________________
શારા શિખર આપવાની રૂચીવાળો હેય ને મધ્યમ ગુણવાળો હોય તે જીવ મનુષ્યપણું મેળવી શકે છે. સ્વભાવે પાતળા કષાય, દાનની રૂચી અને લજજા, દાક્ષિણ્યતા વિગેરે મધ્યમ ગુણો હોવા જોઈએ. આ ત્રણ ચીજ જેની પાસે હોય તે મનુષ્યપણામાં દાખલ થાય. આ ત્રણ ગુણના કારણે મનુષ્યભવ તે પામ્યા પણ એ ત્રણ ગુણોને સાચવીને બેસી રહેનાર મધ્યમ મનુષ્ય કહેવાય. | સાંભળો, એક ન્યાય આપીને તમને સમજાવું. જેમ કેઈ વિધવા બહેન હોય તેની પાસે દશ-પંદર હજારની મિલ્કત હોય તેને વ્યાજે મૂકે. મૂડીનું રક્ષણ કરી વ્યાજમાંથી ખર્ચ કાઢે તે મધ્યમ. મૂડીમાં વધારે કરતે જાય તે તે ઉત્તમ પુરૂષ કહેવાય. અને મૂડીને સાફ કરી નાંખે તે અધમ પુરૂષ કહેવાય. બેલે, તમે આ ત્રણમાંથી કઈ કેટીમાં છે ? ઉત્તમ, મધ્યમ કે અધમ? બંધુઓ ! આ ન્યાય આપણે આત્મા ઉપર ઘરાવે છે. જે મૂળ ત્રણ ગુણેમાં બીજા ગુણેની વૃદ્ધિ કરે, કષાયોને તેની નિર્મૂળ કરી નાંખે તે સિદ્ધગતિના સુખ પામે છે તે ઉત્તમ છે. એ ત્રણે ગુણો સાચવીને બેસી રહે તે મનુષ્ય કે દેવગતિને પામે છે તે મધ્યમ છે. અને એ ત્રણે ગુણોને નાશ કરે છે તે નરક, તિર્યંચ આદિ ગતિમાં ફેંકાઈ જાય છે તે અધમ છે. કષાય પાતળા ન હોય તે આપણું ખામી છે. કષા બનાવટી રીતે પાતળાં ન હોવા જોઈએ પણ સહજ રીતે પાતળા પડેલા હોવા જોઈએ તે કલ્યાણ થાય. માની લો કે કઈ માટે શ્રીમંત અહીં આવ્યું. એને કઈ ગરીબ માણસને ધક્કો લાગ્યા. તે ગરીબ માણસ ઉપરથી એને નમ્રતાપૂર્વક કહેશે કે ભાઈ સાહેબ! તમને વાગ્યું તો નથી ને? એને ધક્કો વાગ્યે તે પણ ઉપરથી એમ કહેવાનું કે તમને વાગ્યું તે નથીને ? શા માટે ગરીબ માણસે આટલી નમ્રતા બતાવી? એ શ્રીમંત છે. એને કંઈ કહીશ તે લેકે મને શું કહેશે? વળી ક્યારેક એની જરૂર પડશે માટે આ કૃત્રિમ કષાયનું પાતળાપણું છે પણ સ્વાભાવિક સમતા નથી પણ એ શ્રીમતિને ગરીબને ધક્કો લાગે ને કહે કે-ભાઈ! તને વાગ્યું તે નથી ને? એ સ્વાભાવિક પાતળા કષાય કહેવાય કારણકે તેનામાં સરળતા હતી.
આ રીતે અભિમાન પણ પાતળું પડવું જોઈએ. અભિમાન ઉપરથી પાતળું છે કે સ્વાભાવિક રીતે એ તે સમયે ખબર પડે. માની લો કે તમારે કાપડની દુકાન છે. કોઈ હલકો માણસ કાપડ લેવા આવે. તમે તેને કાપડ બતાવ્યું છે તેને ભાવ કહ્યો. ત્યારે તે માણસ કહેશે શેઠજી! જરા સાચુ બેલો. એનો અર્થ તમે જુઠા છે. એને તમારા વચન ઉપર ભરોસે નથી. માટે તમને સાચું બોલવાનું કહે છે. તે વખતે તમે શું કહેશે ? અરે ભાઈ! તારી પાસે ખોટું બેસું? બજાર વચ્ચે દુકાન ઉપર તમને જૂઠા કરાવે છે. તમે સાચા નથી એમ કહે છે છતાં તમે એને ભાઈ બાપલા કહીને પોતે સાચો છે તેની પ્રતીતિ કરાવવા જાઓ છે. આ વખતે તમારું