SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર આ દેહ રૂપી દિવાલ કયારે તૂટી પડશે તેની શું ખાત્રી ? આપણે નજરે નથી જોતાં કે કેઈને ટ્રેઈનમાં, પ્લેનમાં કે આગમાં ક્યારે કાળ આવી જાય છે. કોઈ માણસ તરવા જાય છે ને ડૂબી જાય છે. અચાનક આગ લાગે છે કે માણસ મળી જાય છે. અચાનક કોઈ મકાન તૂટી પડે છે ને તેમાં માણસે દટાઈ જાય છે. ગઈ કાલના પેપરમાં હતું કે વિલેપાર્લાથી વડેદરા તરફ જતાં અકસ્માતમાં હસમુખભાઈના ઘરના છ માણસ પતિ-પત્ની, નોકર આદિ માણસે ખલાસ થઈ ગયા ને બીજા છ જણને ગંભીર ઈજા થઈ છે. વિલેપાર્લાથી નીકળ્યા ત્યારે એમને ખબર હશે કે અમે પાછા નહિ આવીએ! આવા કિસ્સા વાંચીને પણ વિચાર કરે કે આ જીવનનો કઈ ભરેસે નથી. કાલે શું થશે તેની ખબર નથી. માટે બને તેટલી ધર્મારાધના કરી લે. - આજે ઘણાને હાર્ટએટેક આવે છે તે સમયે એવી ગંભીર પરિસ્થિતિ થઈ જાય છે કે જાણે બચશે નહિ. તે સમયે તેના ઘરના અમને દેડતાં બેલાવવા માટે આવે કે મહાસતીજી ! તમે જલ્દી માંગલીક સંભળાવવા માટે પધારો. અમે કહીએ ખૂબ તાપ છે. જમીન ઉપર પગ મૂકાય તેમ નથી. તો બે કલાક પછી અમે આવીએ તો ચાલશે ? તો કહેશે ના, મહાસતીજી જલ્દી પધારે. ઘોમધખતા તડકામાં અમને લઈ જાય. જઈને માંગલીક સંભળાવીએ. મર્યાદિત વ્રત–પચ્ચખાણ પણ કરાવી દેવાય. પણ જે એનું આયુષ્ય બળવાન હોય તે અશાતવેદનીય કર્મ મંદ પડે ને બચી જાય ને તે વ્યક્તિ એમ કહે- સાહેબ! ધર્મ પ્રતાપે બચી ગયે. તે વખતે સંત કહે કે ભાઈ ! જે તમે ધર્મપ્રતાપે બચી ગયા તે હવે શું કરશે? ત્યારે કહે કે હવે વહેપાર ધમધોકાર કરે છે. ભલા, ધર્મપ્રતાપે બચી ગયે તે હવે કામગ તે છેડી દે. મૃત્યુના મુખમાંથી બચીને ધર્મ કરે નથી પણ પત્ની, પુત્ર, પરિવાર, માટે પૈસા પેદા કરવા છે. પરંતુ વિચાર કરે એ તમને પરલોકમાં પ્રાણ-શરણ થવાના નથી. જંબુસ્વામીએ વિચાર કર્યો કે હું સહેજ નજીક હેત તે આ કરે પડે તેમાં હું દટાઈ જાત. મારા આયુષ્ય બળે બચી ગયે છું કંઈક કરી લઉં. કાલની કેને ખબર છે ? સુધર્માસ્વામી પાસે જઈને જાવજીવની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અંગીકાર કરી લઉં. વિષયનું વમન કરી, કષાયોનું શમન કરી ઇન્દ્રિઓનું કરવું દમન. ઈન્દ્રિઓનું દમન કર્યા વિના ત્રણ કાળમાં છૂટકો નથી. તરત જંબુસ્વામી પાછા ફર્યા. અને સુધર્માસ્વામી પાસે જઈને બ્રહ્મચંયની પ્રતિજ્ઞા લઈ લીધી. તે માતા પિતાની આજ્ઞા લેવા માટે ન ગયા. તેમણે એ વિચાર કર્યો કે ઈન્દ્રિઓનું દમન કરી મારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું છે. તેમાં માતા-પિતાની આજ્ઞાની શી જરૂર ? આઠ આઠ કન્યાઓ સાથે જેનું સગપણ થયું છે, લગ્નની તૈયારીઓ ચાલતી હતી. તે સમયમાં પ્રતિજ્ઞા કરી ઇન્દ્રિય વિજેતા બની ગયા.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy