________________
શારદા શિખર
૪૫
બધાને અહી. છેડીને જવાનુ છે. શરીરને માટે પાપ કરીને મેળવેલું ધનવૈભવ–વિલાસ આ બધું પણ અશાશ્ર્વત છે. પુત્ર-પત્ની, માતા-પિતા આદિ સ્વજને અને મિત્રો એ મધા સાથેના સહવાસ પણ અનિત્ય છે. કારણ કે એ બધાની સાથે લાંબા કાળ સુધી વસીને ગાઢ સ્નેહ કર્યાં હાય છે છતાં અંતિમ સમયે બધાને સહવાસ છેડીને અહીંથી વિદાય થવું પડે છે. ભાગાને લાંખા કાળ સુધી ભાગવવા છતાં જીવને તૃપ્તિ થતી નથી. પણ યાદ રાખો કે ઈચ્છાએ કે અનિચ્છાએ એક દિવસ છેડવા પડશે. તેના કરતાં સ્વેચ્છાએ છેડી દેશેા તા મહાન લાભ થશે. પ્રેમથી ધર્મનું સેવન કરે. ધર્મ કરશે! તે મા લેાકમાં ને પરલેાકમાં સુખની પ્રાપ્તિ કરશે. આપણી જિંદગી ટૂંકી છે. માટે આરાધનામાં જોડાવુ' જોઈ એ.
આજના માનવી વર્ષગાંઠના દિવસ આવે છે ત્યારે મિષ્ટાન્ન મનાવીને ઉડાવે છે ને આનંદ માણે છે. ત્યારે જ્ઞાની પુરૂષા કહે છે સંસારના માહમાં પાગલ અનેલા હું પામર જીવ! તારું આયુષ્ય ક્ષણે ક્ષણે કપાઈ રહ્યું છે. ને મૃત્યુ તારી નજીક આવતું જાય છે. માટે ચેતી જા અને જીવનમાં ધર્મના સંચય કર. હું તમને પૂછું છું કે તમે શેના સંચય કરે છે ? ધનનેા કે ધર્મના ? બેલે....તમને તો ધન ખૂબ (પ્રય છે એટલે રાત-દિવસ ધનને સંગ્રહ કરે છે ને ? પાગલ માણસ રસ્તે ચાલતા ચાલતા કાગળીયા, ચીંથરા, કાંકરા આ બધુ ભેગુ કરે છે. ડાકમાં હાંડલાના કાંઠા પહેરે ને ડાહ્યા માણસાને જોઈને હરખાય, નાચે, કૂદે ને ખેલે છે કે જુએ! મે' કેટલું ભેગું કર્યું...? તેમ મેહ રૂપી નશામાં મુગ્ધ બનેલા જીવા ધને ભૂલીને ધન ભેગુ કરવાના મેહમાં પડયા છે. તે સત્યાસત્યને પણ ભૂલી જાય છે. ને માનવુ ધને પણ વીસરી જાય છે. તે પણ એક પ્રકારનું મેહ રૂપી ગાંડપણુ છે.
ક્ષણે ક્ષણે આયુષ્યના દોર કપાઈ રહ્યો હોય, મૃત્યુ રૂપી રાક્ષસ સામે ધસી આવતા હાય ત્યાં આ પુદ્ગલના પથારામાં આનંદ કેમ આવે છે? જ્ઞાની કહે છે કે સંસારનાં દરેક કાર્ય કરતાં તમે મૃત્યુને નજર સમક્ષ રાખશે! તેા પાપ કરતાં ડર લાગશે. એક તત્ત્વચિંતકે તત્ત્વનું ખૂબ ચિંતન કરીને ચાર ખેલની તારવણી કરીને જગત સમક્ષ મૂકી. તેમાં પહેલા એલ એ છે કે તમે એક વાત સમજો કે વહેલાં કે મેાડાં એક દિવસ મારે આ બધુ છેાડીને જવાનુ છે. જ્યારે કે ત્યારે અહીંથી જઈશ ત્યારે આ ધનના ઢગલામાંથી એક રાતી પાઈ મારી સાથે આવવાની નથી. એક ભક્તે ગાયું છે કે
ધન સાથે નહિ આવે, તન પાછળ રહી જાવે, પાપને પુણ્ય જે આવશે સાથમાં...ધન સાથે નહિ આવે... ધન કાજે હું જ્યાં ત્યાં દોડુ, ધ ક્રિયા કરવાનુ છેતુ',
હું એમાંથી પાસું થાતું, બાકી સ્વજને પચાવે...ધન સાથે નહિ આવે
૪૪.