________________
કેર
વારતા શિખર રહીને ચૂપચાપ આત્માનંદ માટે ગાવાવાળા સંગીતકારની મધુર સ્વર લહરીનું રસાસ્વાદન કરવા લાગ્યા. આ સાંભળીને અકબર બાદશાહના મનમાં થયું કે શું આમનું સંગીત છે ! શું તેનામાં મધુરતા અને રમણીયતા છે ! તેના ગીતમાં કેટલા સુંદર ભાવ ભર્યા છે ! બાદશાહ અકબર તાનસેનના ગુરૂનું સંગીત સાંભળીને એટલા આનંદિત થયા કે તેમની આંખે હર્ષના આંસુથી છલકાઈ ગઈ. તેમનું શીર ગુરૂના ચરણમાં મૂકી પડયું.
તાનસેન અને અકબર બાદશાહ બંને ગીત સાંબળીને ઘેર ગયા. પણ બાદશાહનું મન તે ગુરૂના ગીતમાં રમે છે. એક દિવસ અકબર બાદશાહે તાનસેનને કહ્યું – તાનસેન! આજ સુધી તે હું તારી સંગીત વિદ્યા પર મુગ્ધ હતો, તારા ગીતથી મારા મનને મોરલો નાચી ઉઠતે હતા. પરંતુ તારા ગુરૂનું સંગીત સાંભળ્યા પછી તારું સંગીત નિરસ અને સાવ ફીકકું લાગે છે. ગુરૂની સંગીત કળાને જે રસ અને આનંદ મને પ્રાપ્ત થયું છે તેમાં અને તમારા દ્વારા ગવાતા સંગીતમાં આટલું બધું અંતર કેમ છે? તમે સંગીત વિદ્યા તે તે ગુરૂ પાસેથી શીખ્યા છે.
તાનસેને સરળતાથી કહ્યું-બાદશાહ! મારા ગુરૂ જ્યારે ગાય છે ત્યારે તેમનું મન સ્વયં આનંદથી ભરેલું હોય છે. તે પ્રભુ પાસે પિતાના આત્માના પિકાર પર ગાય છે અને સ્વયં આનંદને અનુભવ કરે છે. પરંતુ હું આપતા તથા બીજાના કહેવાથી ગાઉં છું પણ મને આનંદ ત્યારે આવે છે કે ચારે બાજુ મારી પ્રશંસા થાય, આપ રાજી થઈને મને ઈનામ આપે અને પબ્લીક રાજી થઈને બોલે કે ધન્ય છે તાનસેનને! શું તેનું સંગીત છે! મારો જયજયકાર બોલાય તેની રાહ જોઉં છું. સાચું કહું તે મારા સંગીતમાં યશ-કીતની પ્રાપ્તિ, વાહવાહની ચાહના અને ધન પ્રાપ્તિની આશાનું વિષ ભરેલું છે. જ્યારે મારા ગુરૂને યશ-કીતીની, પ્રતિષ્ઠાની કે ધનની કઈ આશા નથી. તેમને તે ફક્ત ભગવાનને ભેટવા છે. તે અંતરના ભાવથી ગાય છે. હું યશ-પ્રતિષ્ઠા ને ધનની આશાથી ગાઉં છું. અકબર પિતાના પ્રિય સંગીતકાર તાનસેનની સ્પષ્ટ વાત સાંભળીને નમી પડ્યા, માન છેડીને કઈ વ્યક્તિ કહી શકે કે હું કંચન-કીર્તિ માટે ગાઉં છું. ધન્ય છે તાનસેન તને ! તાનસેનની સ્પષ્ટ વાત સાંભળીને તેને સમજમાં આવી ગયું કે કઈ પણ ક્રિયાનું સાચું ફળ ક્યારે મળે ? કે જ્યારે આત્માનંદ અને સંતોષ માટે આકાંક્ષા રહિત અને પવિત્ર ભાવથી ક્રિયા કરીએ ત્યારે. આ દષ્ટાંતમાંથી આપણને પણ એ બેધપાઠ મળે છે કે આપણે જે તપ-ત્યાગ આદિ શુભ ક્રિયાઓ કરીએ છીએ. તે કઈ પણ ફળની આંકાક્ષા રહિત, તથા યશ-કીતની ઈચ્છા રહિત અને દઢ શ્રધ્ધાપૂર્વક કરાય તો તે તપ આદિ ક્રિયાઓ મહાન લાભ આપે છે. તેના પરિણામે મોક્ષના સુખ મળે છે,