________________
શારદા શિખર
૩૧૭ પલંગમાં સુવાડી દીધી. ને રાજાએ જાહેર કર્યું કે મહારાજાને આટલી બધી રાણીઓ હોવા છતાં પુત્ર નહિ હોવાથી આ મહારાણી ગર્ભવતા હતા તે વાત ગુપ્ત રાખી હતી. આજે મહારાણીએ દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો છે. આખા ગામમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ.
વિધાધર રાજાએ ઉજવેલો જન્મ મહોત્સવ પિતાના મહારાજાની રાણીએ પુત્રને જન્મ આપ્યો તે સમાચાર જાણી પ્રજાજનોને ખૂબ આનંદ થયો. રાજાએ ખૂબ સુંદર રીતે પુત્રને જન્મ મહોત્સવ ઉજળે. યાચકોને દાન દીધું. બંધીવાનોને મુક્ત કર્યા. નગરમાં મીઠાઈ વહેંચી અને આખું નગર શણગારવામાં આવ્યું. આટલા વર્ષે રાજકુમારનો જન્મ થયે તેની ખુશાલીમાં નગરજનો અનેક ભેટે લઈને આવ્યા. મહારાજા ગરીબ કે શ્રીમંત દરેકની ભેટ પ્રેમથી સ્વીકારે છે, અને જેટલું પ્રજાજનો આપે છે તેનાથી ડબલ રાજા તેમને ધન આપે છે. આ રીતે ખૂબ ધામધૂમથી પ્રદ્યુમ્નકુમારનો જન્મ મહોત્સવ ઉજવાયે. રાજા-રાણુને પુત્રની પ્રાપ્તિ અને જોત્સવ ઉજવાયે તેથી ખૂબ આનંદ થયો. પણ ઘણું આનંદમાં એક દુઃખ તેમના દિલમાં ખટકવા લાગ્યું. એટલે રાજાને કહે છે સ્વામીનાથ! જુઓ તે ખરા. આ પુત્ર કે સુંદર છે ! તેજસ્વી છે. મેટે થતાં મહાન પરાક્રમી થશે એવું તેને લલાટ ઉપરથી દેખાય છે. પણ બીજી રાણીઓને પુત્ર થશે ને આ પુત્ર જડે છે તે વાત ફૂટી જશે તે એમના પુત્રને ગાદી મળશે તે આ મારા પુત્રની રાજ્યમાં શું કદર થશે ? આવા પુત્રને રાજગાદી ન મળે તે તેને અહીં લાવ્યાનો અર્થ છે? મારા પુત્રને જ રાજગાદી મળવી જોઈએ. રાજા કહે છે તું ચિંતા ન કર. આ પુત્ર પુણ્યવાન છે. એના પુણ્ય અને રાજગાદી અપાવશે. હું તે માટેની બધી વ્યવસ્થા કરીશ. હવે રાજા રાણીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણ સુદ ૧૦ ને ગુરૂવાર
તા. ૫-૮-૭૬ રાગ-દ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા અનંત કરૂણાનીધિ ભગવાન મહાવીર સ્વામીએ પિતાના જ્ઞાનમાં જે ભાવ દીઠા તે જગતના જીવોને સમજાવ્યા. ભગવાને કહ્યું કે હે જીવાત્મા ! તું અનંતકાળથી સ્વ અને પરની ઓળખાણ કર્યા વિના ભટકી રહ્યો છે. હિતસ્વી માતાપિતા હંમેશા પોતાના બાળકનું હિત ચાહતા હોય છે તેમ ભગવાને પણ જગતના જીવો કેમ આત્મસુખ પ્રાપ્ત કરે તે માટે કહ્યું છે કે હે ભવ્ય છે! જન્મ-જરા-મરણના દુઃખ મટી જાય તેવી સાધના કરે કે જેથી શાશ્વત સુખ મળે.