________________
}ܪ
શારદા પર મારે છે ને તું હસે છે તે શું તું પાગલ છે ? ત્યારે ભિખારીએ કહ્યું મહારાજા ! પાગલ તે નથી પણ મને તમારા સિપાઈએ લાઠી મારી ત્યારે મને એક વિચાર આવે તેથી હું હસું છું. રાજાએ પૂછયું તને શે વિચાર આવે ત્યારે ભિખારીએ કહ્યું કે આપ મને અભયદાન આપે તે કહું. રાજાએ કહ્યું ભલે, તને મારા તરફથી અભયદાન. ત્યારે ભિખારીએ કહ્યું. મહારાજા! મને માર પડે ત્યારે એ વિચાર આવ્યું કે હું રાજાની ફેકેલી કેરી ચૂસું છું તે પણ મને માર ખાવું પડે તે રસથી ભરપૂર અને તાજી કેરી ખાનાર રાજાને કેટલે માર ખાવો પડતો હશે? રાજા સમજી ગયા. અહ! ભિખારીએ આજે મને કેટલી સુંદર વાત કરી. રાજાએ ભિખારીને સારું ઈનામ આપીને તેનું જિંદગીનું દારિદ્ર ટાળી દીધું ને પોતે ચિંતન કરવા લાગ્યા કે આ જીવન માલ મિષ્ટાન ઉડાવી પૂરું કરવા માટે નથી પણ જીવનમાં ત્યાગ લાવ જરૂરી છે.
જેમણે સંસારના સર્વસ્વ સુખોનો ત્યાગ કરીને સંયમ લીધો છે, જેઓ સંયમમાં દુષ્કર સાધન સાધી રહ્યા છે તેવા મહાબલ અણગારની બીજા સંતે ચિંતા કરે છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર : પુણ્યને ચમકારો પ્રદ્યુમ્નકુમારનું પુણ્ય બળવાન હતું એટલે વરી દેવે તેને મારી નાંખવાના ગમે તેટલા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. કહેવત છે ને કે જેને રામ રાખે તેને કેણ ચાખે' એમ પ્રદ્યુમ્નકુમારને માટે પણ પુણ્યનાં રખોપાં હતા એટલે તેને વાળ વાંકે થયો નહિ. અને કુદરતે વિદ્યાધર અને વિદ્યાધરી જતાં હતાં. તેમનું વિમાન અટકયું. અને નીચે ઉતરી પ્રદ્યુમ્નકુમારને શીલા નીચેથી કાઢ. તે સમયે યમસમર વિદ્યાધરના મનમાં થયું કે આ બાળકનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સમાન શોભે છે. તથા તેના શરીરની કાતિ સાક્ષાત સૂર્યસમાન, દેદિપ્યમાન છે. આથી તેણે પણ તે બાળકનું નામ પ્રદ્યુમ્નકુમાર પાડ્યું.
બંધુઓ ! પ્રદ્યુમ્નકુમારનું પુણ્ય અથાગ છે. પણ પૂર્વ કર્મના ઉદયે દેવે એનું અપહરણ કર્યું ને માતા રૂક્ષમણીનો વિયેગ પડે. પણ પૃદયે વિદ્યાધર રાજા અને તેમની રાણી મળી ગયા. આવા પુત્રને જોઈને બંનેના આનંદનો પાર ન રહ્યો. રાજા હર્ષમાં આવીને કહે છે કે
| હે મહારાણી ! તું કેવી ભાગ્યવાન છે ! તેં પૂર્વભવમાં ખૂબ તપશ્ચર્યા કરી હશે, અગર સંતને સુપાત્રે ઉત્કૃષ્ટ ભાવે દાન દીધું હશે. તેના ફળ રૂપે તને કઈ પણ જાતના કટ વગર આ ચિંતામણી રત્ન જેવો પુત્ર મળે. અત્યાર સુધી તારે પુત્ર ન હતું. આજથી તું પુત્રની માતા બની. એમ કહી વિમાનમાં બેસીને વિદ્યાધર રાજા અને રાણી પિતાના નગરમાં આવ્યા ને રાણીને મહેલમાં જઈને