________________
૨૨
શારદા શિખર જોયું તો સાપ નથી છતાં છાતીમાં કેટલે થડકારે થાય છે? સ્વરમાં ને શબ્દ બેલવામાં કેટલો ફેરફાર થયે છે તે આપ તપાસજો. સર્પ આવ્યું નથી છતાં તે જગ્યાએ તમને ત્યારે કેઈ સૂવાનું કહે તે સૂવો ખરા? ન સૂવે. કાર સપને ડર લાગે છે. હવે હું તમને પૂછું કે જેટલો સર્પને ડર છે તેટલે સ્વપ્નમાં દેવગુરૂ-ધર્મની અશાતના કરી એવું સ્વપ્ન આવ્યું ને પછી જાગી ગયા તે હૈયે હાથ પડે ખરો? થડકારો થાય ખરે? ન થાય. એટલે સર્પને ડર છે તેટલો પાપને ડર નથી. પણ યાદ રાખજો કે “સાપ શરીરને મારે છે, પાપ આત્માને મારે છે. સમકિતી આત્માને સાપના ડર કરતાં પાપને ડર વધુ હોય છે.
આ જગતમાં વિવેકી મનુષ્ય પાપથી ડરે, વૈષ્ણવ, શ, મુસલમાને, ક્રીશ્ચીયને વગેરે પાપથી નથી ડરતા તેવું એકાંતે ન કહી શકે. એ પાપથી ડરે છે, તમે પણ પાપથી ડરો છે. પરંતુ સમકિતી જે પાપથી ડરે છે ને મિથ્યાત્વી જે પાપથી ડરે છે તેમાં ઘણે ફરક છે.
સમકિતી અને મિથ્યાત્વીના પાપના ડરમાં અંતર સમકિતી છે ૧૮ પ્રકારના પાપના સ્થાને યથાર્થ રૂપે જાણે છે, સાચા દેવ-ગુરૂ-ધર્મને પણ જાણે છે તેમજ જીના સંક્ષેપથી ૧૪ અને વિસ્તારથી પ૬૩ ભેદને પણ યથાર્થ રૂપે જાણે છે. સર્વ જીવને આત્મા સમાન ગણે છે. તેથી કઈ પણ જીવની હિંસા કરતાં તેને પાપને પૂરેપૂરો ડર રહે છે. ત્યારે મિથ્યાત્વી જીવ ૧૮ પ્રકારના પાપસ્થાનકને યથાર્થ રીતે જાણતા નથી, તેના દેવ-ગુરૂ-ધર્મ પણ સાચા નથી. વળી જીવના સ્વરૂપને પણ સંપૂર્ણપણે જાણતા નથી તેથી તે (પાંચ સ્થાવર આદિ) જીવોની હિંસાને હિંસા તરીકે સ્વીકારતા નથી પછી તેને પાપને ડર હોય જ ક્યાંથી ? એમ સમકિતી અને મિથ્યાત્વીના પાપના ડરમાં ઘણું અંતર રહેલું છે સમકિતી આત્માના અંતરમાં રાત દિવસ એ ઝંખના અને એ લગની હોય છે કે ક્યારે હું ઘાતી કર્મોને તેડી કેવળજ્ઞાન પામી મેક્ષ મંઝીલે પહોંચું.
અકબર બાદશાહને લગની લાગી છે તાનસેનના ગુરૂનું ગીત સાંભળવાની. જ્યારે તમને આત્માની લગની લાગશે ત્યારે જ ઉપદેશની જરૂર નહિ રહે. એંજિન પાટા ઉપર ન ચઢે ત્યાં સુધી વાંધે. જ્યારે પાટા ઉપર ચઢી ગયું પછી લાખે ને કરોડે મણ વજન ખેંચી જાય છે. અકબર બાદશાહ દર નિર્જન સ્થાનમાં જ્યાં તાનસેનના ગુરૂ મઠ બાંધીને રહેતા હતાં ત્યાં પહોંચી ગયા. સાંભળવાની લગની લાગી છે તે હિંસક પ્રાણીની બીક પણ ના લાગી. તે સમયે તે સંગીતકાર પિતાના આત્મામાં મસ્ત બનીને પૂર્ણ તન્મયતાથી ગાઈ રહ્યા હતા. તેમને દુનિયાની કોઈ ચિંતા નથી. બીજી બાજુ અકબર બાદશાહ અને તાનસેન બને ગુરૂની ઝુંપડીની બહાર ઉભા