણું છે તે ભૂલશે નહિ. આપણે જૈન ધર્મમાં તે ઉપસર્ગ આવે ત્યારે ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે. પણ અન્ય ધર્મમાં કંઈક સંન્યાસીઓ કેવા ક્ષમાવાન હોય છે? ક્ષમા જેવું બીજું કઈ શસ્ત્ર નથી. એક પ્રસંગ દ્વારા સમજાવું. એક સંન્યાસીના જીવનમાં ક્ષમા અને અહિંસા બે મુખ્ય ગુણ હતા. કોઈ ગમે તેવું કષ્ટ આપે, કાપી નાંખે તે પણ ક્ષમ ન છોડવી, તેમજ જ્યાં અહિંસા છે ત્યાં ધર્મ છે ને જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. આવી તેની શ્રધ્ધા હતી. ત્રીજું કેઈ માણસ જિજ્ઞાસુ બનીને તેની પાસે ઉપદેશ સાંભળવા આવે તે તેને ઉપદેશ આપ. બાકી ગમે તેને ઉપદેશ આપે નહિ. આત્મરમણતામાં લીન રહેવું. આ ક્ષમાવાન અને પવિત્ર સંન્યાસી ફરતે ફરતે એક શહેરની બહાર બગીચામાં આવ્યા અને એક ઘટાદાર વૃક્ષ નીચે શીતળ છાયામાં બેસી પ્રભુનું સ્મરણ કરવામાં લીન બની ગયો. આ શહેરના રાજા પોતાની રાણી સાથે ફરવા નીકળ્યા હતા. ઘણે દૂર જવાથી થાકી ગયા એટલે રાણીએ કહ્યું આપણે આ બગીચામાં ડીવાર વિસામે લઈને પછી રાજમહેલમાં જઈએ. એટલે રાજા અને રાણું તે બગીચામાં આવ્યા. અને તેઓ પણ એક વૃક્ષ નીચે વિશ્રામ લેવા બેઠા. રાણી સાથે આનંદ પ્રમોદ કરતાં રાજાને ડીવારમાં ઉંઘ આવી ગઈ. પણ રાણીને ઉંઘ આવતી નથી. એટલે રાજાની પાસે બેઠી હતી. ત્યાં તેણે એક વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલા સંન્યાસીને જોયા. સંન્યાસીને જોઈને તેને ખૂબ આનંદ થયે. “સંત માટે તલસતી રાણુ સંતને જોતાં સંત પાસે બેસી ગઈ? રાણી કુંવારી હતી ત્યારે સંત સમાગમ ખૂબ કરે. પણ રાજા નાસ્તિકમાં નાસ્તિક હતે. ધર્મનું નામ તે એને ગમતું નહિ. તે આવા સાધુની તે ઠેકડી ઉડાવતે હતે. એટલે પરણ્યા પછી રાણીને કદી સંતના દર્શન કે સમાગમ કરવાનો સુઅવસર મળ્યો ન હતો. ઘણાં વર્ષે તેણે સંતને જોયા એટલે રાજી રાજી થઈ ગઈ ને સંતની પાસે જઈ વંદન કરીને ત્યાં બેઠી. સંત ધ્યાનમાં હતા. ધ્યાન પૂરું થતાં સંન્યાસીએ આંખે ખોલીને જોયું તે પિતાની સામે એક નવયુવાન રૂપરૂપના અંબાર જેવી અને બેઠેલી જોઈ. એટલે સંન્યાસીના મનમાં થયું કે આ તે લેહી-માંસ. હાડકાથી ભરેલ ચામડાનો કોળેિ છે. મારે તેના સામી દષ્ટિ શા માટે કરવી જોઈએ? તરત આંખ બંધ કરી ધ્યાનમાં બેસી ગયા. આ જોઈ રાણી ખૂબ નમ્રતાપૂર્વક બોલી. બાપુ! હું આપની પાસે કેઈ આશાથી આવી નથી. મને પુત્ર, પૈસા કે ભૌતિક સુખની ઈચ્છા નથી. હું સંસારમાં ખેંચી ન જાઉં અને મારો આત્મા સદા જાગૃત
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy