SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શારદા શિખર આ ધન અને તન સાથે કાંઈ આવવાનું નથી. સાથે તે જીવનાં કરેલાં પુણ્ય પાપ અને શુભાશુભ કમે આવવાના છે. છતાં ધનને માટે ધર્મને ભૂલી જાય છે. ધનના ગુલામ બને છે. મેળવેલું તમે કેટલું ભાગવવાના છે ? છેવટે પાછળ રહેલાં ખાય છે, મિજખાનીએ ઉડાવે છે ને પાપ તા કરનારને ભાગવવું પડશે. તેમાં કાઈ ભાગ નહિ પડાવે. માટે જ્ઞાની કહે છે જ્યાં સુધી તન સારુ છે ત્યાં સુધી તપસયમ આદિ સાધના કરી લે. શરીર મેાક્ષમાં જવા માટેનું સાધન છે. જ્યાં સુધી આયુષ્ય રૂપી દીપક જલે છે ત્યાં સુધી આ શરીરના સદુપયાગ કરી લેા. સરકાર જાહેરાત કરે કે આજથી દરરાજ આઠ વાગે લાઈટ બંધ થઈ જશે તેા મારા ભાઈઆને-બહેનેા દિવસ છતાં બધું કામ સ`કેલી લે. કારણ કે તમે જાણા છે કે અંધારામાં કામ ખાકી રહી જશે. તેમ જ્ઞાની કહે તારા આયુષ્યની લાઈટ ક્યારે ખંધ થઈ જશે તેની ખબર છે કે શાંતિથી બેઠા છે ? મહારગામ જવાનું હોય ત્યારે છ વાગ્યાની ટ્રેઈન હાય તે પાંચ વાગે પહાંચી જાવ છે. ત્યાં કેટલી જાગૃતિ છે! પણુ જીવન રૂપી ગાડી કયારે ઉપડશે તેની ખાત્રી છે ? કાઈ ખરણામાં ચિઠ્ઠી લટકાવી ગયું તમારા ઘેર ધાડ પડશે. તેા કેટલા સાવચેત રહી. માલ-મિલ્કત મધુ ઠેકાણે કરીને જાગૃત રહેા છે. પણ આત્મા ઉપર કાળરાજાની ધાડ કયારે ધમધમ કરતી આવશે તેની ખખર નથી. જીવનરૂપી લાઈટ ક્યારે ચાલી જશે તે ખખર નથી. માટે સમજીને ભવરૂપી વનમાંથી છૂટકારો મળે તે માટે ધમ કરી લેા. જો શરીરને સાચવવામાં રહી ગયા તે પરભવમાં શી દશા થશે ? તેના ખૂખ વિચાર કરી મળેલા સાધન દ્વારા સત્કર્મ રૂપી સાધના કરી સાધનનેા સદુપયેાગ કરી લે. હવે ખીજો ખેલ છે તુ' ભૂલી જા. શુ' ભૂલી જા ? તેં કોઈનું ભલું કર્યુ હાય તો તે ભૂલી જજે. તેને તું યાદ કરીશ નહિ. કોઈ માણસ ભીડમાં આવી ગયા હાય ત્યારે તમે તેને મદદ કરી હાય, એની જતી આબરૂ સાચવી હાય તો સમય આવે તું એમ ન કહીશ કે તારી કેવી સ્થિતિ હતી ! એ તો હું હતો તો તારી આબરૂ રહી. મેં તને દુઃખમાં મદદ કરીને ખચાવ્યેા છે. તુ' મારાથી ઉજળા છે. આવું ન કહીશ. પણ એવા ભાવ રાખજે કે મેં શું કર્યુ છે ? દુઃખીને સહાય કરવી એ તો મારી ફરજ છે. મેં મારી માનવ તરીકેની ફરજ બજાવી છે. બાકી મે કંઈ કર્યુ નથી. તમે ત્રણ ચાર કલાક લાઈટ ખાળા તો ખીલ ભરાવુ પડે છે. જ્યારે સૂર્ય વિના ચાર્જ સવારથી સાંજ સુધી કેટલે પ્રકાશ આપે છે! વૃક્ષ તડકા વેઠીને થાકેલા મુસાફરને શીતળ છાયા આપે છે. આંખેા પથ્થરને માર ખાઈને મીઠા ફળ આપે છે. એ કાંઠે વહેતી નદી તૃષાતુર માનવીને શીતળપાણી આપે છે મેઘ દરિયામાંથી ખારું પાણી લઈ ને મીઠું પાણી આપે છે. આ બધા નિઃસ્વાર્થ ભાવે કેાઈ જાતના ચાર્જ વિના આટલું આપે છે તો હું માનવ છું. માનવ માનવને મદદ કરે ..
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy