________________
શારદા શિખર
૨૩
કરનાર જો કાઇ દુશ્મન હાય તો "કષાય છે. શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે કષાયની નિંદા કરવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ત્રેવીસમા અધ્યયનમાં કહ્યુ` છે કે સવા અભિળા વૃત્તા ” કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. કષાય એ એક પ્રકારની અગ્નિ છે અગ્નિ જ્યાં ઉત્પન્ન થાય છે તે સ્થાનને સ`પ્રથમ જલાવે છે. દિવાસળી સળગે છે તો પહેલાં તે પેાતાને ખાળે છે પછી ખીજાને ખાળે છે. તેવી રીતે જેનામાં કષાય ઉત્પન્ન થાય છે તે પોતાના આત્માનું પહેલાં પતન કરે છે. અને આત્મિક ગુણાને તેમાં જલાવી દે છે. તેમજ કષાય દ્વારા ખીજાને પણ ખાળે છે.
કષાયને ચંડાલની ઉપમા પણ આપવામાં આવી છે. પ્રાચીન સમયમાં ચંડાલ જાતિને બધાથી નીચ માનવામાં આવતી હતી. ભૂલેચૂકે જો ચંડાળને અડી જવાય તો તરત સ્નાન કરી લેતા હતાં. એ રીતે કષાય પણ · બધાથી નીચ છે. આત્માને કષાયનો સ્પર્શ થતાં તે અપવિત્ર ખની જાય છે અને ક્ષમા આદિ ગુણા મલીન ખની જાય છે; કાઈ કોઈ જગ્યાએ કષાયને રાક્ષસની ઉપમા આપવામાં આવી છે. રાક્ષસ દેખાવમાં ભયાનક હોય છે. નિય અને ક્રૂર હાય છે, મનુષ્યાનું ભક્ષણ કરે છે. તેવી રીતે કષાયનો ઉદય થાય છે ત્યારે આત્મા રૌદ્રરૂપને ધારણ કરે છે. ને લજ્જા, ક્ષમા આદિ ગુણુ નષ્ટ કરે છે. અને સત્યશીયળ આદિ ગુણાનુ ભક્ષણ કરે છે. માટે કષાયાનો ત્યાગ કરવાની જરૂર .છે. હું મારી બહેનોને કહું છું કે તમને તમારા પુણ્યથી ગુણીયલ વહુ મળી હાય, તે બધા વહીવટ સંભાળતી હાય તો તમે સાસુપણાનો મેાહ છોડી દેજો. તમે સાસુ છે તે સાચુ રહેવાનાં છે. તમે ઉપાશ્રયે આવ્યા ને વહુ તમને પૂછયા વિના કોઇ નવીન ચીજ ખરીદી લાવે તો તમે એમ ન .કહેશે કે હું સાસુ બેઠી છું ને મને તો કંઇ પૂછતા નથી. પણ માન છોડીને સમો કે હું સંસારના પાપથી છૂટી.
આપણે જ બુસ્વામીની વાત ચાલતી હતી. જંબુસ્વામી સુધર્માસ્વામીના ગુણીયલ ને જ્ઞાની શિષ્ય હતા. તે જંબુસ્વામી કેાણુ હતા તે આપણે જાણવુ જોઈ એ. એક વખત જજીસ્વામી સુધર્માસ્વામીની દેશના સાંભળવા ગયા. દેશના સાંભળીને તેમનુ અંતર વૈરાગ્ય રંગે રંગાઈ ગયું. ઘેર જઈ માતા-પિતાની આજ્ઞા મેળવીને દીક્ષા લેવાના ભાવ હતા. તેઓ દેશના સાંભળીને ઘેર જતાં હતાં ત્યાં માર્ગોમાં એક મકાનનો કરા પડી ગયેા. જંબુસ્વામી તેનાથી એ વેંત દૂર રહી ગયા. એ વેંત નજીક હાત તે દટાઈ જાત.
દેવાનુપ્રિયા ! તમે કહા છે ને કે નિરાંતે ધર્માંધ્યાન કરીશું, પણ ઘડી પછી શુ થશે તેની કોઈ ને ખબર છે?
“ કોને ખબર છે કાલની, આ દેહ તણી દિવાલની.”