________________
કેજર
શારદા શિખર રાણીઓમાં નાની છું પણ મને પટ્ટરાણીનું પદ આપીને તેમણે મટી કરી. તેને કારણે મારી બહેનને દુઃખને પાર નથી. જે હું અહીં ન આવી હતી તે મારી બહેનને પણ દુઃખ ના થાત.
હે પુત્ર! તારા વિના આ સોનાને મહેલ શ્મશાન જે બિહામણો લાગે છે. હું તારા વિયોગમાં મારા દિવસો કેવી રીતે પસાર કરીશ? હે પુત્ર! મુદ્દાની વાત તો કહેવી ભૂલી ગઈ.
ભામા સે શત કરી શીર મૂંડણ, યહ દુઃખ ખટકે કંટક ફૂલ, ઊંચી લે પટકી મુખ્ય પાતાલમેં, કીન્હા સુખ વૃક્ષ સમૂલ વિનાશ રે...
હે મારા લાલ ! તારી આશાએ મેં સત્યભામાની શરત સ્વીકારી છે. સત્યભામાના પુત્રથી પહેલા તારો જન્મ થયે તેથી લગ્ન પણ પહેલાં થાત તો મારે માથું મુંડાવવું પડત નહિ. તું જતાં મારે માથું મુંડાવવાને વખત આવશે. બેટા ! એ દુઃખ તો મને કાંટાની જેમ ખટકે છે. તારા પિતાના મારા ઉપર ચાર હાથ છે. સૌથી મારું સ્થાન ઉંચુ છે. પણ એ ઉંચુ સ્થાન કુદરતને ગમ્યું નથી. મને ઊંચે ચઢાવીને નીચે પટકી દીધી. આ પ્રમાણે રૂક્ષ્મણી ખૂબ ઝૂરે છે ને વિલાપ કરે છે. સારી દ્વારકા નગરીમાં વાયુ વેગે સમાચાર પ્રસરી ગયા કે કૃષ્ણ વાસુદેવના પુત્રનું અપહરણ થયું છે. હજુ તો તેને જમત્સવ ઉજવાઈ રહ્યો છે. તેનું જ અપહરણ થવાથી વાજિંત્રો વાગતાં બંધ થઈ ગયા. ને ખાખી દ્વારકા નગરીમાં ઉદાસીનતાનું વાતાવરણ છવાઈ ગયું.
રૂક્ષમણી કહે છે મારા બાલુડાને કણ લઈ ગયું ? આમ કહેતાં બેભાન થઈને પડી ગઈ. માંડ ભાનમાં લાવ્યા ત્યારે ઉઠીને મહેલની બહાર જઈને જેમ ભિખારી રોટીની ભિક્ષા માંગે તેમ બધાને પૂછે છે મારો લાલ ? મને લાવી આપે ને ? રૂકમણીની આ સ્થિતિ જોઈને દાસ-દાસીઓ મૂંઝાઈ ગયા. રૂકમણીને હિંમત આપવા લાગ્યા. દાસીએ હવે કૃષ્ણને સમાચાર આપશે, પછી કૃષ્ણજી આવશે ને પ્રદ્યુમ્નની શોધ કરાવશે. રૂમણું હજુ કે વિલાપ કરશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૫ શ્રાવણ સુદ ૧૪ને રવિવાર
તા. ૮-૮-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને !
અનંત કરૂણાના સાગર, ત્રિલેકીનાથના મુખમાંથી ઝરેલી શાશ્વતીવાણી તેનું નામ સિધ્ધાંત. મહાબેલ અણગાર વીસ સ્થાનકની આરાધના કરે છે. તેમાં પહેલું