________________
શા શિખર
કં૪૭ તેમાં ઉપકાર શેને? બંધુઓ! ખેડૂત ખેતરમાં પાંચશેર અનાજ વાવે છે તો તેના એકેક કણે હજારો કણ મળે છે. વાવ્યા કરતાં હજાર ગણું તે ફળ મેળવે છે. તમે જે કીર્તિ અને વાહવાહન મેહ છેડી દાન કરશે તો તેનું અનેકગણું ફળ મળશે.
ત્રીજો બેલ છે જીવનને ખ્યાલ રાખેને વિચારો કે હું ગમે તેટલું પાપ ખૂણામાં બેસીને કરીશ કે પાતાળમાં બેસીને કરીશ તો ભલે બીજા કેઈ મને ન જોઈ જાય પણ સર્વજ્ઞ ભગવાન તો એમના જ્ઞાનમાં બધું જાણે છે ને દેખે છે. જઘન્ય બે ક્રોડ કેવળી અને ઉત્કૃષ્ટ નવ કોડ કેવળી, જઘન્ય ૨૦ તીર્થકર, ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થકર ભગવંતે અને અનંતા સિધ ભગવંતો મારું પાપ જોઈ રહ્યા છે. અને કરેલા કર્મનું ફળ મારે ભેગવવું પડશે તેને ખ્યાલ રાખીને પાપ કરતાં પાછા ફરો.
ચેથી બેલ છે તારા ઉપર કેઈ અપકાર કરે તે તું તેને બદલો ઉપકારથી વાળજે. આ ચોથા બેલ ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. રક્ષાબંધન તે આવતી કાલે છે પણ તમે આજે સાચા વીરા બની બહેનને સંભાળજે. જુના વૈરને ભૂલી જજે.
એક બહેન કર્મના ઉદયથી ખૂબ ગરીબ છે. ઝુંપડપટ્ટી જેવા ઘરમાં વસી છે. વરસાદ ખૂબ પડે એટલે ઘરની આજુબાજુ પાણી ભરાઈ ગયા છે. તેની બાજુમાં એક શ્રીમંતને બંગલે છે, રમઝમ કરતે રક્ષાબંધનને દિન આવ્યું. શ્રીમંતે એની બહેનને જમવા તેડી છે બહેન એના નાના નાનાં બાલુડાને લઈને ભાઈને ઘેર આવી. ભાઈને ઘેર તે મીઠાઈનાં બેકસ ને બોકસ આવ્યા છે. બીજાં સગાં સનેહીઓ પણ તે દિવસે જમવા આવવાના છે. એટલે ૧૦૦ માણસો જમનારા છે. શેઠાણીએ મીઠાઈ થાળમાં કાઢી લઈને ખાલી બેખા ફેંકી દીધા. ઝુંપડીમાં વસતી ગરીબ બહેનના બાલુડા કહે છે–બ! આ બાજુવાળા કાકાને ઘેર અમારા જેવા છોકરાં જમવા આવ્યા છે તે એમ કહે છે કે આજે રક્ષાબંધનને દિન છે. એટલે અમે અમારા મામાને ઘેર જમવા આવ્યા છીએ. તે હું બા ! આપણે મામાને ઘેર જમવા નહિ જવાનું ? અમારે મામા નથી ? એની માતા કહે છે બેટા ! મામા છે. ત્યારે બાલુડા કહે છે બા ! ચાલે ને આપણે પણ મામાને ઘેર જઈએ. તું અમને મામાને ઘેર કેમ કેઈ દિવસ લઈ જતી નથી ?
બાલુડાના મીઠા બોલે માતાનું હૃદય ભરાઈ ગયું” નિર્દોષ બાળકની વાત સાંભળી માતાની આંખમાં આંસુ આવી ગયા. વાત એમ છે કે આ બહેનનો ભાઈ ઘણે શ્રીમંત છે. પણ ઘરમાં એવી કુભાર્યા સ્ત્રી આવી છે કે તેણે એના પતિને એ ભરમાવી દીધું કે આ તમારી બહેન ખરાબ પગલાંની છે. જુઓ, પરણીને સાસરે ગઈ તે પૈસે ચાલ્યા ગયે. હવે આપણાં ઘરમાં એના પગલાં થશે તે આપણે પણુ ગરીબ બની જઈશું. ભાઈએ બહેન પ્રત્યે પ્રેમ ઘણે હતે પણ શ્રીમતીજીને