________________
શારદા શિખર
૩૪૧ સંસારનો પ્રવાસ ખેડી રહ્યો છું. હું પ્રવાસી મટીને ત્યાંની નિવાસી ક્યારે બનીશ? શાશ્વત સુખને કયારે પ્રાપ્ત કરીશ? આ રીતે મહાબલ અણગાર અરિહંત અને સિધ્ધપ્રભુના ગુણગાન કરે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર - અપહરણ થયેલ પુત્રની શોધ” – પ્રદ્યુમ્નકુમારનું અપહરણ થવાથી રૂક્ષમણી કાળો કલ્પાંત કરે છે. ને બોલે છે હે પુત્ર ! તું ક્યાં સંતાઈ ગયો છે ? હે મારી વહાલી દાસીઓ ! મારા પુત્રને તમે ક્યાં સંતાડી દીધો છે? તમે જે મારી મશ્કરી કરીને મારા બાલુડાને સંતાડી દીધો હોય તો તમે મને ઝટ આપી દે. પુત્રના વિગથી મારું તો કાળજું ચીરાઈ જાય છે, બહેન ! હું ખેળા પાથરું છું. મને મારા પુત્ર આપી દે.
ત્યારે દાસીઓ કહે મહારાણી ! અત્યારે આપના હોશકોશ ઉડી ગયા હોય તેવા સમયે શું અમે આપની મશ્કરી કરીને પુત્રને છૂપાવી રાખીએ ? અમે આવી મજાક ન કરીએ. પણ રાત્રે આપ તેને ગોદમાં લઈને સૂતા હતાં તે વાત નક્કી છે. પણ આપ ઉંઘી ગયા પછી કઈ પાપી દેવ તેને ઉઠાવીને લઈ ગયા લાગે છે. બાકી અહીં કોઈ આવ્યું નથી. આ સાંભળી રૂક્ષ્મણી કહે છે અરેરે.... મારા જેવી અભાગણી આ દુનિયામાં કેણ સ્ત્રી હશે ? કે આવા રતન જેવા પુત્રને જન્મ આપીને તેને સાચવી શકી નહિ. એ મારા પુત્રને કણ લઈ ગયું હશે ?
હે પુત્ર! મેં તે મનમાં તારા માટે કેટલા મનોરથ સેવ્યા, અરે દીકરા આશાના મિનારા બાંધ્યા હતા. મારા મિનારા કયા પાપીએ તોડી નાંખ્યા ? અરે, પૂર્વ જન્મનો દુશમન તને હરીને કયાં લઈ ગયો છે? અરે પાપી દેવ ! તેં દુશ્મનાવટ કરીને મારા મનનાં મનોરથને જડમૂળથી ઉખેડી નાંખ્યા. અરે ! મારી આશાના મિનારા ભાંગીને ભુકકે કરી નાંખ્યા, આ રીતે દુશ્મનને એલંભે આપે છે. તો ઘડીકમાં પુત્રને એલંભે આપતી શું કહે છે? હે પુત્ર ! તું મારી કુખે જન્મે. મને રાજી કરીને તેં આ શું કર્યું? ભગવાન ! આ કરતાં હું વાંઝણી રહી હતી તો સારું હતું, તો એક જ વાત કે મને પુત્ર નથી. અરે દીકરા ! તને જન્મ આ તો આ ઝૂરવાનો વખત આવ્યો ને ? આ રીતે પુત્રને એલંભે દેતી છેવટે પિતાને એલંભે દેવા લાગી.
બંધુઓ ! માતાને પ્રેમ કેવો છે! સંતાન પ્રત્યે માતાની કેટલી મમતા હોય છે! પુત્રના મેહમાં રૂકમણી કેવાં કેવાં કરૂણ શબ્દ બોલી રહી છે! હવે પિતાની જાતને કહે છે હે પાપણી ! તું પોતે શા માટે જીવતી રહી છે? તારા ઉપર વીજળી કયાં ન પડી ! અરેરે....કાળા નાગ ! તમે મને શા માટે ન કરડયા ? અરે હીંચકે હીંચતા હીંચકે તૂટી પડે ને હું મરી જાઉં એવું કેમ ન બન્યું ? હું કૃષ્ણની બધી