________________
શારદા શિખર
૩૫ છે. તેમ જ્ઞાની કહે છે જ્ઞાનમાં જેટલું વધુ ઉપયોગ લગાડવામાં આવે તેટલું જ્ઞાન દઢ થાય છે. એટલા માટે ભગવંતે સંતને બે વખત સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું કહ્યું છે.
सज्झाएणं भंते जीवे किं जणयइ ? सज्झाएणं नाणावरणिज्जं कम्मं खवेइ ।
હે પ્રભુ! સ્વાધ્યાય કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવંતે કહ્યું. સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થાય છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે. વાચના, પૃચ્છના, પરિણા, અણુપેહા અને ધર્મકથા.
ભગવંત કહે છે કે જ્ઞાની ગુરૂ પાસેથી તેમને વિનય કરીને સૂત્રની વાંચણી લેવી. વાંચણી કરવાથી કર્મની નિર્જરા થાય છે. ગુરૂની પાસે વાંચણી લેવાથી આપણી ભૂલ ટળે છે. ને નવું સમજવાનું મળે છે. શ્રુતની અશાતના થતી નથી, કૃતની અશાતના ન કરવાથી તીર્થ-ધર્મનું અવલંબન થાય છે. અને મહાનિર્જરા થઈને કર્મોનો અંત થઈ જાય છે. પૃચ્છના કરવાથી સૂત્ર અને અર્થ બનેની વિશુદ્ધિ થાય છે અને કાંક્ષા મોહનીય કર્મ નષ્ટ થાય છે. પરિયડ્રણ એટલે રોજ ફેરવવું. પરિણા કરવાથી વ્યંજના તથા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. અનુપ્રેક્ષા કરવાથી આયુષ્ય કર્મ છોડીને બાકીની સાત કર્મની પ્રકૃત્તિનાં ગાઢ બંધનો શિથિલ બની જાય છે. લાંબાકાળની સ્થિતિવાળા સાત કર્મો થોડા સમયની સ્થિતિવાળા બની જાય છે. તીવ્ર રસવાળી કર્મની પ્રકૃતિએ મંદ રસવાળી બની જાય છે. ઘણા પ્રદેશવાળી પ્રકૃતિઓ અ૫ પ્રદેશવાળી બને છે. આયુષ્ય કર્મનો બંધ કદાચિત થાય છે અને કદાચિત નથી પણ થતો. અશાતા વેદનીય કર્મ વારંવાર બંધાતું નથી. અને અનાદિ અનંત. અને દીર્ઘ માર્ગવાળી ચતુર્ગતિરૂપ સંસાર અટવીને જલ્દી પાર કરે છે. અને ધર્મકથા કરવાથી કર્મોની નિર્જરા થાય છે. અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવના કરવાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મોને બંધ કરે છે.
બંધુઓ ! સ્વાધ્યાય કરવામાં કેટલો બધો લાભ છે ! આ તો તમારી સામે ટૂંકમાં વાત કરી. એકેક બેલનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે તે ઘણાં દિવસ જોઈએ. હાલ તે તમને એ વાત સમજાવવી છે કે સ્વાધ્યાય કરવામાં કેટલું બધું લાભ છે. શાસ્ત્ર જેટલા કંઠસ્થ હોય તેટલા વધુ લાભ છે. કારણ કે પુસ્તકમાંથી દિવસે સ્વાધ્યાય કરી શકાય છે. પણ જે કંઠસ્થ હોય તો રાત્રે-પરેઢીયે સ્વાધ્યાય કરી શકીએ, તમે કહો છો ને કે “ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે” ડબ્બામાં ભાતું લઈ ગયા હોઈએ તે ભૂખ લાગે ત્યારે ડબ્બો ખોલીને ખાઈ શકીએ. અને પાસે ભાતું ન હોય તો ભૂખ્યા મરીએ. તેમ ભગવાન કહે છે કે તે સાધક ! જે સૂત્રનું જ્ઞાન કંઠસ્થ હશે તો તને જ્યારે સ્વાધ્યાય કરવાનું મન થશે ત્યારે કરી શકીશ. કદાચ શરીરમાં કોઈ રોગ આવ્યે. બેસી શકાતું નથી તો સૂતાં સૂતાં પણ સ્વાધ્યાય