________________
ઠ૨૪
શારદા શિખર | મુક્તિપુરીના સુખડા આ માનવભવમાંથી મેળવી શકાય છે. જ્ઞાની ભગવંતે એ કહ્યું છે કે “કુદે હજુ માથુ મ” માનવભવ દુર્લભ છે. જન્મ એ સારો નથી છતાં જ્ઞાનીએાએ મનુષ્ય જન્મને એટલા માટે સારો કહ્યો છે કે એ જન્મ દ્વારા જન્મ રહિત બની શકાય છે. જીવનને કિંમતી બનાવવા માટે માનવ જન્મની કિંમત સમજે. જન્મનું દુઃખ છે ત્યાં શરીરનું દુઃખ છે. કારણ કે સિધ્ધ ભગવંતને શરીર નથી તે કેઈ ઉપાધિ નથી. આપણે શરીર છે તેથી બધી ઉપાધિઓ છે. શરીર ઉપર તમને પ્રેમ છે કે શ્રેષ? પ્રેમ હોય તો દેહ જે માંગે તે આપવાનું મન થાય ને ઠેષ હોય તે તેનાથી છૂટવાનું મન થાય. ઈન્દ્રિઓની ગુલામીમાંથી મુક્ત બનવા માટે શરીર અને સંસારની મમતા ત્યાગી સંયમ માર્ગે આવી જાવ. અશરીરી અવસ્થા પ્રાપ્ત કરવા માટે જેને મન થતું નથી તેને જન્મ-મરણના ફેરા ખરાબ નથી લાગ્યા. એ ખરાબ નહિ લાગે ત્યાં સુધી ઈન્દ્રિઓના વિષયથી મુક્તિ મેળવવાનું મન નહિ થાય. અને ત્યાં સુધી જીવન સારું નહિ બને. પાંચ ઈન્દ્રિઓની ગુલામી છે. મહાન પુરૂષ ઈન્દ્રિઓને હુકમ કરે છે કે હું તમારો ઉપયોગ કરીશ પણ તમે જ્યાં જવા ઈચ્છે છે ત્યાં જવા દઈશ નહિ. સમજે, ઈન્દ્રિઓ આપણા ઉપર કાબૂ રાખે તે માનજે કે ઉલ્ટી ગંગા વહી રહી છે. સર્વજ્ઞ ભગવંતની વાણી સાંભળી સવળી કરવાને આ અમૂલ્ય અવસર મળે છે.
આ અમૂલ્ય અવસરમાં તાનસેનના ગુરૂની જેમ પ્રભુ સ્મરણમાં લીન બનવાનું છે. જેને પ્રભુની આજ્ઞા પ્યારી લાગે તે તેનામાં મસ્ત બની શકે. ત્યારે આત્મા બોલી ઉઠશે.
પ્રભુ તારું ગીત મારે ગાવું છે, ભક્તિના રસમાં મારે નહાવું છે પ્રભુ તું વીતરાગી હું અનુરાગી, તારા ભજનની રઢ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે...પ્રભુ તારું જ્યારે આત્મા વિતરાગ વાણીનું શ્રવણ કરતાં એકતાર બને છે ત્યારે જેમ તરવૈયે દરિયામાં ડૂબકી લગાવે છે તેમ આત્મા પ્રભુ આજ્ઞામાં ડૂબકી મારે છે અને તેને બેડો પાર થાય છે.
મહાબલ અણુગારના છ મિત્ર શિષ્ય ગૌચરી લઈને આવ્યા ત્યારે કહે મેં થે ઉપવાસ કર્યો છે. છ શિ નથી જાણતા કે આ મહાબલમુનિ માયાથી ઉપવાસ કરે છે. હવે આગળ શું આવશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : પ્રદ્યુમ્નકુમારને પુણ્યમે રક્ષણદાતા મળી ગયા. વિદ્યાધર રાજા અને રાણીના દિલમાં ખૂબ આનંદ છે. એ આનંદની સાથે રાણીના મનમાં એ ચિતા થાય છે કે મારા આ પુત્રને રાજ્ય મળશે કે નહિ ? મારી શોક્યને દીકરો થાય તો