________________
१४
શારદા શિખર - જ્ઞાતાજી સૂત્રના આઠમે અધ્યયનમાં મહાબલ અણગારનો અધિકાર ચાલે છે. તે મહાબલ અણગાર એક મેટા મહારાજા હતા. તેમને ૫૦૦ તે રાણીઓ હતી. ભૌતિક સુખને તે પાર ન હતું. તે બધાને મેહ છોડી મૂક્ષનું સુખ મેળવવા સંયમ લીધે. કુલ હેય પણ કુલમાં જે ફેરમ ન હોય તે તે કુલની કિંમત નથી. તેમ સંયમ લીધા પછી સંયમી જીવનમાં વિનય, નમ્રતા, સરળતા, ક્ષમા, તપ આદિ ગુણ ન હોય તે સંયમી જીવનની કિંમત નથી. મહાબલ અણગારના જીવનમાં સંયમ સાથે આ બધા ગુણે હતાં. તેઓ ચારિત્રની મહેંકથી સંયમી જીવનમાં શોભી રહ્યા હતા. તે વીસ સ્થાનકની આરાધના કરી રહ્યા હતા. અરિહંત, સિધ્ધ, પ્રવચન, ગુરૂ, સ્થવિર બહથત અને તપસ્વી એ સાત બેલની વાત આપણે સમજી ગયા. હવે આગળના બેલની વાત વિચારીએ.
બસૂત્રી સંતને જોઈને તેમના ગુણ ગાયા કે અહો ભગવાન ! આપે કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાન પ્રાપ્તિ માટે કેટલે પરિશ્રમ કર્યો છે. અને આપનું જ્ઞાન બીજાને પ્રેમપૂર્વક આપે છે. આપ કેટલા મહાન અને ગુણીયલ છો. કોઈ ઉગ્ર તપસ્વીને જોઈને તેમના ગુણગાન કરવા. અહા, આ કેવા તપસ્વી છે ! ને હું તો ખાવાનું છોડી શકતો નથી. આ મહાન આત્મા કર્મ ખપાવવા માટે ઉગ્ર તપશ્ચર્યા કરીને કેવી સુંદર સાધના કરે છે ! એમ તેમના ગુણગાન ગાવા ને તેમની સેવા કરવી.
હવે આઠમું સ્થાનક ? “સમિક્ષા ના જોવો જ ઉપકત મહાન પુરૂષના જ્ઞાનમાં નિરંતર ઉપયોગ કરતાં રહેવું. ભગવંતનું જે જ્ઞાન છે તે જ્ઞાન મેળવવા ઉદ્યમ કરે અને મેળવ્યા પછી તેનું ચિંતન-મનન તેમજ સ્વાધ્યાય કરવી જોઈએ. સિધ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી જે તેમાં ઉપયોગ રાખવામાં ન આવે, સ્વાધ્યાય ન કરીએ તે જ્ઞાન ભૂલાઈ જાય છે. જેમ નાગરવેલના પાન ફેરવવામાં ન આવે તો બગડી જાય છે. પાનની દુકાનવાળા સાંજે પાનમાં પાણી છાંટી તેને ગોઠવીને તેના ઉપર ભીનું કપડું વીંટાળે છે. અને સવારે બધા પાન ફેરવે નાંખે છે. ન ફેરવે તે પાન સડી જાય છે. બહેને તાવડી ઉપર રેટલી નાંખીને તેને ફેરવે છે પણ જે ન ફેરવે તે બળી જાય છે. તેમ અત્યારે આપણું જ્ઞાન જે પંદર દિવસ, મહિને ન ફેરવાય તે તેમાં ભૂલ પડવા લાગે છે. અને ચાર મહિના ન ફેરવે તે ભૂલાઈ જાય છે. પણ જો તેની સ્વાધ્યાય કરવામાં આવે છે તે જ્ઞાન અનેક પ્રકારે પરગમે છે. અને તેનું ચિંતન-મનન કરવાથી તેમાંથી નવું નવનીત પ્રાપ્ત થાય છે. તેમાં રહેલા ગુઢ રહસ્ય સમજાય છે. જેમ કઈ માણસ દહીંને ગેરસીમાં નાંખીને જે ઉપર છલું વલે તે થોડું માખણ મળે છે. પણ જે ખૂબ વાવે તો ઘણું માખણ મળે