________________
વારા શિખર
૩૧૫ સાધનામાં બેસી આયુષ્ય પૂર્ણ કરવું શ્રેષ્ઠ છે પણ અબ્રાનું સેવન કરવું અહિતકારી છે. અબ્રહ્મચર્યના સેવનથી આત્મઘાત થાય છે. શરીરઘાતથી આત્મઘાત ભયંકર છે.
શધ્ધ બ્રહ્મચર્યનું પાલન કરનારા સાત અણગારોમાં મહાબલ અણગારના મનમાં માનનો કીડો સળવ, તેથી માયા સહિત તપ કરે છે. જ્યારે પેલા છ અણગારો એમ વિચાર કરે છે કે અરેરે....આપણે કેવા કમભાગી છીએ કે આપણું મહાન ઉપકારી, આપણી જીવનનૈયાના સુકાની, જીવનરથના સારથી, જીવનના સાચા સહારા અને આપણું જીવનમાં દીવાદાંડી સમાન વડીલ સંતને આપણે આપણી સાથે પારણું કરાવી શક્તા નથી. એમ મહાબલ અણુગારની તેઓ ચિંતા કરે છે. ત્યારે મહાબલ અણગાર પરભવમાં મેટા થવાના મનોરથો સેવે છે.
બંધુઓ ! જીવને માન કેટલું પડે છે ઘણું એમ કહે છે કે અમને રાહુપનોતી શનિ-મંગળ કે બુધ નડે છે. પણ તેના કરતાં વધુ દુઃખદાયી જીવનમાં અહંભાવ છે કે હું કંઈક છું. એ જે નીકળી જાય તે જીવનમાં શાંતિનું સ્થાપન થશે. જે જીવનમાં શાંતિ જોઈએ તે કષાયેનો ત્યાગ કરો. ત્યાગમાં જે આનંદ છે તે આનંદ બીજે કયાંય નથી. સંસારમાં જેટલું સુખ છે તેટલું દુઃખ છે. જેટલી સંસારની મઝા છે તેટલી કર્મની સજા છે.
શ્રેણીક રાજાના જીવનનો એક પ્રસંગ છે. એક વખત મહારાજા શ્રેણીક રાજમહેલના ઝરૂખામાં બેઠા બેઠા બધાની સાથે કેરીઓ ચૂસી રહ્યા હતા. મહારાજા કેરીઓ ચૂસીને ગેટલા ને છેતરાં નીચે ફેંકી દેતા. મેટા માણસ કેરી ચૂસીને ફે કે તેમાં અડધો માલ હોય. કહેવત છે ને કે “હાથીના મુખને કેળી પડે તે કીડીઓના પેટ ભરાય.” આવા સમયે એક ગરીબ ભૂખ્યા માણસની નજર પડી અને તે ભૂખથી પીડાતે ત્યાં આવીને પડેલા ગોટલા છેતરાં ચુસવા લાગ્યા ને પોતાની ભૂખ મટાડી આનંદ માણવા લાગ્યું. ત્યાં રાજાને સિપાઈ તેને જોઈ ગયે તેથી લાઠી મારતે બે કે હે હરામખેર ! અહીં કેમ ઉભે છે ?
માર ખાધો પણ રાજાને જગાડયા બંધુઓ ! કમની કેવી વિચિત્રતા છે! બિચારે ભિખારી રાજાના મહેલમાં ગયે નથી. કંઈ ચેરી કરી નથી. રાજાના ફેંકી દીધેલા ગોટલાને છેતરાં ચૂસતે હતે. ત્યાં પણ કમેં લાઠીને માર ખવડાવ્યું. ભિખારીના બરડામાં લાઠી વાગી. વેદના થવા લાગી પણ તે તે સિપાઈની સામે જોઈને ખડખડાટ હસવા લાગ્યા. મહારાજા શ્રેણકે મહેલના ઝરૂખામાંથી આ દશ્ય જોયું. તેમના મનમાં આશ્ચર્ય થયું કે આ તે કે માણસ છે! સિપાઈ તેને મારે છે ત્યારે તે હસી રહ્યો છે. રાજા કહે કે તું તેને મારી પાસે લાવ. એટલે સિપાઈ ભિખારીને મહારાજા પાસે લાવ્યું. રાજાએ પૂછયું કે ભિખારી ! તને આ સિપાઈ